Abtak Media Google News

ચૂંટણી પંચે ટ્વિટરમાંથી એક્ઝિટ પોલ અંગેની તમામ ટ્વીટ હટાવવાના આદેશ આપ્યાં છે. ચૂંટણી પંચે આ સંબંધે કેટલીક ફરિયાદો મળી હતી. જે બાદ પંચે આ આદેશ આપ્યો હતો. ફરિયાદ કોના તરફથી મળી હતી તે અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટની ધારા 126 એ મુજબ- કોઈ પણ વ્યક્તિ ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારના એક્ઝિટ પોલને પ્રિન્ટ કે ઈલેકટ્રોનિક મીડિયા પ્રકાશિત કે તેનો પ્રચાર ન કરી શકે. ચૂંટણીનો સમય પહેલાં દિવસના વોટિંગથી શરૂ થઈને અંતિમ દિવસના મતદાનના અડધા કલાક સુધી માનવામાં આવે છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારના એક્ઝિટ પોલને પ્રકાશનની મંજૂરી નથી હોતી.

જો કોઈ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેને 2 વર્ષ સુધી જેલ જવું પડી શકે છે. સાથે જ દંડ કે જેલ બંને કે બેમાંથી એક સજા મળી શકે છે. લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો 19 મેનાં રોજ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.