Abtak Media Google News

કોણ કહે છે નોટબંધી બંધી બની છે

એનઆરઆઇને ૩૦ જુન સુધી નોટ બદલવાની છુટનો લાભ લેવા અનેક શખ્સો વિદેશમાં મોકલી રહ્યાં છે કુરીયર: કસ્ટમ વિભાગ સતર્ક

કેન્દ્ર સરકારે રૂ. ૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો રાતોરાત બંધ કરી દેતા લોકોમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. કાળા નાણાં રાખનાર કૌભાંડીઓ પરેશાન થયા હતા. તેમણે નોટો બદલવા નવા નવા તુકકા લગાવ્યા હતા. હાલ માત્ર એનઆરાઇ તા.૩૦ જુન સૃધી જુની નોટ બદલી શકતા હોવાથી હવે આ નિયમોમાં રહેલી ખામીઓ જાણી કુરીયર દ્વારા નોટ બદલવાના ગોરખ ધંધા ચાલી રહ્યા છે. આ મામલે કસ્ટમ વિભાગે પોસ્ટ ઓફીસ અને કુરીયર કંપનીઓને સાવધ રહેવાની સુચના આપી છે.

કેટલાક લોકો જુની નોટોને વિદેશમાં વસતા પોતાના કુટુંબીજનો અથવા મીત્રોને કુરીયર દ્વારા મોકલી રહ્યા છે. જેથી આ નોટો તા.૩૦મી જુન સુધીમાં બદલાઇ જાય. વિગતો મુજબ પંજાબ અને ગુજરાત સહીતના દેશના કેટલાક રાજયોમાંથી કુરીયરની મદદથી પુસ્તકો જમા હતા. પરંતુ સ્કેનીંગ દરમીયાન પુસ્તકો સાથે બીજુ કંઇક પણ દેખાયું હતું. જેથી તપાસ કરતા જાણકારી મળી હતી કે તેમાં રૂ. ૧૦૦૦ અને ૫૦૦ ની જુની નોટ હતી. કસ્ટમ વિભાગે આ મામલે કેસ દાખલ કર્યો છે.

સરકારે આઠ નવેમ્બરના રોજ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. સરકારે તેના સ્થાને રૂ. ૫૦૦ અને ૨૦૦૦ ની ચલણી નોટો અમલમાં મુકી હતી. સરકારે સામાન્ય લોકોને જુની નોટો બદલવા તા.૩૦મી ડીસેમ્બર સુધીનો સમય આપ્યો હતો. પરંતુ વિદેશમાં વસતા ભારતીયો માટે આ મુદત  તા.૩૦મી જુની સુધીની છે. આ સમય સુધી એનઆરઆઇ મુંબઇ, દિલ્હી, ચેન્નઇ, કલકતા અને નાગપુરની રિઝર્વ બેંકના કાઉન્ટર પર નોટ બદલાવી શકશે. ઘણા સામાન્ય લોકો કે કાળા નાણા ધારકો પાસે હજુજુની નોટો બાકી હોય તેઓ એનઆરઆઇ મીત્રોની મદદ દ્વારા કુરીયર સહીતના ગતકડાની નોટો બદલવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ મામલે કસ્ટમ વિભાગ સતર્ક છે. અને વિદેશ જઇ રહેલા કુરીયરો ઉપર નજર રાખી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.