Abtak Media Google News

દ્વારકાથી દીવ સુધીના દરિયાકાંઠાને વાવાઝોડુ ધમરોળશે: વાવાઝોડાના પગલે ૧૦૦થી ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

વાવાઝોડુ હાલ વેરાવળથી ૫૦૦ કિ.મી.ના અંતરે: સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ ઉપર

ગુજરાત ઉપર ‘મહા’ વાવાઝોડારૂપી સંકટ તોળાઈ રહ્યું છે. આ વાવાઝોડુ બુધવારે મધરાત્રે દ્વારકાી દીવ વચ્ચેના દરિયાકાંઠે ટકરાવાનું છે. આ વાવાઝોડાના પગલે ૧૦૦થી ૧૨૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાનો છે. હાલ વાવાઝોડુ વેરાવળી ૫૦૦ કિ.મી.ના અંતરે પહોંચ્યું છે. વાવાઝોડાને લઈ હાલ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં તંત્રએ એલર્ટ મોડ પર આવીને પ્રિવેન્શનની તૈયારી હા ધરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલુ ‘મહા’ વાવાઝોડુ હાલ વેરાવળથી ૫૦૦ કિ.મી. દૂર છે. આ વાવાઝોડુ આગામી તા.૬ને બુધવારના રોજ મધરાત્રે ગુજરાત પર ત્રાટકવાનું છે. જો કે, તા.૭ સુધીમાં આ વાવાઝોડાની અસર ધીમે ધીમે નહીંવત થઈ જવાની છે. વાવાઝોડુ પહેલા કોડીનાર તરફના દરિયાકાંઠેથી પ્રવેશ કરવાનું હતું પરંતુ વાવાઝોડાએ યુ-ટર્ન મારીને દિશા બદલી નાખી છે. હવે આ વાવાઝોડુ દ્વારકાી દીવ વચ્ચેના દરિયાકાંઠે ટકરાવાનું છે. જો કે ગઈકાલે આ વાવાઝોડુ દક્ષિર ગુજરાતની બારોબારી જ ફંટાઈ જાય અને નબળુ પડી જાય તેવા સંકેતો જોવા મળ્યા હતા પરંતુ રવિવારે અરબી સમુદ્રમાં સર્જાયેલ આ વાવાઝોડુ વધુ મજબુત બન્યું છે.

છેલ્લા બે દિવસથી હવામાન વિભાગે જાહેર કર્યા મુજબ વાવાઝોડાને લઈ દરિયાકાંઠે સઘન પેટ્રોલીંગ સહિતની વ્યવસ ગોઠવવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા કલેકટરોને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાના આદેશો આપ્યા છે જેના પગલે દરેક જિલ્લા કલેકટરોએ સનિક અધિકારીઓ સો સંકલનમાં રહી જરૂરી તમામ વ્યવસઓ ગોઠવી દીધી છે. હાલ રાજ્યમાં એનડીઆરએફની ટીમ પણ એલર્ટ મોડ પર છે અને અનેક સ્ળે એસડીઆરએફની ટીમોને પણ તૈનાત રાખી દેવામાં આવી છે.  ‘મહા’ વાવાઝોડાના કારણે ૧૦૦થી ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ વાવાઝોડાનું જોખમ આગામી તા.૮ સુધી રાજ્ય પર રહેવાનું છે.

બુધ અને ગુરૂ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ‘મહા’ વાવાઝોડાની અસરના પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બુધવાર અને ગુરૂવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તા.૬ને  બુધવારે અમદાવાદ, આણંદ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, દમણ દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમના અને દીવ તેમજ તા.૭ને ગુરૂવારના રોજ ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જાહેર કર્યું છે.

૮મી પહેલા પરિક્રમાનો રૂટ શરૂ નહીં કરવા કલેકટરનો આદેશ

જૂનાગઢમાં દર વર્ષે કારતક સુદ અગીયારસથી પરંપરાગત પરિક્રમા શરૂ થાય છે. જો કે આ પરિક્રમાનો રૂટ અગીયારસના બેથી ત્રણ દિવસ પૂર્વે જ શરૂ કરી દેવામાં આવતો હોય છે. ઘણા પરિક્રર્માીઓ ત્યારી જ પરિક્રમા શરૂ કરી દેતા હોય છે. આગામી ૮મીએ અગીયારસ હોય. દર વર્ષની જેમ આ વરસે પણ તા.૫ કે ૬ના રોજી પરિક્રમાનો રૂટ શરૂ કરી દેવામાં આવનાર હતો પરંતુ ૮મી સુધી ‘મહા’ વાવાઝોડાની સંભવત અસરને ધ્યાને લઈને પરિક્રમાનો રૂટ તા.૮થી જ શરૂ કરવા જૂનાગઢના જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીએ આદેશ ર્ક્યો છે. તેઓએ અપીલ કરી છે કે, વાવાઝોડાની સંભવિત અસરના કારણે વરસાદ પડવાની શકયતા હોય. આગોતરી પરિક્રમા કરવા માટે કોઈ ભાવિકો ન આવે. ૮મીએ રાત્રીથી જ પરિક્રમા શરૂ થવાની છે. આ પૂર્વે કોઈપણ સંજોગોમાં જંગલના દ્વાર ખોલવામાં આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.