Abtak Media Google News

સ્ટીંગ ઓપરેશનમાં જંતુનાશક દવા સાથે ઝડપાયેલા ચોખા દુકાનદારે રાતોરાત વાડીએ પહોંચાડી દીધા : પુરવઠા અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને ચોખા ખરીદેલા હોવાના ઉંધા ચશ્મા પહેરાવાયા કે પહેરીયા.!

હળવદ શહેરમાં અમુક લેભાગુ તત્વો કિરાણાની દુકાનની આડમાં ગ્રાહકોને અખાદ્ય ખોરાક પધરાવી રહ્યા હોવાની બુમરાણો પાછલા ઘણા સમયથી ઉઠવા પામી હતી ત્યારે આજે જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે શહેરના સરા રોડ પર આવેલ પાયલ સેલ્સ એજન્સીમાં દરોડો પાડી તપાસ કરાતા ચોખાના જથ્થો અખાદ્ય મળી આવતા નમુના લઈ રર૩ કિલો ચોખાના જથ્થાને સીઝ કરાઈ દેવાયો છે. જયારે ચોખાના સેમ્પલોને લેબ માટે વડોદરા મોકલી અપાયા છે. જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીના પગલે કિરાણાના વેપારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી છે.

Img 20180814 145033 1પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સરા રોડ પર આવેલ વીરજીવાવ પાસેના કોમ્પ્લેક્ષમાં પાયલ સેલ્સ એજન્સીમાં આજે જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ડી.આર.નાંઢાએ દરોડો પાડી તપાસ હાથ ધરતા અખાદ્ય ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. જેના સેમ્પલો લઈ લેબ માટે વડોદરા ખાતે આવેલ પ્રયોગશાળામાં મોકલી અપાયા છે. જયારે રર૩ કિલો ચોખાના જથ્થાને સીઝ કરી દેવાતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Img 20180814 145246અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી હળવદ શહેરની કિરાણા સ્ટોરમાં અખાદ્ય વસ્તુઓનો બેરોકટોક રીતે વેંચાણ થઈ રહ્યું હોવાની બુમરાણો ઉઠવા પામી હતી જેમાં શહેરના કિરાણા સ્ટોરમાં વેચાતા ખોરાકમાં પડેલ જીવજંતુઓ સહિત વાસી થઈ ગયેલ ખોરાક લોકોને પધરાવવામાં આવતો હોવાની રાવ ઉઠવા પામી હતી ત્યારે તંત્ર સફાળું જાગતા શહેરની પાયલ સેલ્સ એજન્સીમાં દરોડો પાડી રર૩ કિલો ચોખાના જથ્થાને સીઝ કરી સેમ્પલો લેવાયા છે. આ અંગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડી.આર.નાંઢાએ કડક કાર્યવાહી કરતા હળવદ શહેરમાં અખાદ્ય ખોરાકનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.

Img 20180814 174644

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.