Abtak Media Google News

ગત ચૂંટણી કરતા ત્રણ ગણા જવાનો તૈનાત

સૈન્યને બેલેટ પેપરથી લઈ બુથ સુધીની જવાબદારી સોંપાઈ

પાકિસ્તાનમાં આવતીકાલે નવી સરકાર માટે મતદાન થશે. આ ચૂંટણીમાં મુખ્ય ત્રણ પક્ષ પીએમએલ (એન), પીટીઆઈ અને પીપીપી વચ્ચે કાંટે કી ટક્કર છે. જો કે, ઈમરાન ખાનનો પક્ષ પીટીઆઈ તરફ યુવાનોનો ક્રેઝ વધુ હોવાથી તેને જીત મળે તેવી શકયતા છે. અલબત બીજી તરફ દેશના દરેક મતદાન મકે પાકિસ્તાની સૈન્યને ખડકવામાં આવ્યું છે. પાકિસ્તાની સૈન્ય મતદાન મથકે દેખરેખ રાખશે. અત્યાર સુધી પાકિસ્તાનમાં સૈન્યની સત્તાના અનુભવી કહી શકાય કે ફરીથી કહ્યાંગરી સરકાર નહીં આવે તો સૈન્ય સત્તાનો દોર હામાં લઈ શકે છે.

પાકિસ્તાનમાં ચૂંટણીનું વાતાવરણ ગરમ છે. આ વખતેની ચૂંટણીમાં અલગ જ માહોલ જામ્યો છે. કારણ કે, નવાઝ શરીફ સહિતના કૌભાંડીઓને કડક સજા થઈ છે. આ ઉપરાંત ઈમરાન ખાનના પક્ષની લોકપ્રિયતા પણ વધી છે. આંકડા મુજબ પીટીઆઈ અને નવાઝના પીએમએલ (એન) વચ્ચે કાંટે કી ટક્કર છે.

બુથો પર દેશનું ૬૦ ટકા સૈન્ય ખડકી દેવાયું છે. મતલબ કે દેશમાં બહાર નહીં પણ અંતર ખતરો વધુ છે. ચૂંટણી પર ૪૪૦ અબજ પાકિસ્તાની રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. ૩૭૧,૦૦૦ જવાન મતદાન મકો પર તૈનાત કરવામાં આવ્યા છે. સૈન્યને બેલેટ પેપરી લઈ બુથ સુધીની જવાબદારી સોંપાઈ છે. જેના પરિણામે મસમોટા ગોલમાલની શકયતા છે. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણી કરતા આ વખતે જવાનોની સંખ્યા ત્રણ ગણી છે. આ ચૂંટણીમાં પાકિસ્તાની સૈન્યનો હસ્તક્ષેપ રહેશે તે બાબતમાં કોઈ શંકા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.