Abtak Media Google News
  • શહેરી વિસ્તારોમાં કોરોનાનો અજગરી ભરડો 407માંથી 336 કેસ માત્ર કોર્પોરેશન
  • વિસ્તારમાં: એક્ટિવ દર્દીઓનો આંક 1741 પહોંચ્યો, નિયંત્રણો લાદવાની તાતી જરૂરીયાત

ગુજરાતમાં કોરોનાની ચોથી લહેરનો આરંભ થઇ ગયો હોય તેવી દહેશત વર્તાય રહી છે. ચાર મહિના બાદ રાજ્યમાં બૂધવારે કોરોનાના નવા 407 કેસ નોંધાયા છે. જો કે એકપણ દર્દીનું મોત નિપજ્યુ નથી. શહેરી વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન સતત વધી રહ્યું છે. 407 કેસમાંથી 336 કેસ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 207 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 1741 એક્ટિવ કેસ છે. જે પૈકી ચાર દર્દી વેન્ટીલેટર પર છે. ગુજરાતમાં ચાર મહિનાના લાંબા અંતરાલ બાદ ફરી કોરોનાના 400થી વધુ કેસ નોંધાયા છે. કોરોનાની ચોથી લહેર જાણે શરૂ થઇ ગઇ હોય તેવી દહેશતથી ગુજરાતની જનતા અને વહિવટી તંત્ર રિતસર ફફડી રહ્યું છે. બૂધવારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 207 કેસ, સુરત કોર્પોરેશનમાં 45 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 39 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 17 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 11 કેસ, ગાંધીનગર કોર્પોરેશનના 10 કેસ, જામનગર કોર્પોરેશનમાં 7 સહિત રાજ્યની આઠ પૈકી સાત કોર્પોરેશનમાં માત્ર 336 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત વલસાડમાં આઠ ભરૂચ જિલ્લામાં 7 કેસ, આણંદ અને ગાંધીનગરમાં 6-6 કેસ, સાંબરકાંઠામાં 5 કેસ, બનાસકાંઠામાં ચાર, કચ્છમાં ચાર, મહેસાણામાં ચાર, અમદાવાદમાં ત્રણ, રાજકોટ જિલ્લામાં 3, જામનગર જિલ્લામાં બે, નવસારીમાં બે કેસ, વડોદરામાં બે કેસ, અમરેલી, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે. રાજ્યમાં બૂધવારે 407 કેસ નોંધાયા છે. ગઇકાલે 190 દર્દીઓ કોરોનાને હરાવવા સફળ રહ્યા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 1741 પહોંચી ગયો છે. જે પૈકી ચાર દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે. જ્યારે 1737 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 12,15,806 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. 10946 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આવામાં ચોથી લહેરને ડામવા કેટલાક નિયંત્રણો લાદવાની તાતી જરૂરીયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.