“સજના હે મુજે સજના કે લિયે “

માનુનીઓના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવતો ‘માંગ ટીકા’ ટ્રેન્ડી સ્ટાઈલમાં બની એક ફેશન

સાજ શણગાર સજવો એ દરેક સ્ત્રીઓનો જન્મ સિદ્ધ અધિકાર છે. ભારતીય  સાંસ્કૃતિમાં પ્રાચીન સમયથી જ સ્ત્રીઓ અવનવા શણગારો ધારણ કરતી આવી છે. પારંપરિક પ્રસંગોએ મહિલાઓ સારા વસ્ત્રોની સાથે નતનવીઆઇએન આભૂષણો પહેરવાનું પસંદ કરતી હોય છે. કોઈપણ પ્રસંગ , તહેવાર કે ફંક્શન માટે તૈયાર થતી વખતે મહિલાઓ અનેક પ્રકારની જવેલરીની જરૂર પડતી હોય છે. નેકલેસ , બેંગલ્સ , બાજુ બન્ધ ,જુડો, બાલી અને નથ જેવા અલંકારો પહેરવાથી ટ્રેડીશનલ લૂક આવે છે. પરંતુ જ્યાં સુધી’ માંગ ટીકો ’ લગવવામાં ન આવે ત્યાં સુધી મહિલાઓનો શણગાર અધૂરો રહે છે.

ખાસ કરીને લહેગા ,ચોલી સાડી સાથે ’માંગ ટીકા’ લગાવવાથી ખૂબ સુરતી વધુ નિખરે છે. બોલીવુડની મોટા ભાગની અભિનેત્રીઓ પણ વાર તહેવારે કે એવોર્ડ ફંકશનમાં ’માંગ ટીકા’  માં જોવા મળી રહી છે.

આજકાલ ટ્રેન્ડી સ્ટાઈલમાં ’માંગ ટીકા’ પણ એક ફેશન બની ચુકી છે. તેમાંય ખાસ મોટી સાઈઝના ’માંગ ટીકા’ ની ડિમાન્ડ વધુ છે. સોનમ કપૂર ,પ્રિયંકા ચોપડા, દીપિકા પદુકોણ કરીના કપૂર સહિતની અભિનેત્રીઓએ વેડિંગ ફંકશનમાં  ’માંગ ટીકા’  પહેરવાનું પસંદ કર્યું હતું. બોલીવુડ ફંકશન હોય કે એવોર્ડ સમારોહ મોટા ભાગની અભિનેત્રીઓ ’માંગટીકા’ પહેરવાનું પસંદ કરે છે.

મોટા ભાગની મહિલાઓ એવું માને છે કે ’માંગ ટીકા’ વગર એથનીક લુક અધૂરો છે. વાર તહેવારે, સામાજિક  ધાર્મિક પ્રસંગો કે સગાઈ લગ્નસર જેવા પારંપરિક પ્રસંગોએ બહેન દીકરીઓ અવનવા દાગીના સાથે ’માંગ ટીકા’ પહેરવાનું પસંદ કરે છે.

‘માંગ ટીકા’માં રાજસ્થાની બોર માનુનીઓની પહેલી પસંદ

આજકાલ ટ્રેન્ડી સ્ટાઇલમાં ’માંગટીકા’ પણ એક ફેશન બની ચુકી છે. ’માંગ ટીકા’ ટ્રેડીશનલ લુકને પરફેક્ટ બનાવે છે. સેલિબ્રિટીઓ પણ વેડિંગ અને એવોર્ડ  ફંકશનમાં એકથી એક ચડિયાતા ’માંગટીકા’ પહેરેલ જોવા મળે છે. ખાસ કરીને રાજસ્થાની બોરની ડિઝાઇન ’માંગ ટીકા’માં વધુ પ્રસિદ્ધ છે.રાજસ્થાની બોર હંમેશા એથનીક લુક માટે ટ્રેંડમાં રહ્યો છે. કુંદનથી લઈને રુબી તેમજ એમરલ્ડ કલર સ્ટોનવાળા બોર દેખાવમાં અદભુત લગે છે. આ બોર માનુનીઓ લુકમાં ચાર ચાંદ લગાડે છે. તેમાં પણ ખાસ કરીને ઓવર સાઈઝના ’માંગ ટીકા’ જોવામાં અને પહેરવામાં ખૂબ જ સુંદર લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.