Abtak Media Google News

વિદ્યાર્થી કમ્પ્યુટરનો ઉપયોગ કરે તે પહેલા કમ્પ્યુટરની તપાસ થશે, વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ સુવિધાનો ઉપયોગ કરી શકશે નહીં

ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપવા માંગતા સ્પેશિયલ ચાઈલ્ડને સીબીએસઈ બોર્ડે લેપટોપ અથવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. કુલ ૨૮.૨૪ લાખ પરિક્ષાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી ૭૩૫૬ વિદ્યાર્થીઓ કંઈક ખામી ધરાવે છે કે લખી શકતા નથી. જેમણે પણ આ પરીક્ષા માટે નોંધણી કરાવી છે.

આ વર્ષે સીબીએસઈ ધો.૧૨ની બોર્ડની પરીક્ષા માટે ૮૭ હજાર વિદ્યાર્થીઓ વધુ નોંધાયા છે ત્યારે ધો.૧૦ના પરીક્ષાર્થીઓના આંકડામાં ૨૯ હજારનો ઘટાડો આવ્યો છે. સ્પેશિયલ જ‚રીયાત ધરાવતા વિદ્યાર્થીઓએ તેમના મેડિકલ ક્ધસલ્ટન્ટના નોંધણીપત્ર, સર્ટીફીકેટ જમા કરાવ્યા છે માટે તેઓ પરીક્ષા દરમ્યાન કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે પરંતુ કમ્પ્યુટરનો ઉપયોગ માત્ર જવાબ ટાઈપ કરવા માટે જ લઈ શકાશે. પરીક્ષાર્થી પહેલા સંસ્થાના કમ્પ્યુટર, શિક્ષક, કમ્પ્યુટરની તપાસ કરશે.તેમજ આ લેપટોપ ઈન્ટરનેટની સુવિધાથી રહિત રહેશે.

જો વિદ્યાર્થીઓ કમ્પ્યુટરની સુવિધા મેળવવા માંગતા હોય તો જ‚રી દસ્તાવેજો સાથે તેમણે અગાઉ ફોર્મ જમા કરાવવું પડશે પરંતુ આ બધા જ સ્પેશિયલ બાળકો માટે નથી. શારીરિક તેમજ માનસિક ખોડખાપણને ધ્યાનમાં લઈને જો યોગ્ય હોય તોજ તેને કમ્પ્યુટરના ઉપયોગની પરવાનગી આપવામાં આવશે. બોર્ડની પરીક્ષાઓ ૫ માર્ચથી શરૂ થઈ રહી છે. જે ૪ એપ્રિલ સુધી ચાલશે અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષા ૧૩ એપ્રિલ સુધી ચાલશે.૨,૮૯,૯૫૮ વિદ્યાર્થીઓ સાથે બોર્ડની પરીક્ષાની નોંધણીમાં દિલ્હી સૌથી પહેલા ક્રમે રહ્યું છે. આ પરીક્ષામાં ૧૭,૫૭૪ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે ૪,૪૫૩ સેન્ટરોમાં યોજનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.