Abtak Media Google News

બાર કાઉન્સીલ ધ ઓફ ગુજરાતની મળેલી બેઠકમાં સર્વાનમતે થયો ઠરાવ: મહત્વના નિર્ણય પર પાબંધી

કોરોનાની મહામારી અંતર્ગત રાજયના તમામ બાર એસોસીએશનની ચુંટણી ત્રણ માસ સુધી પાછી ઠેલવવાનોનો નિર્ણય બાદ કાઉન્સીલ ઓફ ગુજરાતની મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે.

બાર એસો.માં સીસ્તબઘ્ધ  ચુંટણીની પ્રક્રિયાઓ પુરી પાડવા માટે એડવોકેટસ એકટ ૧૯૬૧ હેઠળ સોંપાયેલી સત્તાઓ મુજબ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા બાર એસોસીએશન ઓફ ગુજરાત રૂલ્સ ૨૦૧૫ ઘડવામાં આવ્ેલો જેને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા મંજુર કરવામાં આવેલો અને આ રૂલ્સને રાજયના તમામ બાર એસો.માં અમલીકરણ કરવામાં આવે છે.

બાર એસોસિએશન ઓફ ગુજરાત રૂલ્સ ૨૦૧૫ મુજબ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની તા. ૮-૧૧-૨૦ ના રોજ મળેલ સાધારણ સભામાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલું જેમા બાર એસો. ઓફ ગુજરાત રૂલ્સ ૨૦૧૫ના નિયમ-૪૯ સંદર્ભે એસો. ની ચુંટણી હાલની પરિસ્થિતિને ઘ્યાને લઇ ત્રણ મહિના સુધી માર્ચ-૨૦૨૧ સુધી મોકુફ રાખવામાં આવી છે. અને હાલના હોદેદારોમાં માત્ર પ્રમુખ કાર્યકારી પ્રમુખ તરીકેની કામગીરી કરશે અને બાર એસો.ની સત્તાનો ઉપયોગ કરી શકશે. અને નિતી-વિષયક નિર્ણય લઇ શકાશે નહી તેવું ઠરાવવાનું આવ્યું છું.

આથી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની તા. ૮-૧૧-૨૦ ના રોજ મળેલી સાધારણ સભામાં થયેલ ઠરાવ મુજબ ગુજરાતના તમામ એસો.ના પ્રમુખ-સેકેટરીશ્રી તથા હોદેદારોને આથી નમ વિનંતી કરવામાં આવે છે કે આપના બાર એસો.ના તમામ સભ્યોને આ બાબતે જાણકારી આપવા વિનંતી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.