Abtak Media Google News

પ્રથમ 10 ઓવરમાં જ મુંબઈ ઇન્ડિયન્સના ચાર ધુરંધર બેટ્સમેનો પવેલિયન પરત ફર્યા હતા

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં અમદાવાદ ખાતે  ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાયો હતો. જેમાં ગુજરાત ટાઇટન સે મુંબઈના જાંબાઝોને બાંધી રાખી 55 રને મત આપી હતી. મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ટોચ સ્થિતિ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ગુજરાત ટાઇટન્સની ટીમને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું શરૂઆતમાં મુંબઈની ટીમ પોતાનું પોત-કૃષ્ટ પ્રદર્શન દાખવ્યું હતું ત્યારબાદ ગુજરાતના સાવજોએ મેચ ઉપર પકડ જમાવી હતી અને 200 થી વધુ રનનો લક્ષ્યાંક મુંબઈને આપ્યો હતો.

પહેલા બેટિંગ કરતા હાર્દિક પંડ્યાની ટીમે 6 વિકેટે 207 રન બનાવ્યા હતા. જીત માટે 208 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 9 વિકેટે 152 રન બનાવી શકી હતી. આ હાર બાદ કેપ્ટન રોહિત શર્મા ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો. તેણે કહ્યું કે, અમે અમારી બોલિંગ પર નિયંત્રણ રાખી શક્યા નહીં અને અંતે વધુ રન આપ્યા. આઇપીએલ 2023માં મુંબઈની ટીમ સતત બીજી વખત 2 મેચ હારી છે. ગુજરાતના બોલરોની ચુસ્ત બોલિંગના કારણે મુંબઈના જાબાજ બેટ્સમેનો લક્ષ્યાંકનો પીછો કરવામાં ઉણા ઉતર્યા હતા.

આઈપીએલમાં ગુજરાતે પહેલીવાર મુંબઈને હરાવ્યું હતું. ગત સીઝનમાં બંને ટીમ વચ્ચે થયેલી એકમાત્ર ટક્કરમાં મુંબઈને પાંચ રનથી જીત મળી હતી. ગુજરાત ટાઈટન્સે 6 વિકેટ પર 207 રન બનાવ્યા હતા. આ તેનો આઈપીએલમાં અત્યારસુધીમાં સૌથી મોટો સ્કોર હતો. મેચ ખતમ થયા બાદ રોહિત સાથી ખેલાડીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં બેટ્સમેનોની સાથો સાથ બોલરો અને ફીલ્ડરોએ પણ પોતાનું સારું પ્રદર્શન આપ્યું ન હતું અને પરિણામે મેચ મુંબઈના હાથમાંથી સરકી ગયો હતો જે અંગે મુંબઈ ઇન્ડિયન્સના સુકાની રોહિત શર્માએ નારાજગી વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.