Abtak Media Google News

અશ્વિને બટલરને ‘માંકડેડ’ તરીકે આઉટ કરતા રાજસ્થાન જીતથી ૧૪ રન દૂર રહી ગયું

આઈપીએલ ૨૦૧૯ની જે ૧૨મી સીઝન શરૂ થઈ છે જે ખૂબજ રોમાંચકભરી રહી છે ત્યારે જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે જે મેચ રમાયો હતો તેમાં રાજસ્થાન જીતથી માત્ર ૧૪ રન જ દૂર રહી ગયું હતું. જેનું કારણ બટલરની વિકેટ પણ માનવામાં આવે છે. રવિ ચંદ્રન અશ્વિને જોશ બટલરને માંકડેડ રીતે આઉટ કરતા અશ્વિન વિવાદમાં સપડાયો હતો. કહી શકાય કે, ક્રિકેટ એ જેન્ટલમેન ગેમ છે ત્યારે આ પ્રકારની વિકેટ પાડવાથી જેન્ટલમેન ગેમને લાંછન લાગ્યું હોય તેવું પણ હાલ સામે આવી રહ્યું છે.

મેચ વિશે વાત કરવામાં આવે તો ૧૮૫ રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સને મેચ જીતવા ૪૩ બોલમાં ૭૭ રનની જરૂર હતી અને તેને ૯ વિકેટ હાથમાં હતી ત્યારે એ જોતા લાગી રહ્યું હતું કે, રાજસ્થાન રોયલ્સ કિંગ્સ ઈલેવન પંજાબ સામે જીતી જશે પરંતુ જોશ બટલર તે સમયે ૪૩ બોલમાં ૬૯ રને રમી રહ્યો હતો પરંતુ જેમ કહેવામાં આવે છે કે, ક્રિકેટ એ અનસ્ક્રીપ્ટેડ ડ્રામા જેવો ખેલ છે તેવી જ સ્થિતિનું નિર્માણ થયું. જેમાં અશ્વિને જોશ બયલરને માંકડેડ પધ્ધતિથી આઉટ કરી મેચનો રૂખ બદલી નાખ્યો હતો.

વાત કરવામાં આવે તો માંકડેડ પધ્ધતિ એટલે શું, આ પધ્ધતિમાં બોલર બોલ રીલીઝ કર્યા પહેલા જે બેટ્સમેન ક્રિઝની બહાર નીકળ્યો હોય તેને આઉટ કરવામાં આવતો હોય છે પરંતુ ક્રિકેટ રમતમાં આ પ્રકારે જયારે બોલર બેટ્સમેનને આઉટ કરે તે પહેલા તેને એક વખત ચેતવવામાં પણ આવે છે ત્યારે અશ્વિન દ્વારા એક પણ વાર જોશ બટલરને જણાવ્યું ન હતું જેને લઈ અશ્વિન વિવાદમાં પણ સપડાયો હતો. જોશ બટલરને વિકેટ પડતા જ રાજસ્થાનને ૬૨ રનમાં ૭ વિકેટ ગુમાવતા ૧૪ રને પરાજય થયું હતું.

ત્યારે અંજીકય રહાણેએ જણાવતા કહ્યું હતું કે, અમે આ કોન્ટ્રોવર્સી ઉપર કોઈપણ પ્રકારની કોમેન્ટ કરવા માંગતા નથી. મેચ રેફરી આ અંગે જે પણ નિર્ણય લેશે તે સ્પોર્ટસમેન સ્પીરીટ સાથે સ્વીકારવામાં આવશે. જયારે બીજી તરફ કિંગ્ન ઈલેવન પંજાબના કેપ્ટન અશ્વિને કહ્યું હતું કે, તે પણ આ અંગે કોઈપણ પ્રકારની ટીપ્પણી આપવા માંગતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.