Abtak Media Google News

કોન્ટ્રાક્ટરને છાવરતા સરકારી બાબુઓનો રોડના કામમાં કેટલા ટકા ભાગ ? ગ્રામજનો દ્વારા કરાયો આક્ષેપ

Img 20180601 Wa0014રાજયના છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરવા માટે રાજય સરકાર દ્વારા રોડ, રસ્તાના કામો માટે મોટી મોટી ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે ત્યારે હળવદ તાલુકાના કડીયાણા ગામથી ખેતરડી સુધીના બનતાં રોડમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાતા કરોડોના ખોટા બીલો ઉભા રહી જશે તેવો કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાયો છે.

Advertisement

હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તાર ગણાતા કડીયાણા ગામથી ખેતરડી સુધી અંદાજે ર૦ કીલોમીટરના અંતરમાં બનતાં રોડના કામમાં ૧૧.૬૭ કરોડની રકમની ગ્રાન્ટ ફાળવાઈ છે જેમાં ગુજરાત ક્ધટ્રક્સન કંપની (વઢવાણ) દ્વારા ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે.

જે અંગે ગામ લોકોએ આ રોડના કામની તપાસ કરતા ગુણવત્તાયુકત ન હોવાનું સામે આવતા કંપનીના કોન્ટ્રાકટર રોડના કામમાં મોટો ભ્રષ્ટાચાર આચરતા હોવાનું ગામલોકોએ આક્ષેપ કર્યો છે. જોકે કોન્ટ્રાક્ટરે આ કામમાં માત્ર હલકો મટેરીયલ વાપરીને લોટ, પાણી અને લાકડા જેવો તાલ સર્જયો છે.

આ અંગે કોગ્રેસ મહામંત્રી ચતુરભાઈ ચરમારીએ જણાવ્યું હતું કે, કડીયાણાથી ખેતરડી ગામ સુધી બની રહેલ ર૦ કિલોમીટરના ડામર રોડના કામમાં ગેરરીતી થતી હોય તેવું જણાઈ આવે છે અને કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની મિલી ભગતથી કરોડોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવા છતાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ મૌન સેવી રહ્યા છે.

એટલું જ નહીં સ્થાનિક રહીશોએ આ કામનું નિરીક્ષણ કરતાં સમગ્ર ડામર રોડના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો ઘટસ્ફોટ કર્યોં હતો. આ મામલે કંપનીને બ્લેક લીસ્ટ કરવા ચાર ગામોના રહીશોમાં માંગ ઉઠવા પામી છે.

કોન્ટ્રાકટરનો લુલો બચાવ કરતા ઈજનેર

આ અંગે નાયબ કાર્યપાલક ઈજનેર જે.એમ કોલચાનો સંપર્ક કરતાં તેવોએ કંપનીનો લુલો બચાવ કર્યો હતો અને જણાવેલ કે કામ તો સારુ જ થાય છે છતાંય પણ સ્થળ પર કયાંક ગેરરીતિ જણાશે તો તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.