Abtak Media Google News

 

દરેક દીકરીને કરીયાવરમાં 200થી વધુ વસ્તુ તેમજ કુંવરબાઈનું મામેરૂ રૂ.10,000 અને સાત ફેરા સમુહ લગ્નના રૂ.10,000 ભેટ અપાશે

 

એક સાથે ત્રણ જગ્યાએ મહા રકતદાન શિબિર યોજાશે

અબતક,રાજકોટ

ગૂર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી તા.14-02-2022  વિશ્વકર્મા જયંતીની ઉજવણી સાથે 23 (ત્રેવીસ) નવ દંપતીઓના સમુહલગ્ન સાથો સાથ જુદા જુદા ત્રણ સ્થળોએ મહારકતદાન શિબિરનું  આયોજન કરવામાં આવેલ છે.સૃષ્ટિરચયિતા ભગવાન  વિશ્ર્વકર્માદાદસાની  જન્મ જયંતિનો ઉત્સવ વર્ષોથી ઉજવાઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં વિશ્વકર્માં પ્રભુજી માર્ગ દિવાનપરા મેઈન રોડ પર આવેલ આશરે 107 વર્ષ જુના (વિશ્વકમાર્ં પ્રભૂજીના મંદિરમાં વિશ્વકર્મા જયંતી મહાસુદ – 13 ને સોમવાર તા . 14-02-2022માં રોજ જન્મ જયંતનો ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં વહેલી સવારે 6-00 કલાકે ધ્વજા રોહણ કાર્યક્રમ સવારના 6.30 કલાકે મહાઆરતી સાથે પૂજનવિધિ અને સવારના 6-00 કલાકે ભાતૃભાવ પ્રેરક જ્ઞાતિ મિલન કાર્યક્રમ તેમજ બપોરના 12:15 કલાકે ભગવાન  વિશ્વકર્માજીના  થાળ પ્રસાદ સાથે રાજભોગ આરતી કરવામાં આવશે.

સાથોસાથ મહારકતદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવેલ છે. આ મહારકતદાન શિબિર જુદા જુદા ત્રણ સ્થળે યોજવામાં આવેલ છે . જેમાં  વિશ્વકર્મા મંદિર  અને  વિશ્વકમાર્ં કેળવણી મંડળ  ખાતે સવારે 8 થી સાંજના 7 કલાક સુધી તેમજ  ગુર્જર સુતાર પ્રગતિ મંડળ ખાતે સવારે 8 થી બપી 2 કલાક સુધી યોજામાં આવેલ છે. આ શિબિરમાં દરેક રક્તદાતાઓને મિલ્ટન કંપનીની એક લિટરની કીટલી ભેટ આપવામાં આવશે. જ્ઞાતિ સંસ્થા દ્વારા જ્ઞાતિજનોને અપીલ કરવામાં આવેલ છે કે, સૌ સાથે મળી મહામુલી માનવ જિંદગી માટે આપણા એક રક્તદાનથી ત્રણ માનવ જીંદગી બચાવવા બંહોળી સંખ્યામાં રક્તદાન કરીએ અને કરાવીએ.

આજનાં આ મહામારીના સમયમાં કોવિડ -19 ની સરકારની ગાઈડ લાઈનના પાલન સાથે સમૂહલગ્નનું સુંદર આયોજન   ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા 23 દીકરીઓના સમુહ લગ્ન રાજકોટ શહેરના જુદા જુદા સ્થળોએ યોજાશે જેમાં પ્રથમ  રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળનાં ત્રણેય વિભાગમાં અલગ અલગ જગ્યાએ સવારના 8.00 વાગ્યાથી બોરના 1-30 વાગ્યા સુધી 9 દીકરીઓ ના લગ્ન યોજાશે ત્યાર બાદ આજ અને 9 દીકરીઓના લગ્ન બપોર 2-30 કલાકથી સાંજના 7.00 વાગ્યા સુધી યોજવામાં આવેલ છે.  અને  ગુર્જર સૂતાર પ્રગતિ મંડળ રાજકોટનાં બંને વિભાગમાં થઈને 5 દીકરીઓના લગ્ન સવારના 8 થી બપોરના 2  દરમિયાન  રાખવામાં આવેલા છે. દરેક લ્નમાં બંને પક્ષના મર્યાદિત મહેમાનો હાજરરહેશે. આ સમુહ લગ્નોત્સવ ફકત આમંત્રીતો માટે જ  યોજવામાં આ વેલ છે દર વર્ષે યોજાતો લગ્નોત્સવ રેસકોર્ષ મેદાનમાં રાખવામાં આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી  કોવીડ 19ની મહામારીના કારણે  મર્યાદિત  સંખ્યામાં  આયોજન થતું હોય તમામ જ્ઞાતિજનોને લગ્નોત્સવ તથા સમુહ ભોજનમાં આમંત્રીત કરી શકેલ નથી જેની સર્વે જ્ઞાતિજનોએ નોંધ લેવા વિનંતી છે.

આ તમામ  દીકરીઓને આશરે 1 લાખથી વધુ કિંફમતનો  કરીયાવર જેમાં સોનાની બુટી,  ચાંદીના  સાંકળા ચાંદીનો ચુડો ચાંદીની ગાય, ચાંદનિો તુલસી કયારો જેમાં 195 થી વધુ નંગ ક્ધયાઓના વાલીઓને રૂબરૂ બોલાવી તા.09-02-2022 ને બુધવારના રોજ આપી દેવામાં આવેલ છે. ઉપરાંત  ગુર્જર સુતાર જ્ઞાતિ  તરફથી દરેક ક્ધયાઓનેે રોકડ ચાદલો આપવામાં આવશે. આ ઉપરાંત દરેક દીકરીને સંસ્થા દ્વારા સરકારમાંથી કુંવરબાઈનું મામેરું રૂ.10,000 / – અને સાત ફેરા સમૂહ લગ્નના રૂ.10,000, બંને થઇને કુલ રૂ.20000 અપાવવામાં આવશે.

આ મહામારીના સમયમાંં પણ કોવીડની સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીને સમુહલગ્નનુંં સુંદર આયોજન કરવા  ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ રસિકભાઈ બદ્રક્રિયાની આગેવાની હેઠળ સમગ્ર કારોબારીના સભ્યો , ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. આ યોજાયેલ સમુહ લગ્નનું જીવંત પ્રસારણ ચેનલ દ્વારા કરવામાં આવશે. તેમજ  જયંત ગુજ્જર અને તેની ટીમના સુરીલૂાસંગીત સાથે લગ્નગીતોનું પણ આયોજન કરવામાં આવેલ છે.

ગુર્જર સુતાર જ્ઞાતિની 23 ક્ધયૌઓના સમૂહલગ્નો આશિર્વચન પાઠવવા દિગમ્બર ગગનગિરિ બાપુ લાડુખાડા ગીરનારી આશ્રમ મહુવા ભાવનગરથી ખાસ ઉપસ્થિત રહેશે . મુખ્ય મહેમાન  જયકુમાર મનોહરભાઈ તલસાણિયા, હિતેશકુમાર મનોહરભાઈ તલસાણીયા  અતિથિ વિશેષ મહેન્દ્રભાઈ તલસાણીયા, અતિથિ વિશેષ  મહેન્દ્રભાઈ ત્રિભુવનભાઈ પંચાસરા, મુકેશભાઈ ત્રિભુવનભાઈ પંચાસરા, ચંદ્રકાંતભાઈ વાલજીભાઈ કરગથરા, અમુભાઈ ભારદીયા, પરિવાર, રવિકુમાર ભારદીયા, દિનેશભાઈ શાંતીલાલ પંચાસરા, વિજયભાઈ શાંતિલાલ પંચાસરા તેમજ ખાસ આમંત્રીત   મહેમાન ડો. મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,  અરવિંદભાઈ રૈયાણી,  ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડો. દર્શિતાબેન શાહ, ડો. ધનસુખભાઈ ભંડેરી, કમલેશ મીરાણી,  પુષ્પરભાઈ પટેલ, ઉદયભાઈ કાનગડ, દિલીપભાઈ પટેલ, સુરેન્દ્રસિંહ વાળા,  અતુલભાઈ પંડિત, વિનુભાઈ ધવા, ઉપસ્થિત રહેશે.

આ માટેની તમામ પૂર્વ તૈયારી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટનાં પ્રમુખ  રસિકભાઈ ડી બદ્રકીયાના માર્ગદર્શન હેઠળ  કાન્તીભાઈ પી . તલસાણીયા ( ઉપપ્રમુખ) ,  પ્રદિપભાઇ કે . કરગથરા (મંત્રીશ્રી) ,  અરવિંદભાઈ બી . ત્રેટીયા (ખજાનચી) , ી ગોરધનભાઈ પી . ચાપાનેરા (સહમંત્રી ) , તેમજ અધ્યક્ષ મુકેશભાઇ આર . વડગામા , ઉપાધ્યક્ષ જગદીશભાઈ સોંડાગર , ટ્રસ્ટી  દિનેશભાઇ એના ખંભાયતા ,  વિનયભાઈ એમ . તલસાણીયા , મુકેશભાઇ કે . ભાડેશિયા તથા કારોબારી સભ્યો  હર્ષદભાઈ આર . બકરાણીયા ,  કિશોરભાઈ એમ . અંબાસણા ,  દિલીપભાઈ બી . પંચાસરા , શાંતિલાલ ડી . સાંકડેચા , મીતેશભાઇ એસ . ધ્રાગધારિયા ,  હરિભાઈ કે . સીનરોજા ,  જનકભાઈ એન . વડગામા ,  કિશોરભાઇ આર . બોરણીયા ,  કેતનભાઈ એમ . મહિધરિયા ,  ઘનશ્યામભાઈ જે દૂદકીયા અને જ્ઞાતિનાં કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે

અબતકની મુલાકાતમાં પ્રમુખ રસીકભાઈ ડી.બદૂકીયા જણાવ્યું હતુ કે તમામ ગુર્જર સુતાર જ્ઞાતિ વિશ્ર્વકર્મા જયંતીની શુભકામના પાઠવી છે.

.શ્રી ગુર્જર  સુતારજ્ઞાતી રાજકોટના  પ્રમુખ રસીકભાઈ બદ્રકીયા અને સૌ કાર્યકર્તાઓ રાતદિવસ  જોયા વિના છેલ્લા ત્રણેક માસથી અથાગ જહેમત ઉઠાવી  રહ્યા છે. સાથે સાથે જ્ઞાતિજનો ભગવાન  વિશ્ર્વકર્માજી જન્મજયંતિ મહોત્સવના  વિવિધ કાર્યક્રમોનાં આયોજન માટે  પોતાનો તન,મન,ધન અને સમયથી સહયોગ આપી રહ્યા છે. ટ્રસ્ટીગણ તેમજ તમામ કારોબારી સભ્યોની ટીમ ઉપરાંત રાજકોટ શહેરની ગુર્જર સુતાર જ્ઞાતીની વિવિધ સહયોગી સંસ્થાઓ જેવી કે રાજકોટ વિશ્ર્વકર્મા કેળવણી મંડળ, ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, ગુર્જર સુતાર ક્ધયા છાત્રાલય, વિશ્ર્વકર્મા સંકટ નિવારણ અને વિધા પ્રચારક મંડળ, ગુર્જર ઈન્ડ. સર્વીસીઝ કો.ઓ.સો.લી. વિરાટ ઔદ્યોગિક સેવા સ.મ.  વિશ્ર્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ, વિશ્ર્વકર્મા ધુન મંડળ ભાઈઓ તથા બહેનો વિશ્ર્વકર્મા આરતી મંહળ ગજર, સર્વીસ ગ્રુપ  ગજજર   સખી વૃંદ  તથા પ્રિયદર્શિની ગ્રુપ વગેરેના  હોદેદારો અને કાર્યકર્તાઓ સમગ્ર  તૈયારીઓમાં સહયોગ આપી રહ્યા છે. કાર્યક્રમ સંચાલનમાં નીતનિભાઈ આર. બદ્રકીયા સેવા આપનાર છે.

‘અબતક’ ચેનલ અને ડિજિટલ માધ્યમ પર લાઇવ ટેલિકાસ્ટ

ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્ર્વકર્મા જયંતિની ઉજવણી સાથે નવદંપતિઓના સમૂહલગ્ન ‘અબતક’ ચેનલ પર લાઇવ નિહાળી શકશો.

જીવંત પ્રસારણ જોવા માટે…

 ‘અબતક’નું જીવંત પ્રસારણ ઇન કેબલ નં. 561

ડેન નંબર 567

સેવન સ્ટાર (મુંબઇ) 97

રીયલ જીટીપીએલ 350

ફેસબુક અને યુટયુબ પર પણ જીવંત પ્રસારણ જોઇ શકાશે

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.