અન્ડર ગ્રેજયુએટ તેમજ ગ્રેજયુએટ ઉમેદવારો માટે રેલવેમાં ૩૫૨૭૭ વેકેન્સીની તકો: આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ

પરિવહનનું સૌથી મોટુ માધ્યમ અને સૌથી વધુ રોજગારી આપતુ ક્ષેત્ર એટલે ઈન્ડિયન રેલવે માટે રેલવેમાં સરકારી નોકરી મેળવવાના વાંચ્છુકો માટે રેલવેએ ખુશખબર સમાન જાહેરાત કરી છે. કેન્દ્ર રોજગારી નોટિસ અંતર્ગત રેલવેએ નોન ટેકનીકલ પોપ્યુલર કેટેગરીમાં ગ્રેજયુએટ તેમજ અન્ડર ગ્રેજ્યુએટ પોસ્ટ માટે વેકેન્સી જાહેર કરી છે.

રેલવેમાં હાલ જાહેર કરાયેલી ભરતી ૩૫૨૭૭ જગ્યાઓ ખાલી હોવાનું જાહેર કર્યું છે. જેની નોંધણી આજથી ઓનલાઈન શ‚ થઈ રહી છે. જેમાં અન્ડર ગ્રેજયુએટ પોસ્ટમાં જુનીયર કલાર્ક કમ ટાઈપીસ્ટ, એકાઉન્ટ કલાર્ક તેમજ ટાઈપીસ્ટ, જુનીયર ટાઈમ કીપર, ટ્રેન કલાર્ક, કોમર્શીયલ તેમજ ટીકીટ કલાર્ક અને ગ્રેજયુએટ લેવલ માટે ટ્રાફિક આસીસ્ટન્ટ, માલ સામાન અધિકારી, કોમર્શીયલ તેમજ ટીકીટ કલાર્ક, સીનીયર કલાર્ક તેમજ ટાઈપીસ્ટ, જુનીયર એકાઉન્ટન્ટ, સીનીયર ટાઈમ કીપર, સ્ટેશન માસ્તર જેવી કુલ ૩૫૨૭૭ જેટલી નોકરીની તકો રેલવેમાં રહેલી છે.

જેમાં એપલાય કરવા માટે આજની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા રેલવેની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવી છે.ભારતીય રેલવેના રેલવે રીક્રુટમેન્ટ બોર્ડની વેબસાઈટ ઉપરથી આજથી શરૂ થનાર ઓનલાઈન ભરતીના ફોર્મ ૩૧મી માર્ચ સુધી ભરી શકાશે.

જેના ફોર્મ માટે ઓનલાઈન નેટ બેન્કિંગ, ક્રેડીટ કાર્ડ, ડેબીટકાર્ડ અને યુપીઆઈ પીનનો ઉપયોગ થઈ શકશે. આ પરીક્ષામાં પ્રથમ ચરણ કમ્પ્યુટર બેઈઝ પરીક્ષા રહેશે જે જૂનથી લઈ સપ્ટેમ્બરની આસપાસ રહેવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, એસસી/એસટી/ઓબીસીમાં આવતા ઉમેદવારો જેના પરિવારની વાર્ષિક આવક ૮ લાખથી ઓછી હોય તેને ઈડબલ્યુએસ યોજના અંતર્ગત રિઝર્વેશનના અધિનિયમનો લાભ મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.