Abtak Media Google News

હિમાલય, લેહ-લદાખ, કેન્યા અને ન્યૂઝીલેન્ડ સહિતના સ્થળોની દુર્ગમ વિસ્તારોમાં કાર રેલીમાં અવ્વલ રહ્યા’તા

ભારતના સૌ પ્રથમ કાર રેલી વિજેતા ભરતભાઇ દવેની ચિરવિદાયથી શોકનું મોજુ ફેલાયું છે. તેઓ ૭૮ વર્ષના હતા. અચાનક ટ્રુંકી બિમારીથી અવસાન થતા સમગ્ર ઝાલાવડ પંથકમાં ધેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. ભરતભાઇ યુવાનોનેને પણ શરમાવે તેવી તાજગી અને ઉમંગથી લોકસેવાના કાર્યોમાં તત્પર રહ્યા હતા.

Img 20201005 Wa0021

સ્વર્ગસ્થના પુણ્યાત્માને ચિર શાંતિ અર્પે તેમજ સ્નેહી મિત્રો સહિત પરીવારજનો પર આવી પડેલ આફતને સહન કરવાની શકિત અર્પે તેવી પરમેશ્ર્વરને પ્રાર્થન પુત્રો ચિંતનભાઇ તથા નિમિતભાઇને લોકો દ્વારા મો. નં. ૯૦૯૯૯ ૩૩૫૦૫ તથા ૯૮૭૯૩ ૦૭૮૮૧ પર શ્રઘ્ધાંજલી પાઠવવામાં આવી છે.

Img 20201005 Wa0025

ભરતભાઈની સંક્ષિપ્ત જીવન ઝરમર

  • ૧૯૮૫ થી ૧૯૯૦ સુધી સતત છ વખત સુધી હિમાલયન કાર રેલી ભારતમાં સૌ પ્રથમ રહ્યા.
  • ૧૯૮૯, ૧૯૯૨, અને ૨૦૦૪ માં સફારી રેલી કેન્યામાં વિજેતા બન્યા.
  • ૧૯૯૩માં દુનિયાની સૌ દુસ્કર એવી  ન્યુઝીલેન્ડ સ્પર્ધાત્મક રેલીમાં વિજેતા બન્યા.
  • ૨૦૧૦માં રમત-ગમત વિભાગ ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય પારિતોષિક એવોર્ડ વિજેતા.
  • ૨૦૧૬,૧૭ અને ૧૮માં રેઇડડે હિમાલય લેહ-લડાખ અત્યંત સાહસિક રેલીમાં વિજેતા બન્યા.
  • છેલ્લે ડ્રાઇવિંગ રેકોર્ડ તારીખ: ૭-૭-૨૦૧૯ થી તારીખ:૪-૮-૨૦૧૯ દરમિયાન ભારતના ૨૯ રાજ્યોમાં ફક્ત ૨૯ દિવસમાં ૧૬૫૦૦ કિલોમીટર જાતે ડ્રાઇવિંગ કરી યાત્રા પૂર્ણ કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.