Abtak Media Google News

વિવિધ પરીક્ષામાં વારંવાર પૂછાય ગયેલ મુખ્ય પંક્તિઓ ભાગ-2

– ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશ. : કવિ ન્હાનાલાલ

– જનનીના જોડ સખી નહીં જડે રે લોલ. : દામોદર બોટાદકર

– જય જય ગુર્જર ભૂમિ, જય હે ગુણિયલ હે અમિયલ ગુર્જર ભુમિ. : નટવરલાલ પંડ્યા

– છે ગરીબોના કુબામાં તેલનું ટીપુંય દોહ્યલુ, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે ! : કરસનદાસ માણેક

– શિયાળો શૂળે ગયો, ઉનાળો ધૂળે વહ્યો. : અરદેશર ખબરદાર

– ભેળા મરશું ભેળા જન્મશું તારે મો કરશું માળાજી…. : દુલા ભાયા કાગ

– જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત : કવિ નર્મદ

– કીડી બિચારી કીડલી રે, કીડીના લગનીયાં લેવાય, પંખી પારેવડાંને નોતર્યા, કીડીને આપ્યા સન્માન,  હાલોને કીડીબાઇની જાનમાં.   : ભોજા ભગત

– એક મૂરખને એવી ટેવ, પથ્ર એટલા પૂજે દેવ. : અખો

– ઝેર પીધાં છે જાણી જાણી મેવાડાં રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી. : મીરાંબાઇ

– એક જ દે ચિનગારી, મહાનલ ! એક જ દે ચિનગારી. : હરિહર ભટ્ટ

– આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઇ બંગલો કોણે રે બનાવ્યો ? : દાસી જીવણ

– ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. : પુનીત મહારાજ

– ઉત્તર તરફની દિશા એટલે પ્રગતિની દિશા. : ફાધર વાલેસ

– અરે ! પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગે તો ન માંગે દોડતું આવે ન વિશ્ર્વાસે કદી રહેજે. : બાલાશંકર કંથારિયા

– વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે : નરસિંહ મહેતા

– વાહ રે માનવી તારુ હૈયું, એકપા લોહીના કોગળાને બીજેપા પ્રીતના ઘૂટડાં. : પન્નાલાલ પટેલ

– અ હિન્દ ! દેવભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારા. : મણિશંકર રતનજી ભટ્ટ

– ગુજરાતને કોઇ સીમાડા નથી, ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે. : કનૈયાલાલ મનુશી

– મને આ જોઇને હસવું હજારો વાર આવે છે,  પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. : હરજી લવજી દામાણી

– મા પાવા તે ગઢી ઉતર્યા , મા કાળી રે,  મા એ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢ વાળી રે. : વલ્લભ ભટ્ટ મેવાડો

– અડાબીડ આ અંધારાનુ ઉગ્યું જંગલ. : ચિનુ મોદી

– ભુખ્યાંજનોની જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે. : ઉમાશંકર જોશી

– ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ. : મકરંદ દવે

– સફળતાં જિંદગીની હસ્તરેખામાં ની હોતી,   ચણાયેલી ઇમારત એના નકશામાં ની હોતી. : બરકત વિરાણી ‘બેફામ’

– જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરી મહોલાત. : અરદેશર ખબરદાર

– આ શ્ર્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,   મારા ઘરે પધારો ગંજીપાની રાણી : ચિનુ મોદી

– કોઇ મોરપીંછાને મુંગુ કરી દો, હવે મુજી એકે ન સચવાય ટહુકો. : મનોજ ખંડેરિયા

-કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. : નાથાલાલ દવે

– રામ કહો રહમાન કહો કોઉ, મહાદેવ રી, પારસના કહો, કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી. : આનંદધન

– રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગમાં રંગતાળી હે….. મા ગબ્બરના ગોખવાળી રે, રંગમાં રંગતાળી. : વલ્લભ ભટ્ટ મેવાડો

– ગુજારો જે શિરે તારે જગતનો નાશ તે સહે જે. : બાલાશંકર  કંથારિયા

– વાણી ગુજરાતી રુડી, રાણી જાણી આ જ, હું વજીર તેનો બની, કરું તેનું શુભ કા.  : દલપતરામ

– કબૂતરોનું ઘુઘુઘુ, ચકલા-ઉંદર ચૂંચૂંચૂં, આ માનવ બોલે હું હું હું : મીન પિયાસી

– વ્યક્તિ મટી બનું હું વિશ્ર્વ માનવી. : ઉમાશંકર જોશી

– અષાઢી સાંજ અંબર ગાજે, અંબર ગાજે ! મેઘાડંબર ગાજે ! : ઝવેરચંદ મેઘાણી

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.