• 13મી માર્ચ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે

રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી જિલ્લા આયોજન સમિતિના 15 સભ્યોની ચૂંટણીનો તબક્કાવાર કાર્યક્રમ ચૂંટણી ઓથોરિટી જિલ્લા આયોજન સમિતિ -વ- કલેકટર રાજકોટ પ્રભવ જોશી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ, આ ચૂંટણી માટે ઉમેદવારે અથવા તેના પ્રસ્તાવકર્તાએ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, ગોંડલ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી, રાજકોટને તાલુકા પંચાયત કચેરી, રાજકોટ ખાતે (જાહેર રજા સિવાયના) નામાંકન પત્રો કોઈ પણ દિવસે  સવારે 11 કલાકથી  15 કલાકની તા.13/3/2024 સુધીમાં રજુ કરવાના રહેશે.

નામાંકન પત્રના નમૂના રજૂ કરવાના સ્થળ પરથી મેળવી શકાશે.નામાંકન પત્રોની ચકાસણી તાલુકા પંચાયત કચેરી, રાજકોટ ખાતે તા.14/03/2024ના રોજ 11:00 કલાકે કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચી લેવાની નોટીસ તા.18 માર્ચના રોજ, બપોરે 15:00 વાગ્યા પહેલા કચેરી ખાતે અધિકારીને ઉમેદવાર અથવા ઉમેદવારે (નોટીસ) પહોંચાડવા માટે લેખીતમાં અધિકૃત કર્યા હોય તેવા તેના પ્રસ્તાવકર્તા દ્વારા પહોંચાડી શકાશે.

તા. 19 એ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જો ચૂંટણી કરવાની થાય તો તા. 30/3/2024 સવારે 10:00 કલાક થી 13:00 કલાક સુધીમાં મતદાન યોજાશે જેની તા. 31/3/2024 ના રોજ મતગણતરી કરાયા બાદ પરિણામ જાહેર કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.