Abtak Media Google News

દેવનગરમાં “અમારી સાથે કેમ ઝગડો કરવા આવ્યો છો” તેમ કહી બે મહિલા સહિત ચારે યુવકને માર માર્યો

રાજકોટ શહેરમાં બે મારામારીની ઘટના ગઈકાલે પોલીસ ચોપડે નોંધાય છે જેમાં પ્રથમ મારામારીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવેલ રોહીદાસ પરામાં ચાર શખ્સોએ એક યુવાનને રૂપિયા 25 હજારની ઉઘરાણીના પ્રશ્ન ધોકા પાઇપ અને સોડાની બાટલીઓ વડે માર મારતા તેને સારવારથી હોસ્પિટલમાં ખસેડાયો હતો જેમાં અમને પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો છે જ્યારે બીજા બનાવવામાં નાનામવા માં રહેતા યુવાનને દેવનગરમાં રહેતા બે મહિલા સહિત ચાર લોકોએ અમારી સાથે કેમ ઝગડો કરવા આવ્યો છો તેમ કહી માર મારતા તેમના વિરૂદ્ધ માલવિયા નગરમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રથમ બનાવની મળતી માહિતી અનુસાર મોરબી રોડ પર રહેતા આદિલભાઈ મોહમ્મદભાઈ ભાડુલ દ્વારા ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં સીદલો,સદામ કાદરી,હૈદર કાદરી અને સલીમ બાવનકા ના નામો આપ્યા હતા જેમાં તેણે જણાવ્યું હતું કે, તેના પિતા મહંમદ ભાઈએ સિદલાને રૂપિયા 25 હજાર ઉછીના આપ્યા હતા.જે પરત માગતા ઉશ્કેરાઈ સીદલાએ તેની સાથેના સદામ કાદરી, હેદર કાદરી અને સલીમ બાવનકા સાથે મળી ધોકા અને પાઇપ અને સોડાની બોટલો વડે આદિલભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર શખ્સો સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

બીજા બનાવની મળતી માહિતી અનુસાર નાનામવા રોડ પર રહેતા પિયુષભાઈ ઉપેનભાઈ વેગડાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં જીતેન્દ્ર મંગળ રાઠોડ, ગૌતમ ઉર્ફે મહેશ મંગળ રાઠોડ, મંજુ જીતેન્દ્ર રાઠોડ અને હસુમતીબેન ગૌતમ રાઠોડના નામો આપ્યા હતા.જેમાં તેને જણાવ્યું હતું કે, તે પોતાના ઘર નજીક રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે આરોપી હિતેશે તેને રોકી તું હેતિશના ઘરે શું કરવા ગયો હતો અમારે હિતેશ સાથે માથાકુટ ચાલે છે.તેમ કહી બે મહિલા સહિત ચારેય શખ્સોએ યુવકને માર મારતા તેને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જે મામલે માલવિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.