Abtak Media Google News

ચાલુ વર્ષે સૌથી વધુ ૨૯.૧૯ કરોડ ટન અનાજનું ઉત્પાદન

ચાલુ વર્ષે સારા વરસાદથી દેશના અનાજ ભંડારો છલકાઈ ગયા છે. દેશમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ ૨૯.૧૯ કરોડ ટન અનાજ ઉત્પાદન થયું છે. નવા નાણાકિય વર્ષમાં દેશમાં ૨૯.૮૩ કરોડનું ઉત્પન્ન થવાનો અંદાજ છે. દેશમાં આગામી જુનથી સપ્ટેમ્બર સુધી ચોમાસુ સારું રહેવાના હવામાન ખાતાએ અણસાર આપ્યા છે. ખરીફ પાક માટે વાવણીનો પ્રારંભ થાય એ પૂર્વે રાષ્ટ્રીય કક્ષાની વિડીયો કોન્ફરન્સમાં ખેતીવાડી કમિશનરે એસ.કે.મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, સરકારે લોકડાઉન વચ્ચે ખેતીવાડીના કામ માટે ખેડુતોને છુટછાટ આપી છે. જોકે ખેડુતોએ શ્રમિકોને પોતાના કાર્ય દરમિયાન માસ્ક પહેરવાનું રહેશે અને સામાજીક અંતર પણ જાળવવાનું રહેશે.  તેમણે વધુમાં જણાવ્યું કે, દેશના કેટલાક ભાગોમાં ખરીફ પાકના વાવેતરની કામગીરી ચાલુ થઈ ગઈ છે. કૃષિ મંત્રાલયે ૨૦૨૦-૨૧ના વર્ષ માટે કુલ ૨૯૮૩ કરોડ ટન અનાજ ઉત્પાદનની ધારણા રાખે છે. જેમાં ઉનાળુ પાક ૧૪.૯૯ કરોડ ટન અને શિયાળુ પાક ૧૪.૮૪ કરોડ ટનનો અંદાજ છે. દેશમાં ચાલુ વર્ષે ચોખાનું ઉત્પાદન ૧૧.૭૪ કરોડ ટન થયું હતું હવે નવા વર્ષમાં ૧૧.૭૫ કરોડ ટન ઉત્પાદન થવાનો લક્ષ્યાંક રખાયો છે. નવા વર્ષમાં દેશમાં ઘઉનું ઉત્પાદન ગત વર્ષ જેટલું જ એટલે ૧૦.૬૪ કરોડ ટન ઉત્પાદન થવાનો લક્ષ્યાંક રખાયો છે. જયારે અનાજનું ઉત્પાદન ૪.૫૨ કરોડ ટન થયું હતું તે નવા વર્ષમાં ૪.૮૭ કરોડ ટન ઉત્પાદન થવાનો લક્ષ્યાંક રખાયો છે.  દેશમાં દાળનું ઉત્પાદન ૨.૩૦ કરોડ ટન હતું તે હવે વધારીને નવા વર્ષમાં ૨.૫૬ કરોડ ટન કરાયું છે.  તેલીબીયા ચાલુ વર્ષમાં ૩.૪૧ કરોડ ટન ઉત્પાદનથી વધારી નવા વર્ષમાં ૩.૬૬ કરોડ ટનનું કરાયું છે. દેશમાં કપાસની ૧૭૦ કિલો ગ્રામની ૩.૪૮ કરોડ ગાંસડીનું ઉત્પાદન થયું હતું તે સામે હવે ૩.૬૦ કરોડ ગાંસડીના ઉત્પાદનનું લક્ષ્ય રખાયું છે. શેરડીનું ઉત્પાદન ૩૫.૩૮ કરોડ ટનનો અંદાજ છે. એ સાથે નવા વર્ષે ૩૯.૦ કરોડ ટન કરવાનો લક્ષ્યાંક નકકી કરાયો છે. દેશનો ખેતીનો ૫૦ ટકા વિસ્તાર વરસાદ પર જ રાખેલ છે અને તે દેશના કૃષિ અને અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.