Abtak Media Google News

Truecaller એપ્લિકેશન ભારતમાં ખૂબ પ્રખ્યાત છે. ગૂગલ પણ આવી એપ લોંચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની ફોન બાય ગૂગલ એપ્લિકેશન લોન્ચ કરશે.

ફોન બાય ગૂગલ એપમાં કંપની ઘણા ફેરફાર કરશે. આ એપમાં કોલર આઈડી જેવા ફીચર્સ આપવામાં આવશે. Truecallerની સૌથી મોટી અને અગત્યની સુવિધા કોલર આઈડી છે. જેના કારણે તે એકદમ લોકપ્રિય છે.

Screenshot 4 13

તાજેતરમાં યુટ્યુબ પર એક જાહેરાત જોવા મળી છે, જેના પછી સમાચાર આવ્યા છે કે ગૂગલ truecallerની જેમ એક એપ લાવી રહ્યું છે.

Screenshot 5 11

ગૂગલની આ એપ્લિકેશનમાં કોલર આઈડી સુવિધા આપવામાં આવશે જેથી વપરાશકર્તાઓ જાણી શકશે કે કોણ કોલ કરે છે. Truecallerની જેમ તે કોલરનું નામ અને અન્ય વિગતો બતાવશે. કંપનીએ તેના વિશે હજી સુધી કોઈ અધિકારી જણાવ્યું નથી. ગૂગલ પ્લે સ્ટોરમાં ફોન બાય ગૂગલમાં કોઈ ફેરફાર કરવમાં આવ્યા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.