જ્યારે તમે પિતા બનશો, ત્યારે તમે સમજી શકશો… લગભગ તમામ છોકરાઓએ તેમના પિતા પાસેથી આ સાંભળ્યું જ હશે. તે સમયે ભાગ્યે જ કોઈ આ બાબતની ઊંડાઈ સમજી શક્યું હતું. એનો અર્થ સમજાય ત્યાં સુધીમાં તો ઘણો વખત વીતી ગયો હશે. ઘરોમાં, પિતાની છબી એવી માનવામાં આવે છે જે હંમેશા કડક હોય છે, ઠપકો આપે છે અને હસવું અને મજાક કરવાનું પસંદ નથી કરતા. આ જ કારણ છે કે યુવાનો જે રીતે પોતાની લાગણીઓ પોતાની માતા પ્રત્યે વ્યક્ત કરે છે તેવી જ રીતે તેમના પિતા સમક્ષ તેમની લાગણી વ્યક્ત કરવાની હિંમત નથી કરતા. સત્ય તો એ છે કે મોટાભાગના યુવાનો પિતાને ગળે લગાવીને પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકતા નથી. પણ ધીરે ધીરે સમય સાથે આપણને ખબર પડે છે કે પિતા બનવાનો અર્થ શું થાય છે અને પછી આપણને એક જ વાત યાદ આવે છે કે ‘જ્યારે તમે પિતા બનશો, ત્યારે સમજાશે.’

મારા પિતા મારા હીરો

1 41

બાળપણમાં એક એવો સમયગાળો આવે છે જ્યારે આપણા પિતા આપણા હીરો હોય છે. પછી તેઓ કૂલ ડ્યૂડ અને મમ્મી કરતાં પણ નજીક છે. આપણે પૂછવામાં આવે કે,તમારા પિતા કેવા છે? તમે કઈક આવી રીતે જ કેહશો, મારા પિતા ખૂબ સારા છે. તે સ્માર્ટ છે, સ્ટાઇલિશ છે, બધું જાણે છે, ઠપકો પણ આપતા નથી અને તે એક કૂલ ડ્યૂડ જેવા  લાગે છે. તે જે રીતે સમગ્ર પરિવારની સંભાળ રાખે છે તે સરળ નથી. કામ પરથી આવ્યા પછી તરત જ તે થાકતા નથી પણ અમારી સાથે રમે છે. તેની વાતો પણ નવા જમાનાની છે અને તે વૃદ્ધ માણસની જેમ વર્તતા નથી.અને કહો જ ને કેમ કે પપ્પા આપણા માટે બદલાયા છે.એનું કારણ તેનો તમારા પ્રત્યેનો પ્રેમ છે.

માત્ર થોડે દૂર

fathers day celebration with kid 23 2151175757

કિશોરાવસ્થામાં જ્યારે બાળકોમાં ઘણા બધા બદલાવ આવે છે ત્યારે પિતાનો સ્વભાવ પણ બદલાતો જણાય છે. પછી એવું લાગે છે કે તેઓ દરેક વસ્તુ પર નિયંત્રણો મૂકે રોકટોક લગાવે છે. આ વિશે તમારો અનુભવ શું કહે છે? બીજાની જેમ તમારા પિતા પણ તમારા અભ્યાસ માટે તમને ઠપકો આપે છે. અથવા જ્યારે તમે મિત્રો સાથે લાંબા સમય સુધી હેંગઆઉટ કરો છો, ત્યારે તેઓ તમને કહે છે કે આટલો સમય બગાડો નહીં. તમને એકવાર લાગ્યું જ હશે કે તમારા પિતા અને તમે ક્યારેય એક વિચારધારા વાળા નહિ બની શકો. સિવાય જ્યારે તમે થોડા વર્ષો પહેલા એન્ડ્રોઈડ ફોન ખરીદવાની વાત કરી તો તેણે તમને એમ પણ કહ્યું હશે કે આ બધી વસ્તુઓ આદતને બગાડે છે અને તેમાં તમારો સમય બગાડો નહીં. તમારા ભવિષ્ય પર ધ્યાન આપો.પરંતુ એ વસ્તુ હવે આપણને સમજાઈ રહી છે કે આ બાબતે પિતા આપણા વિરોધી નથી હોતા પરંતુ તેમને આપણા તેમજ આપણા ભવિષ્યની ચિંતા હોય છે.

પિતા મોડેથી સમજે છે

photorealistic portrait non traditional family structure 23 2151295274

પછી એક સમય એવો આવે છે જ્યારે દીકરો પોતે પિતા બની ગયો હોય છે અને તેના બાળકો મોટા થઈ રહ્યા હોય છે. પછી જવાબદારીઓ, સમાજ અને નાણાકીય સ્થિતિ જેવી વિવિધ બાબતોને ધ્યાનમાં લઈને નિર્ણયો લેવામાં આવે છે. ત્યારે તમને તમારા પિતાએ કહેલી ઘણી વાતોનો અહેસાસ થાય છે. આ મામલે યુવાનોને પૂછવામાં આવે તો તેનો જવાબ કદાચ આવો જ હશે, એ સાચું છે કે છોકરાઓ તેમની માતાની વધુ નજીક હોય છે કારણ કે પિતા પાસે એટલો સમય નથી હોતો. તેથી એવું લાગતું હતું કે પિતા ખૂબ જ કડક હતા અને તેમની વચ્ચે અસંખ્ય અંતર હતું. પણ આજે જ્યારે તમે પોતે પિતા બન્યા પછી એ બાબતો તરફ ફરીને જોશો તો તમને ખ્યાલ આવશે કે આ બધું કરવું એટલું સરળ નથી. તમારા પિતાએ તમને ભણાવવા માટે લોન પણ લીધી હતી. તેણે તમારી બધી જરૂરિયાતો પૂરી કરી, ભલે તે પોતે તમને પગભર કરવામાં તૂટી ગયા હોય પણ તમને  ક્યારેય જતાવ્યું નહિ હોઈ. તમારે જયારે પણ કાઈ કરવું હોઈ તો તમારા પિતાએ ક્યારેય પણ  મનાઈ નહીં કરી હોઈ. પછી ભલે એ પૈસા માટે તેમણે  કેટલી મહેનત અને બલિદાન આપ્યું હશે એ એના શીવાય કોઈ જાણી શકતું નથી. અને પછી જેમ જેમ તમે પુખ્તવયના થતા જશો ત્યારે સમજાશે કે તમારા પિતાએ તમારી જીંદગીમાં ફૂલો પાથરવા માટે પોતાના જીવનમાં કેટલાય કાંટાઓ સહન કર્યા હશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.