Abtak Media Google News

ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હાલ વિશ્વની સૌથી મોટી ફુડ મેનેજમેન્ટ ચેઈન: એફસીઆઈ પાસે સૌરાષ્ટ્ર ઝોનમાં 14 ડેપો કાર્યરત,જેમાં 2 લાખથી વધુ મેટ્રિક ટન ઘઉં અને ચોખાનો જથ્થો ઉપલબ્ધ

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દેશને અન્ન પૂરું પાડી આખું વર્ષ માં અન્નપૂર્ણાની આરાધના કરી રહ્યું છે. એફસીઆઈનો મુખ્ય ઉદ્દેશ દેશને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવાનો  છે . આઝાદી પછી, ઘણા વર્ષો ખાદ્ય પદાર્થોની અછતની ગંભીર સમસ્યા રહી હતી, ત્યારે આપણા તત્કાલિન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીના નેતૃત્વમાં સરકારે દેશને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ણય લીધો અને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં વિશ્વની સૌથી મોટી ફૂડ મેનેજમેન્ટ ચેઈન ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા છે.

Advertisement

એપ્રિલ 2020 ના મહિનામાં, સમગ્ર વિશ્વ કોવીડ-19 ની મહામારી સામે જજુમતું હતું તેવા વિકટ સમયમાં વડાપ્રધાનનરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત સરકારે, મુખ્યત્વે ગરીબ અને મજૂર વર્ગના લોકોને અનાજ પૂરું પાડવા માટેની યોજના શરૂ કરી છે. આ મુશ્કેલ પરિસ્થિતિ જ્યારે કેટલાક લોકો પાસે આવકનો કોઈ વિકલ્પ ન હતો.અન્ય ગરીબ કલ્યાણ યોજનાઓ લાગુ કરી.  આ યોજના હેઠળ દર મહિને વ્યક્તિદીઠ 5 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ તેમજ ગરીબ જરૂરિયાતમંદ લોકોને મહત્તમ લાભ આપવા માટે આ યોજનાને કુલ 7 તબક્કામાં 22 ડિસેમ્બર 2022 સુધી લંબાવવામાં આવી હતી . યોજના હેઠળ એફસીઆઈ દ્વારા એપ્રિલ 2020 થી 31/12/2022 સુધી અંદાજે 373 લાખ મેટ્રિક ટન ઘઉં અને 671 લાખ મેટ્રિક ટન ચોખા અને કુલ 1044 લાખ મેટ્રિક ટન અનાજ ગરીબ લોકોને મફતમાં આપવામાં આવ્યું હતું. આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશ્વ મંચ પર ખાદ્ય સુરક્ષાના સંદર્ભમાં ભારતની સૌથી મોટી અને ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.

આ ઉપરાંત ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા અનાજના ભાવને અંકુશમાં રાખવા માટે બફર સ્ટોકનો વધારાનો સ્ટોક રાખવામાં આવી રહ્યો છે. ઓએમએસએસ હેઠળ ઇશ્યુ કરવામાં આવી રહ્યું છે જેમાં વર્ષ 2023-24 હેઠળ , સપ્ટેમ્બર-2023 થી લગભગ 12 લાખ મેટ્રિક ટન ઘઉં અને ચોખા બજારમાં એફસીઆઈ દ્વારા વિતરણ માટે લાવવામાં આવ્યા હતા. આ રીતે, ભારતીય  અન્ન મહા મંડળ -એફસીઆઈ દ્વારા તેના અંતર્ગત ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે સતત પ્રયત્નશીલ છે.

રમણલાલ મીણા -જનરલ મેનેજર ગુજરાત, ભારતીય ખાદ્ય નિગમના કહેવા મુજબ હાલમાં વર્ષ 2023 દરમિયાન ગુજરાત પ્રદેશની કુલ ક્ષમતા 8.25 લાખ મેટ્રિક ટન છે.   અને લગભગ 7.55 લાખ મેટ્રિક ટન ઘઉં અને ચોખાનો સંગ્રહ વર્તમાનમાં કરવામાં આવેલ છે. અને તેને ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણ યોજનાઓ હેઠળ  કલેકટરના માધ્યમથી પુરવઠા નિગમ દ્વારા સસ્તા અનાજ ની દુકાનો દ્વારા વિતરણ કરવામાં આવે છે.

ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ ખાદ્ય વિતરણ યોજનાઓ જેવીકે એનએફએસએ પીએમ પોષણ  અને અન્ય કલ્યાણ યોજનાઓ હેઠળ વિવિધ યોજનાઓ હેઠળ વિતરણ માટે ઉપલબ્ધ છે .

મહાપ્રબંધક  રમણલાલ મીણાના કહેવા મુજબ, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા , ગુજરાતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ રાષ્ટ્રીય તહેવારોની રજાઓ અને રવિવારના દિવસે પણ કોઈપણ વિરામ વિના સતત પોતપોતાના સ્થળોએ કાર્યરત છે.   અને સતત કર્મચારીઓ સરકારની અન્ન વિતરણ વ્યવસ્થાના કાર્યમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત અને કાર્યરત છે.

એફસીઆઈના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ડિવિઝનલ મેનેજર રામ પ્રકાશના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ 14 ડેપો કાર્યરત છે. અને તેમની કુલ સંગ્રહ ક્ષમતા 226217 મેટ્રિક ટન છે અને અંદાજે 202110 મેટ્રિક ઘઉં અને ચોખાનો સંગ્રહ કરે છે.  ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ ખાદ્ય વિતરણ યોજનાઓ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ વિતરણ માટે ઉપલબ્ધ છે . અહીંની વિભાગીય કચેરી રાજકોટના એફસીઆઈ ડેપો હેઠળ છે.  ડેપો સાથે સિડબ્લ્યુસીના 4 ડેપો અને પીડબ્લ્યુએસના 04 ડેપો કાર્યરત છે.

એફસીઆઈ રાજકોટ મંડળ કાર્યાલય પાસે સમગ્ર સૌરાષ્ટ્રને અન્ન વિતરણ પ્રણાલી માટે રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર-વઢવાણ, વાંકાનેર અને વેરાવળ ખાતે પોર્ટ ગોદમમાં પોતાના  6 ડીપો તેમજ  સિડબ્લ્યુસીના 4  અને પીડબ્લ્યુએસ યોજના હેઠળ 4 ગોદમ છે. જેમની કુલ ક્ષમતા 226217 મેટ્રિક ટન છે. આ રીતે કુલ 14 ગોદમ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર ને અન્ન વિતરણ પ્રણાલી હેઠળ અનાજ પૂર્તિ માં મહત્વપૂર્ણ યોગદાન એફસીઆઈ રાજકોટ મંડળ કાર્યાલયનું છે.  તેમ એફસીઆઈ સંપર્ક અધિકારી એમ.જી. પાટીલ (પ્રોટોકોલ ઓફિસર)ની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.