ઉના નજીક ટ્રક પાછળ કાર અથડાતા આગ ભભૂકી: ચાલકનું મોત

death
death

સાણંદના યુવકે કાર ખરીદી કરી મિત્રો સાથે યાત્રા પૂર્ણ કરે તે પહેલા અનંતની યાત્રા પકડી

ઉના-કેસરીયા નેશનલ હાઇવે રોડ ઉપર નાથળ-કેસરીયા ગામ પાસે ઉના તરફ આવતી કાર નંબર જીજે-01-કે.એફ.0236 આગળ જતા ટ્રકના પાછળના ભાગે ભટકાતા ચાલકે મોટર કારનો સ્ટેયરીંગ ઉપરથી કાબૂ ગુમાવેલો કારમાં અચાનક આગ લાગતા કારમાં બેઠેલ સાણંદના હસુરામ કરશનદાસ સાધુ (ઉ.વ.53) પ્રહલાદભાઇ મોહનભાઇ સેખવા (ઉ.વ.50) દરવાજો તોડી બહાર નીકળી ગયા હતા. જ્યારે ચાલક દિનેશભાઇ સતાભાઇ સેખવા (ઉ.વ.40) પગ દાઝી જતાં બહાર કાઢી અને ઉના સરકારી હોસ્પિટલે ખસેડતાં ડોક્ટરે દિનેશભાઇને મૃત જાહેર કરેલ હતાં. જ્યારે હસુરામભાઇ, પ્રહલાદભાઇને માથામાં ઇજા પહોંચી હતી.

આ અંગે ઉના પોલીસમાં હસુરામભાઇએ ચાલક દિનેશભાઇ પૂરઝડપે બેદરકારીથી મોટર ચલાતી આગળ જતા ટ્રકનાં પાછળના ભાગે ભટકાવી અકસ્માત કરી પોતાનું મોત નીપજાવી અન્ય બેને ઇજા કરીની ફરીયાદ ઉના પોલીસમાં નોંધાતી હતી. આ લોકો મોટરકાર ખરીદી હર્ષદ, દ્વારકા તથા સોમનાથ દર્શન કરી. બગદાણા, સાળંગપુર જતા હતાં ત્યારે આ બનાવ બન્યાનું પોલીસમાં જણાવેલ છે.