Abtak Media Google News

૪૦ ટકાથી નીચા ભાવમાં બૂક કરાશે: રાજકોટ-મુંબઈનું ભાડુ ૨૫૦૦ રૂપિયાથી શરૂ

કોરોના બાદ સરકારે યાતાયાતને પરવાનગી આપી છે ત્યારે સિવિલ એવીએશન ડિપાર્ટમેન્ટ દ્વારા ફલાઈટોનાં ભાવ પણ નકકી કરવામાં આવ્યા છે જેમાં  હવામાં ઉડવાના સમય પ્રમાણે ભાડા વસુલાશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ યાત્રિકોને ૪૦ ટકા સીટ નીચા ભાવમાં બુક કરવાની પણ પરવાનગી આપવામાં આવી છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ-મુંબઈ વચ્ચે એર ભાડુ મીનીમમ ૨૫૦૦ થી ૭૫૦૦ સુધીનું રહેશે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંઘ પુરીએ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ૨૫મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થશે. દિલ્હી, મુંબઇથી ૯૦-૧૨૦ મિનિટની ફ્લાઇટ્સનું મિનિમમ ભાડું ૩૫૦૦ અને વધુમાં વધુ ૧૦૦૦૦ રૂપિયા રહેશે. ત્રણ મહિના માટે આ ભાડું ફિક્સ કરવામા આવ્યું છે. પ્રવાસીઓને સેલ્ફ ડેક્લેરેશન અને આરોગ્ય સેતૂ એપ દ્વારા એ જણાવવાનું રહેશે કે તેમાં કોરોનાના લક્ષણ નથી. ફ્લાઇટ રૂટને ૭ રૂટમાં વર્ગીકૃત કરવામા આવ્યા છે. ૧. ૪૦ મિનિટથી ઓછો ફ્લાઇટ ટાઇમ, ૨. ૪૦-૬૦ મિનિટ, ૩. ૬૦-૯૦ મિનિટ, ૪. ૯૦-૧૨૦ મિનિટ, ૫. ૧૨૦-૧૫૦ મિનિટ, ૬. ૧૫૦-૧૮૦ મિનિટ અને ૭. ૧૮૦-૨૧૦ મિનિટ. દરેક રૂટ આ ટાઇમલાઇનમા આવે છે. સિવિલ એવિએશન સેક્રેટરી પ્રદીપસિંહ ખરૌલાએ જણાવ્યું ૪૦ ટકા સીટ પ્રાઇઝ બેન્ડના મિડપોઇન્ટથી ઓછા ભાવે વેચવામા આવશે.

ઉડ્ડયન મંત્રાલય દ્વારા ફલાઈટની ટીકીટનાં ભાવ સમય આધારીત નકકી કરવામાં આવ્યા છે. ઉદાહરણ સ્વરૂપે ૪૦ મિનિટની યાત્રા માટે ટીકીટ ભાડુ ૨૦૦૦ થી ૬૦૦૦ સુધીનું રહેશે જયારે ૪૦ મિનિટથી ૬૦ મિનિટ વચ્ચેની હવાઈ મુસાફરી માટેની ટીકીટનો દર ૨૫૦૦ થી ૭૫૦૦ રૂપિયા રાખવામાં આવ્યો છે. ૬૦ થી ૯૦ મિનિટની યાત્રાનો ભાવ ૩૦૦૦ થી ૯૦૦૦ રૂપિયા, ૯૦ મિનિટથી ૧૨૦ મિનિટ જેમાં દિલ્હી અને મુંબઈનાં રૂટને આવરી લેવાઈ છે તેનું ટીકીટ ભાડુ ૩૫૦૦ થી ૧૦,૦૦૦ રૂપિયા સુધી નકકી કરવામાં આવ્યું છે. ફલાઈટ જેવી દિલ્હી-બેંગ્લોર રૂટ પરની હોય અને જો તે ફલાઈટનો સમય ૧૨૦ થી ૧૫૦ મિનિટ જેટલો થતો હોય તો તેનો ભાવ ૪૫૦૦ થી ૧૩૦૦૦ રૂપિયા રાખવામાં આવ્યો છે. દિલ્હી ઈમ્ફાલ ફલાઈટ કે જે ૧૫૦ થી ૧૮૦ મિનિટનો સમય લ્યે છે તેનું ટીકીટ ભાડુ ૫૫૦૦ થી ૧૫,૭૦૦ રૂપિયા નિર્ધારીત કરવામાં આવ્યું છે. એવી જ રીતે દિલ્હી-કોયમબતુરની ફલાઈટ કે જે ૧૮૦ થી ૨૧૦ મિનિટ લગાડે છે તેનો ભાવ ૬૫૦૦ થી ૧૮,૬૦૦ રૂપિયા નિર્ધારીત કરવામાં આવયો છે સાથો સાથ પ્રોટેકટીવ સ્યુટ અને આંખોનાં રક્ષણ માટે ગોગલ્સ પણ ઉડ્ડયન મંત્રાલય દ્વારા યાત્રિકોને આપવામાં આવશે પરંતુ યાત્રિકોને કોઈપણ પ્રકારનું ફુડ આપવામાં નહીં આવે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.