Abtak Media Google News

સીએબીના જોઈન્ટ સેક્રેટરી તરીકે ગાંગુલીના મોટાભાઈ સ્નેહ આશિષ ગાંગુલીની નિયુકિત

ઋષિ પરંપરાઓથી ગુરૂ ઋણ ચુકવવાની પ્રણાલી અનંતકાળથી ચાલી આવે છે. ઉદાહરણ સ્વરૂપે ગુરૂ પાસે શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓ વિદ્યા પૂર્ણ થયા બાદ ગુરૂઓને ગુરૂ દક્ષિણા સ્વરૂપે કંઈકને કઈક આપતા નજરે પડયા છે. આપણે સૌએ એકલવ્યની વાર્તા સાંભળેલી છે જેમાં ગુરૂ દક્ષિણા માટે શિષ્યએ પોતાનો અંગુઠો પણ કાપીને આપી દીધો હતો. આ તમામ વાતનો એક જ નિષ્કક્ષ નિકળે છે કે ગુરૂ ઋણ કોઈ દિવસ ચુકવી શકાતું નથી. કળયુગમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં હાલ બીસીસીઆઈનાં પ્રેસીડેન્ટ સૌરવ ગાંગુલીએ તેનું ગુરૂ ઋણ અદા કર્યું છે.

બંગાળ ક્રિકેટ એસોસીએશનમાં સૌરવ ગાંગુલીની ખાલી પડેલી જગ્યા માટે બિનહરીફ વરણી જગમોહન દાલમીયાનાં પુત્ર અવિષેક દાલમીયાની કરવામાં આવી છે. સાથો સાથ જોઈન્ટ સેક્રેટરીપદ પર સૌરવ ગાંગુલીનાં મોટા ભાઈ સ્નેહ આશિષ ગાંગુલીની પણ નિયુકિત કરાઈ છે. સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે એક સમયે સૌરવ ગાંગુલીનો હાથ કોઈ જ સ્વિકારવા અથવા તો તેનો હાથ પકડવા તૈયાર ન હતા પરંતુ તે સમય દરમિયાન બીસીસીઆઈનાં પ્રેસીડેન્ટ જગમોહન દાલમીયાએ તેનો હાથ પકડી ટીમનું સુકાની પદ સોંપ્યું હતું અને તેના પર ભરોસો મુકયો હતો ત્યારે આ ગુરૂ ઋણને ચુકવવા માટે ગુરૂદક્ષિણા ગાંગુલીએ કંઈક અલગ રીતે જ આપી છે જેમાં તેના ગુરૂનાં પુત્ર અવિષેક દાલમીયાને સીએબીનાં પ્રેસીડેન્ટ બનાવી ઋણ અદા કર્યું છે. આ તકે અવિષેક દાલમીયાની બિનહરીફ વરણી થતાની સાથે જ તેઓએ ચાર્જ સંભાળી ભાવુક થયા હતા. કારણકે તે જે જગ્યા પર બેઠેલા છે તે પહેલા ૧૯૯૨-૯૩થી ૨૦૦૬ સુધી તેમના પિતા જગમોહન દાલમીયાનો એક ચક્રિય શાસન જોવા મળ્યું હતું ત્યારે ફરીથી ૨૦૦૮-૦૯થી લઈ ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૫ સુધી તેને સીએબીનું પ્રમુખપદ જાળવી રાખ્યું હતું.

જયારે જોઈન્ટ સેક્રેટરી સ્નેહ આશિષ ગાંગુલી પણ ભાવુક થઈ જણાવ્યું હતું કે, તેઓએ તેમના રમત સમયનાં દિવસો યાદ આવી ગયા છે. નવી પેનલની રચના બાદ ક્રિકેટ એસોસીએશન ઓફ બંગાળ વુમન કલબ લીગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે જે દિશામાં હાલ પગલા લેવામાં આવી રહ્યા છે. આ તકે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નવી પેનલની રચના બાદ પ્લેયર અને સપોર્ટ સ્ટાફમાં કોડ ઓફ ક્ધડકટને પણ અમલી બનાવવામાં આવશે અને તેમનામાં ડિસીપ્લીન પણ રહે તે દિશામાં તેઓને માહિતગાર કરાશે. નવી પેનલની રચના થતાની સાથે જ અવિષેક દ્વારા મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમની પેનલ કે જેમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે સ્નેહ આશિષ, દેબ્રતાદાસ, ટ્રેઝરર દેવઆશિષ ગાંગુલી અને નરેશ ઓઝાનાં નેજા હેઠળ ક્રિકેટ એસોસીએશન ઓફ બંગાળને વધુ મજબુત બનાવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.