Abtak Media Google News

આંતકવાદી હુમલાની શક્યતાનો છેદ ઉડ્યો-આંતરિક વિખવાદના કારણે ખૂની ખેલ ખેલનારની તપાસ

પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર આજે સવારે થયેલા ફાયરીંગમાં ચાર લોકોના મૃત્યુના સત્તાવાર આંકડા બહાર પડ્યા છે જોકે હજુ આ ઘટના નું કારણ સ્પષ્ટ થયું નથી  જોકે પ્રારંભિક તપાસમાં મેસમાં અંદરો અંદર કલેશના કારણે આ ઘટના સર્જાય હોવાનું પોલીસે દાવો કર્યો છે. સવારે સાડા ચાર વાગે બનેલી ફાયરિંગની ઘટના બાદ સમગ્ર વિસ્તારને સેના દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે સવારે થયેલા ફાયરીંગમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓ ની હાલત ગંભીર હોવાથી ખુવારી નો આંકવધે તેવી દહેસત સેવાઈ રહી છે આજે સવારે બનેલા આ બનાવ ના પગલે. મિલિટરી સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે. અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સેનાએ જણાવ્યું હતું કે ફાયરિંગ સવારે 4.35 વાગ્યે થયું હતું અને હવે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે સેનાએ આ ઘટનામાં આંતકવાદી હુમલા ની શક્યતા નો છેદ ઉડાવી દઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આર્મી ચીફ જનરલ મનોજ પાંડે એ ઘટના અંગે પ્રાથમિક માહિતી આપી હતી રક્ષા મંત્રી   રાજનાથ સિંહે આ ઘટના અંગે સેના પાસે રિપોર્ટ માગ્યો છે. પંજાબ સરકારે પણ ભઠિંડા પોલીસ પાસે રિપોર્ટ માગ્યો છે.આર્મી કેન્ટની અંદર સૈનિકોના પરિવાર પણ રહે છે. ઘટના પછી સેનાએ બધાને ઘરમાં રહેવા માટે અપીલ કરીને સ્થિતિને કાબુમાં લેવા માટે તાત્કાલિક પોઝિશન લઈ લીધી હતી . સાથે સાથે.કેન્ટની અંદર ચાલતી સ્કૂલને પણ બંધ કરી દેવામાં આવી છે. પ્રારંભિક તબક્કે પોલીસને મિલિટરી સ્ટેશનની અંદર જવાની મંજૂરી આપવામાં આવી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્ટની બહારથી ફાયરિંગ કરવામાં આવ્યું છે.

આવી સ્થિતિમાં આ હુમલાને આતંકવાદી હુમલો હોવાની આશંકા દર્શાવવામાં આવી હતી જ્યારે ખરેખર આ ઘટનામાં ફાયરિંગ મિલિટરી સ્ટેશનના ઓફિસર્સ મેસમાં થયું હતું અને ફાયરિંગ કરનારી વ્યક્તિ સાદા કપડામાં હતી. ભટિંડાના જજઙએ આ હુમલો આતંકવાદી ઘટના હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ સૈનિકોનો અંદરોઅંદર ગોળીબાર ની હોવાની સંભાવના વ્યક્ત કરી હતી તપાસ દરમિયાન એવું ખુલવા મળ્યું હતું કે .3. રાઈફલ 2 દિવસ પહેલાં ગુમ થઈ હતીપંજાબ પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં એક રાઈફલ અને 28 ગોળી ગુમ થઈ ગઈ હતી. આ ઘટના પાછળ સેનામાંથી કોઈ હોઈ શકે તેવી શક્યતાની સાથે સાથે પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદર બુધવારે સવારે શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી. સૈનિકોએ તપાસ શરૂ કરી. આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિએ સૈનિક પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરનારી વ્યક્તિ સફેદ કપડાંમાં હતી.

આ ઘટના આતંકવાદી હુમલો હતો કે અંદરોઅંદરનો ગોળીબાર એ સ્પષ્ટ કરવા માટે સૈન્ય કે પોલીસે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. સૂત્રો પ્રમાણે માહિતી આવી રહી છે. આ મિલિટરી સ્ટેશનની બાઉન્ડરી લગભગ 45 કિલોમીટર છે. અહીંનો દારૂગોળો ડેપો દેશના સૌથી મોટા ડેપોમાંનો એક છે.લોકોના કેન્ટની અંદર અને બહાર જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય એજન્સીઓને પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. પંજાબ પોલીસના સિનિયર ઓફિસર પણ કેન્ટમાં પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.