Abtak Media Google News

દવા ઉદ્યોગને સરકારનો બૂસ્ટરડોઝ

સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે આ મહામારીની કોઈ ચોક્કસ દવા નહીં હોવાી આ રોગ વધુ જાનહાની સર્જનાર બન્યો હતો. જે બાદ એન્ટી મેલેરિયલ દવા હાઇડ્રોક્સીક્લોરોકવિન કોરોના વાયરસમાં અસરકારક સાબિત ઈ શકે તે બાબત સામે આવી હતી. જે બાદ ફાર્મા ઉદ્યોગો ખૂબ ઝડપે આ દવાનું ઉત્પાદન વધારી રહ્યા હતા પરંતુ વર્લ્ડ હેલ્ ઓર્ગેનાઇઝેશન એ દવા કોરોના સામે અસરકારક ની તેવું કહી દવા પર પ્રતિબંધ લાદ્યો હતો. તે બાદ ફરી એકવાર વર્લ્ડ હેલ્ ઓર્ગેનાઇઝેશનએ સ્વીકાર્યું હતું કે આ દવા અસરકારક સાબિત ઈ શકે તેમ છે જે બાદ ફરીવાર આ દવાનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

કેન્દ્ર સરકારે  બુધવારે હાઈડ્રોક્સિક્લોરોક્વિનના નિકાસ પર પ્રતિબંધ હટાવવાની મંજૂરી આપી હતી. હાઇડ્રોક્સીક્લોરોકવિન એન્ટી મેલેરિયલ દવા છે કે જે તેના પ્રોફીલેકટિક ગુણધર્મને કારણે કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે ઉપયોગી છે.

ધ ફાર્માસ્યુટિકલ્સ ડિપાર્ટમેન્ટે હાઇડ્રોક્સીક્લોરોક્વિન એપીઆઈના નિકાસ પરના પ્રતિબંધને દૂર કરવા તેમજ ફોર્મ્યુલેશનને મંજૂરી આપી દીધી છે.  સેઝ અને ઈઓયુ એકમો સિવાયના ઉત્પાદકોએ સનિક બજારમાં ૨૦% ઉત્પાદન આપવું પડશે.  આ સંદર્ભે ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ઔપચારિક જાહેરનામું બહાર પાડવાનું કહેવામાં આવ્યું છે.  આ નિર્ણયની માહિતી રસાયણ અને ખાતર પ્રધાન સદાનંદ ગૌડાએ બુધવારે ટ્વીટ કરીને આપી છે.

ભારત સરકારે કોવિડ સામેના નિવારણ માટે પસંદગીની કેટેગરીમાં પ્રોફીલેક્સસ તરીકે હાઇડ્રોક્સીક્લોરોકવિનના  ઉપયોગને મંજૂરી આપ્યા બાદ  સરકાર દ્વારા એપ્રિલ માસમાં દવાની નિકાસ અને તેની નિર્માણ પદ્ધતિની લેવડ દેવડ  પર પ્રતિબંધ મૂક્યો હતો. જે બાદ ફાર્મા ઉદ્યોગોએ તેમનું મનતવ્ય આપતા જણાવ્યું હતું કે નિકાસ પર પ્રતિબંધ લાદવાી ક્ષેત્રને નુકસાની ઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જો નિકાસ પરી પ્રતિબંધ હટાવી લેવામાં આવે તો વેપાર કરવામાં સરળતા રહેશે જે બાદ હાઇડ્રોક્સીક્લોરોકવિનની નિકાશ પરી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે જેના પરિણામે હાલ ફાર્મા ઉદ્યોગમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.