Abtak Media Google News

વહેલી સવારે મુરલી ગુડબાય ટેન્શન ઉત્સવ ઉજવાયો: તનાવ મુકત થવા કામ-ક્રોધ-ઈષ્યા અને વ્યસન જેવા અવગુણોને યજ્ઞકુંડની અગ્નિમાં સ્વાહા કરતા શહેરીજનો

21મી સદીમાં ભૌતિક સુખોની પાછળ દોડતું મનુષ્ય જીવન ધન- વૈભવતો વધારી રહ્યા છે.પરંતુ સાથે ચિંતા ઉદાસી, નકારાત્મક વિચાર પર જીવનમાં વધી રહ્યા છે. ત્યારે જીવનમાં સાચા અર્થમાં પરમશાંતિનો અનુભવ થાય અને સકારાત્મક વિચારો થકી જીવન આનંદમય બને તે હેતુ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વવિદ્યાલય દ્વારા રાજકોટમાં શાસ્ત્રીય મેદાન ખાતે નવ દિવસીય અલવિદા તનાવ કાર્યક્રમમાં આજે છેલ્લા દિવસે સવારે અલવિદા તનાવ: મુરલી ગુડબાય ટેન્શન ઉત્સવ ઉજવાયો હતો.

Advertisement

Screenshot 13 9  આ તકે અમદાવાદથી બ્રહ્માકુમારી દામિની બહેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે આજે રાત્રે સાંસ્કૃતિક સંધ્યા ખુશીઓ ભરી શામ પ્રભુ કે નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો રાજકોટના શહેરીજનો લ્હાવો લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.ત્યારે ગઈકાલે રાત્રે અલવિદા તણાવના આઠમા દિવસે વિશ્ર્વનાટકનું રહસ્ય મહાવિજય ઉત્સવ ઉજવાયો હતો. જેમાં કામ – ક્રોધ – લોભ – મોહ અને અહંકાર જેવા અવગુણો કારણે આજે મનુષ્ય એકબીજાથી ત્રસ્ત છે.

આ સંસારમાં આપણા જીવનનું લક્ષ્ય શું છે તે અંગે બ્રહ્માકુમારી પૂનમબેન દ્વારા અલવિદા તનાવ કાર્યક્રમના આઠમાં દિવસે “વિશ્વ નાટકનું રહસ્ય સમજાવ્યું હતુ.સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એમ ચાર યુગથી બનેલ સૃષ્ટિચક્ર વિશે જ્ઞાન આપતા બ્રહ્માકુમારી પૂનમ બેને જણાવ્યું હતું કે, આજે દરેક માનવી કળિયુગી દુનિયાના વિકારોથી ત્રસ્ત છે. તન, મન, ઘન અને સંબંધોની સમસ્યાઓથી પીડિત છે. પાપાચારની દુનિયામાં લોકો ચિંતાની ચિતા ઉપર બેઠા છે ત્યારે સમય આવી ગયો છે કે ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરીને આપણી જીવનયાત્રા દેવી દેવતા બનવા તરફ લઈ જવાની છે.

Screenshot 14 5

ભારતને સતયુગ અને ફરીથી સોને કી ચીડિયા બનાવવા માટે પરમપિતા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને સ્વની સાથે વિશ્વની ઉન્નતિ કરવા નિમિત્ત બનવાનું છે.જીવનમાં તનાવથી મુક્ત થવા માટે રોજ ઈશ્વરના સાંનિધ્યની અનુભૂતિ કરવી જરૂરી છે. તેથી મુલ્યભર્યું જીવન જીવવા બ્રહ્માકુમારી સંસ્થાના સેવા કેન્દ્ર ઉપર આવીને ઉંડાણપૂર્વક ઈશ્વરીય જ્ઞાન સમજવા માટે બી.કે. પૂનમબેને શહેરીજનોને વિનંતી કરી હતી.

મારા જીવનનો આ એક નવો વળાંક : ડો. પી.આર.જૈન

અબતક સાથેની વાતચીતમાં ડોક્ટર પી આર જૈન જણાવે છે કે હું છેલ્લા નવ દિવસથી નિયમિત અહીં આવું છું અને બ્રહ્માકુમારીઝ દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમ મને ખૂબ ગમ્યો તથા એક પ્રકારે આ મારા જીવનનો આ એક નવો વળાંક છે અને હું હવેથી હંમેશા એક પ્રયાસ કરીશ કે મારી આત્માને સમજુ તથા પરમાત્મા સાથે જોડાઈ શકું જેથી ક્રોધ,માયા,લોભ અને તનાવ બધું મારાથી દૂર રહી શકે તથા બ્રહ્માકુમારીઝ ની સર્વે દીદીઓને મારી શુભેચ્છા પાઠવું છું અને આ જ પ્રકારના અલવિદા તનાવ જેવા કાર્યક્રમો કરતા રહે અને લોકોમાં જાગૃતિ લાવતા રહે એવી કામના કરું છું.

આ પ્રકારની શિબિર આજના તણાવભર્યા જીવનમાં ખૂબ જરૂરી : ડો.પુનિત થોરિયા

ડોક્ટર પુનિત થોરીયા અબતકને જણાવે છે કે આજે મને બ્રહ્માકુમારીઝની આ શિબિરમાં ઉપસ્થિત રહેવાની તક મળી છે,આ પ્રકારની શિબિર આજના તણાવભર્યા જીવનમાં ખૂબ જરૂરી હોય છે તથા ઉપયોગી સાબિત થતી હોય છે અને ઘણી દવાઓ લેવા છતાં પણ બીમારીઓમાં રાહત થતી નથી ત્યારે આ પ્રકારની શિબિર માનસિક,શારીરિક અને આર્થિક રીતે લાભદાયી છે જેથી આવી શિબિરમાં આપણે હાજર રહેવું જ જોઈએ.

પોતાની આત્મા માટે પણ સમય કાઢવો જરૂરી : કેતન ખપેડે

અબતક સાથેની વાતચીતમાં રાજકોટ જિલ્લાના રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર કેતન ખપેડે જણાવ્યું હતું કે, આજના શિબિરમાં આપણી આત્મા તથા આપણી આત્મા સાથે આપણે કઈ પ્રકારે જોડાઈએ એ બાબતે ઘણું જાણવા મળ્યું તથા જીવન બાબતે,રોજબરોજની કામગીરીઓ આપણે કરતા હોઈએ છીએ,કેવા પડકારોનો સામનો કરતા હોઈએ છીએ તે બાબતે જાણવા મળ્યું પરંતુ ઘણી વખત પોતાના માટે પણ સમય કાઢવા માટે આપણે અસમર્થ હોઈએ છીએ આજે ખાસ એ જાણવા મળ્યું કે પોતાની આત્મા માટે પણ સમય કાઢવો જરૂરી છે જેથી જીવનમાં તણાવ,ક્રોધ,મોહમાયા વગેરેથી દૂર રહી શકો તથા આગળ વધી શકો.

બ્રહ્માકુમારીઝના તમામ કાર્યક્રમમાં મનને શાંતિ મળે છે : ગાયાત્રીબા વાઘેલા

ગાયત્રીબા વાઘેલા અબતકને જણાવે છે કે,રાજકોટના આંગણે અલવિદા તનાવ નામે આ ખૂબ સુંદર આયોજન થયું છે તે અંતર્ગત મેં આજે મને આજે અહીં આવવાની તક મળી છે તથા બ્રહ્માકુમારીના જેટલા પણ કાર્યક્રમ થાય છે તેમાં મનની શાંતિ હંમેશા થતી હોય છે તથા આજે જે આપણા જીવનમાં આપણે કેટલો તણાવ અનુભવતા હોય છે અને તેને દૂર કરવાના તેમાંથી બહાર આવવાના ઉપાયો દીદી દ્વારા કહેવામાં આવ્યા છે તેનો ઉપયોગ કરીને તનાવ મુક્ત જીવન જીવવું જોઈએ તથા જે પ્રકારે ઋષિમુનિઓ ધ્યાન- તપ કરતા તેનું થોડો અંશ પણ આપણે અનુસરીએ અને તેને જીવનમાં ઉતારીએ તો આપણે ચોક્કસથી તણાવ મુક્ત જીવન જીવી શકીશું આ ખૂબ સુંદર આયોજન માટે બ્રહ્માકુમારીઝની તમામ દીદીઓને શુભેચ્છા પાઠવું છું તથા મને અહીં આમંત્રિત કરવા માટે એમનો આભાર વ્યક્ત કરું છું

મનની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે સૌથી સારો રસ્તો ધ્યાન : ડો.રાજેશ પટેલ

ડોક્ટર રાજેશ પટેલ અબતક ને જણાવે છે કે, છેલ્લા 25 વર્ષથી હોમિયોપેથિક ક્ધસલ્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું અમારી વિદ્યાશાખામાં મનોદૈવિક ને સમજીને જ દર્દીઓનું ઈલાજ થતો હોય છે એ જ  સમજણ છેલ્લા નવ દિવસની આ બાબત પર શિબિરમાં વધારે સારો ખ્યાલ આવ્યો.દરેક વ્યક્તિ આ સમજી અને અપનાવે અને આત્માના સ્વરૂપની જાગૃતિ લાવે તો મનની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે સૌથી સારો રસ્તો મળે છે અને તો જ મનુષ્ય સારું અને સ્વસ્થ જીવન જીવી શકે છે તણાવ મુક્ત જીવન જીવી શકે છે તે માટેની એક ચાવી છે કે સતત આત્મા સ્વરૂપની મનમાં જાગૃતિ રાખવી અને મનને વશમાં રાખવું મન ઉપરની જીત મળે તથા આત્મા સ્વરૂપનું જ્ઞાન મળે જે સૌથી મોટું શસ્ત્ર છે જીવન માટેનું.

મન મારું કહે છે કે હંમેશા આત્મા બનીને જ હવે જીવવું છે : ડો.જીતેન્દ્ર પટેલ

અબતક સાથેની ખાસ વાતચીતમાં ડોક્ટર જીતેન્દ્ર પટેલ જણાવે છે કે,છેલ્લા નવ દિવસથી અહીં શિબિરમાં દરરોજ હાજર રહું છું તથા ખાસ આજે આત્મા બનીને જીવવાનો શું ફાયદો થાય તેનું એક ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને અનુભવ થયો. મન મારું કહે છે કે હંમેશા આત્મા બનીને જ હવે જીવવું છે તથા દીદી દ્વારા છેલ્લા નવ દિવસ આપવામાં આવેલ જ્ઞાન ને મારા જીવનમાં અનુસરી અને તળાવ મુક્ત જીવન જીવીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.