Abtak Media Google News

ગરીબોને રેશનમાં ઘઉં આપવાના બહાને ખરીદી

ધ્રોલના ભાજપ પૂર્વ પ્રમુખની રાજયમંત્રીને રજૂઆત

જામનગર જિલ્લામાં મામલતદાર અને પુરવઠા અધિકારીના નામે ખેડૂતો સાથે લાખોની છેતરપિંડી કરતી ગેંગ સક્રિય બની હોય તેની સામે પગલા લેવા ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. રાજેન્દ્રસિંહ જાડેજાએ રાજયમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાને રજૂઆત કરી છે.

ડો. જાડેજાએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી જામનગર જિલ્લામાં ખેડૂતો સાથે છેતરપિંડી કરવા માટે એક ગેંગ સક્રિય થઇ છે. આ ગેંગ દ્વારા તાજેતરમાં હરેશભાઇ જેરામભાઇ ચભાડીયા (રહે. લતીપર) પાસેથી ૫૭૦ મણ ઘઉ લઇ ગયેલ અને ૫૦ હજાર રોકડા આપી ૨૦૬૫૦૦નો ચેક આપીને છેતરપિંડી કરવામાં આવી છે. આ ગેંગના સાગ્રીતો દ્વારા પોતે મામલતદાર છે અને રાશનની દુકાનોમાં ગરીબો માટ. ઘઉ આપવાના છે તેવુ કહેવામાં આવે છે. બાદમાં આ ખેડૂતને થોડી રકમ રોકડી આપી બીજા ચેક આપી દેવામાં આવે છે. ખેડૂત જો ચેકની ના પાડે તો પોતે સરકારી કર્મચારી હોય અને એક સિવાય વહીવટ નથી કરતા તેવું જણાવેલ છે. બાદમાં જયારે ચેક બેંકમાં નાખવામાં આવે છે. ત્યારે ચેક રિર્ટન થાય છે અને ચેક રિર્ટનની જો કોર્ટમાં ફરીયાદ કરવામાં આવે તો બેંકમાં લખાવેલ એડ્રેશ પરએ નામનું કોઇ વ્યકિત મળી આવતુ નથી અને કોર્ટની નોટિસ પરત આવે છે.

આવી જ રીતે છેતરપિંડી ઇટાળા ગામના વિપુલભાઇ દેવશીભાઇ મુંગરા સાથે પણ થઇ છે. આમ ધ્રોલ તાલુકાના બે ખેડૂતો સાથેની છેતરપીડી અમારા ધ્યાન પર આવી છે. પરંતુ આવી છેતરપિંડી જામનગર જિલ્લામાં ઘણા ખેડૂતો સાથે થાય છે.

આ ગેંગના સભ્યો અતુલ રાઠોડ મો. નં. ૭૬૯૮૮૩૧૩૭૧, સાગર મીયાવાડા મો. નં.૬૩૫૨૫૭૯૫૬૮ (રહે. રાજકોટ), આ તમામ આરોપીઓ દ્વારા નાના ખેડૂતોની પરસેવાની કમાણી સાથે છેતરપિંડી કરવામાં આવે છે. આ અગે ગુનો દાખલ કરી આવા લોકોને કડકમાં કડક સજા કરવા રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.