Abtak Media Google News

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પોતાના ગ્રાહકો માટે પૈસાની લેવડ-દેવડ સાથે જોડાયેલી IMPS સર્વિસને એક ઓગસ્ટથી બિલકુલ મફત કરવા જઈ રહી છે. શું હોય છે IMPS? ઈમીડિએટ પેમેન્ટ સર્વિસિસનું ટૂંકું નામ IMPS છે. IMPS મોબાઇલ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવાનો મોડ છે. આ મોડનો ઉપયોગ કરી એકાઉન્ટ હોલ્ડર મોબાઇલથી પોતાના મિત્ર કે સંબંધીઓને ફંડ ટ્રાન્સફર કરી શકે છે. આ સુવિધા એનપીસીઆઈ દ્વારા કરવામાં આવે છે.

Advertisement

એસબીઆઈ ત્યારબાદ NEFT અને RTGSના ચાર્જ પણ ખતમ કરવાની તૈયારીમાં છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ઓનલાઇન ટ્રાન્જેક્શન જેમકે NEFT, RTGS, IMPSના ચાર્જ દૂર કર્યા બાદ SBI પણ પોતાના ગ્રાહકો માટે તેને ફ્રી કરવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે ઓનલાઇન બેન્કિંગમાં ફંડ ટ્રાન્સફરના ત્રણ વિકલ્પ NEFT, RTGS, IMPS મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.