Abtak Media Google News

૨૦૧૮માં જેટ એરવેઝના ડોમેસ્ટીક યાત્રીઓની સંખ્યામાં ૧૫.૫ ટકાનો ઘટાડો નોંધાયો

કહેવાય છે કે, પહેલાના સમયમાં હવાઈ મુસાફરી તે એક રાજાશાહી માનવામાં આવતી હતી પરંતુ હાલના તબકકે હવાઈ મુસાફરી તે લોકોની જીવન જરૂરીયાત બની ગઈ છે ત્યારે એક સમયે એર ઈન્ડિયા અને જેટ એરવેઝ ભારત દેશમાં ઉડ્ડયન ક્ષેત્રે પોતાનો ઈજારો સ્થાપિત કર્યો હતો તેમાં પણ છેલ્લા ૨૬ વર્ષથી જેટ એરવેઝ પોતાના યાત્રિકો માટે હવાઈ સેવા આપી રહી છે પરંતુ ઘણા ખરા અંશે પાછલા થોડા વર્ષોમાં જેટ એરવેઝની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. જેના અનેકવિધ કારણો સામે આવ્યા છે. વાત કરવામાં આવે તો હાલ જેટ એરવેઝની સાથો સાથ એર ઈન્ડિયા કે ઈન્ડીંગો એરવેઝ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.

Advertisement

જેટ એરવેઝ જયારે આર્થિક સંકળામણનો અનુભવ કરી રહ્યું હતું ત્યારે ગલ્ફની ઈતિહાદ એરવેઝે તેને ટેકો આપી ૨૪ ટકાનો સ્ટેક ખરીદયો હતો ત્યારે જેટ એરવેઝના નરેશ ગોયલ દ્વારા અનેકવિધ એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા જેનાથી જેટ જે રીતે જેટ ગતિથી ઉડી રહ્યું હતું તે ગતીમાં ઘટાડો જોવા મળ્યો હતો અને અનેકવિધ પ્લેનોને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા હતા. હાલ જેટની વ્હારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આવતા તેમનું જેટ નાણાકીય એટલે કે આર્થિક સંકળામણની સ્થિતિ જે ઉદભવિત થઈ હતી તેના પર પૂર્ણવિરામ મુકવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર વિકસિત થવા માટે જેટ એરવેઝ એક સાથે ૩૩ પ્લેનો ખરીદયા હતા જે સુત્રો પ્રમાણે એક ગંભીર નિર્ણય માનવામાં આવે છે તેવી જ રીતે જયારે ઈન્ડીંગો એરવેઝ દ્વારા જે ભાડા ઓછા કરવામાં આવ્યા ત્યારે પણ જેટ એરવેઝના ભાડામાં સહેજ પણ ઘટાડો જોવા ન મળતાં હવાઈ મુસાફરોની સંખ્યામાં અધધ ઘટાડો જોવા મળ્યો હતો જે ડોમેસ્ટીક યાત્રિકોની સંખ્યામાં પણ ૨૦૧૮ના વર્ષમાં ૧૫.૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો.

કહેવાય છે કે ‘સરવાઈવલ ઓફ ધ ફીટેસ્ટ’ એટલે કે જે ફીટ હોય તે જ સરવાઈવ કરી શકે. ત્યારે ઈતિહાદ એરવેઝની વાત કરવામાં આવે તો તેમની પાસે અનેકગણી મુડી હોવાના કારણે તે જેટને મદદરૂપ થઈ રહ્યું છે. સાથોસાથ ગલ્ફ એરિયામાં રહેતા અને ક્રુડનું ઉત્પાદન કરતાં તેને પેટ્રોલ કે ડિઝલની અછતની અનુભુતી થતી નથી જે તેને ખુબ જ સસ્તામાં પણ મળે છે. જેથી ઈતિહાદ દ્વારા જેટની મદદ કરવામાં આવી રહી છે. હવે જેટની સાથોસાથ એર ઈન્ડિયા અથવા તો ઈન્ડીંગો એરલાઈન્સ કે જે સ્થાનિક લોકોમાં એક ભરોસો પ્રસ્થાપિત કર્યો છે તેને પણ ઘણી ખરી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવનારા સમયમાં તેઓએ ફીટ થવું ફરજીયાત બનશે અને તેના માટે કયાં પ્રકારના પગલાઓ લેવા તે પણ જાણવા અને સમજવા અનિવાર્ય બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.