Abtak Media Google News

જીયોનો નેટ પ્રોફિટ ર૦ ટકાથી વધીને ૬૧૨ કરોડ, પેટ્રોકેમિકલ્સમાં બમણી કમાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના થર્ડ કવોટરના નફાના પરિણામો જાહેર કર્યા હતા. પરિણામથી કહી શકાય કે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીનું લોગ ટર્મ વિઝન રંગ લાવ્યું કંપનીનો નેટ પ્રોફીટ ૧૮ ટકાથી વધીને ૯૪૫૯ કરોડ રૂપિયાએ પહોચી ગયો છે તો તેના પેટ્રોકેમીકલ્સના બિઝનસની આવક પણ બમણી થઇ છે. રિલાયન્સને શેર દીઠ ૧૬ રૂપિયાનો નફો થયો છે.

તો કંપનીનો કેસ પ્રોફીટ વધીને ૪૧.૨ ટકાથી ૧૫,૮૯૨ કરોડ રૂપિયાએ પહોચ્યો છે. કંપનીની આવક એપ્રિલ-જુનના ગાળામાં ૫૬.૫ ટકાથી ઉછળીને ૧,૪૧,૬૯૯ કરોડ રૂપિયા થઇ ગઇ હતી. નેટ પ્રોફીટ વધીને ૯૪૫૯ કરોડ રૂપિયા થઇ હતી ગલ્ફ આફ્રિકા પેટ્રોલિયમ કોર્પોરેશનમાં હિસ્સો વેચતા ૧૦૮૭ કરોડ રૂપિયાની આવક મેળવી હતી.

રિલાયન્સે જણાવ્યું કે પેટ્રોકેમીકલ્સ બીઝનસમાંથી તેણે કરવેરા પહેલાનો નફો ૯૪.૯ ટકા ઉછળીને ૭૬૫૭ કરોડ રૂપિયા થઇ ગયો હતો. અને તેના માર્જીન પણ સારા રહ્યા હતા. પેટ્રોકેમીકલ્સ બીઝનેસમાં આવક ૫૮.૨ ટકા વધીને ૪૦ કરોડ રૂ૫યા થઇ હતી જેમાં ૩પ ટકા સુધીન વોલ્યુમ થયું હતું. રિલાયન્સે વિશ્વરની કંપનીઓમાં ટોચની શ્રેણી મેળવી છે ભરપુર સ્પર્ધા હોવા છતાં રિલાયન્સ પેટ્રોકેમીકલ્સ અને ટેલીકોમ ઉઘોગમાં છવાયું છે.

જીયો લાવ્યું મોન્સુન હંગામાં એકસચેન્જ ઓફર

જીયો ફોન મોન્સુન હંગામાં ઓફર લાવ્યું છે જેમાં લોકો પોતાના જુન રજી/૩જી ફોનને રૂ ૫૦૧ દઇ જીયો ફોન સાથે એકસચેન્જ કરી શકશે. આ ઓફરમાં શર્ત એટલી છે કે ફોન ચાલુ હાલતમાં હોવો જરુરી છે. રૂ ૫૦૧ દઇને જીયોફોન મેળવવો હોય તો જીયો ડોટ કોમ વેબસાઇટ સર્ફ  કરો. જીયોફોન આમ પહેલા ૧૫૦૦ રૂપિયાની કિંમતનો રાખવામાં આવ્યો હતો તે હવે આ ઓફરથી પ૦૦ રૂપિયામાં મળશે વધુ ૫૯૪ નું રીચાર્જ કરાવવાથી અનલીમીટેડ ડેટા અને વોઇસ કોલ ૬ મહીના માટે મફત મળશે. ૫૦૦ રૂપિયાની જીયો રકમ સિકયોરીટીના ભાગરુપે લેવાઇ રહી છે જે ૩ વર્ષ બાદ ગ્રાહકોને પરત મળશે. ૧લી જાન્યુઆરી ૨૦૧૫ બાદ ખરીદેલા ફોન એકસચેન્જ માટે માન્ય રહેશે. પ૦૧ રૂપિયામાં જીયો ફોન લેનારા ગ્રાહકોને સીમ કાર્ડ પણ સાથે જ મળશે ગ્રાહકો તેના નંબરોને બદલાવ્યા વગર પોતાનું કનેકશન ચેન્જ કરાવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.