Abtak Media Google News

ઘઉં માટે સ્ટોક લિમિટની મર્યાદા માર્ચ 2024 જયારે કઠોળ માટે 31 ઓક્ટોબર 2023 નિર્ધારિત કરાઈ

છેલ્લા 15 વર્ષમાં પ્રથમ વખત સરકારે સોમવારે ઘઉંના વધતા ભાવને રોકવા માટે માર્ચ 2024 સુધી તાત્કાલિક અસરથી ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી છે. સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત સૌ પ્રથમ તબક્કામાં સેન્ટ્રલ પૂલમાંથી જથ્થાબંધ ગ્રાહકો અને વેપારીઓને 1.5 મિલિયન ટન ઘઉં વેચવાનું પણ નક્કી કર્યું છે. ખાદ્ય બાબત સચિવ સંજીવ ચોપરાએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં ઘઉંના ભાવમાં ઘણો વધારો થયો છે. મંડી લેવલે કિંમતોમાં આશરે આઠ ટકાનો વધારો થયો છે. જોકે જથ્થાબંધ અને છૂટક ભાવમાં આટલો વધારો થયો નથી. અલબચત સરકારે ઘઉં પર સ્ટોક લિમિટ લાદી છે.

આ ‘સ્ટોક લિમિટ’ 31 માર્ચ, 2024 સુધી વેપારીઓ, જથ્થાબંધ વેપારી, છૂટક વિક્રેતાઓ, મોટા રિટેલ ચેઇન વિક્રેતાઓ અને પ્રોસેસર્સ પર લાદવામાં આવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી ઘઉંના કાળાબજાર પર અંકુશ લગાવવામાં મદદ મળશે, આ પગલાથી ભાવ ઘટાડવામાં મદદ મળશે. ઘઉં પરની આયાત ડ્યૂટી ઘટાડવા અંગે સચિવે જણાવ્યું હતું કે દેશમાં પૂરતા પુરવઠો હોવાથી નીતિમાં ફેરફાર કરવાની કોઈ યોજના નથી.

ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ પણ યથાવત રહેશે. તેમણે કહ્યું, “દેશમાં ઘઉંનો પૂરતો સ્ટોક છે. અમે આયાત કરવાનું વિચારી રહ્યા નથી કારણ કે દેશમાં ઘઉંની કોઈ અછત નથી.ઘઉં સિવાય સરકારે ચોખા શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે અને તેનું પ્રમાણ પછીથી નક્કી કરવામાં આવશે. અધિકારીએ એમ પણ કહ્યું કે ખાંડની વધુ નિકાસને મંજૂરી આપવાની કોઈ દરખાસ્ત નથી.એવીજ રીતે કઠોળ માટે સ્ટોક લિમિટ 31 ઓક્ટોબર 2023 નિર્ધારિત કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.