Abtak Media Google News

હમદર્દ-રીલાયન્સના સંયુકત સહાસમાં 100થી 150 કરોડનું કરાશે રોકાણ

ભારતની જાણીતી હમદર્દ બ્રાન્ડ મધ મસાલા તેલ ચંકસ અને ડેરી પ્રોડકસન ઉત્પાદન અને રેન્જ વધારા રિલાયન્સ સાથષ હાથ મિલાવી ફૂડ માર્કેટ સર કરવા કવાયત હાથ ધરી છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ  ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મોડલ ઇકોનોમિક ટાઉનશીપ લિમિટેડ (મેટ સિટી) હરિયાણાના ગુરુગ્રામ નજીક વિશ્વ કક્ષાનું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી વિકસાવી રહી છે. વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે હમદર્દ ગ્રૂપ સાથે નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે.

હમદર્દ તેના હમદર્દ ફૂડ પાર્ક ક્લસ્ટર (એચએફપીસી)ને મેટ સિટી ખાતે આશરે 10 એકર જમીન પર તેની કેટલીક મુખ્ય ફૂડ કેટેગરીઓનું ઉત્પાદન કરવા માટે વિચારી રહી છે. તેઓ તેની ઉત્પાદન સુવિધાઓના પ્રથમ તબક્કાના વિકાસમાં આશરે રૂ. 100થી 150 કરોડનું રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છે.

આ પ્રોજેક્ટમાં

  1. મધ પ્રોસેસિંગ પ્લાન્ટ અને સમાન ઉત્પાદનોની ઉત્પાદન સુવિધાઓ2. હમદર્દ ખાલિસ મસાલાની બ્રાન્ડ હેઠળ વિવિધ પ્રકારના શુદ્ધ, સંપૂર્ણ અને મિશ્રિત મસાલા માટે મસાલા ઉત્પાદનનો પ્લાન્ટ.3. મસ્ટર્ડ ઓઈલ, ઓલિવ ઓઈલ, રાઇસ બ્રાન ઓઈલ અને સોયા ઓઈલ વગેરે જેવા ખાદ્યતેલ પ્રોસેસિંગ અને ફિલિંગ ફેસિલિટી.
  2. વર્મીસેલી, સોયા ચન્ક્સ જેવા ઉત્પાદનો માટે એક્સટ્રુડેડ પ્રોડક્ટ પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી.5. ડેરી ડ્રિન્ક્સ, સ્ટિલ જ્યુસ, કાર્બોનેટેડ ડ્રિન્ક્સ જેવા ઉત્પાદનોના ફિલિંગ અને પેકિંગ.

હમદર્દ ફૂડ્સના સીઇઓ  હમીદ અહેમદે જણાવ્યું કે, ગ્રાહકને વિશ્વસ્તરીય ઉત્પાદનો આપવા માટે વિશ્વસ્તરીય ઉત્પાદન તકનીકો લાવવાથી વૃદ્ધિ થાય છે. આ વિચારને ધ્યાનમાં રાખીને હમદર્દ ફૂડ્સે આગામી એકથી બે વર્ષમાં તેની ઉત્પાદન સુવિધાઓ વિકસાવવા માટે રિલાયન્સ મેટ સિટી, ઝજ્જર, હરિયાણાની પસંદગી કરી છે કારણ કે તે એનસીઆરની અંદર રહેવા માટે માત્ર એક ખૂબ જ સારું સ્થાન જ નહીં પરંતુ વિશ્વ કક્ષાનું ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું સ્થળ પણ છે.”મેટ સિટીના સીઇઓ અને ડબ્લ્યૂટીડી  એસવી. ગોયલે જણાવ્યું કે, અમે ભારતની આઇકોનિક બ્રાન્ડ્સમાંની એક હમદર્દ ગ્રૂપને મેટ સિટીના એક હિસ્સા તરીકે સ્વીકરતાં ખૂબ જ આનંદ અનુભવીએ છીએ.

મેટ સિટી પ્રોજેક્ટ માત્ર સૌથી ઝડપથી વિકસતા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીમાંની એક નથી પણ વૈશ્વિક કંપનીઓ માટેનું સરનામું પણ છે. તેના પ્લગ-એન-પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સાત દેશોની કંપનીઓ સાથે મેટ સિટી આજે વિવિધ ક્ષેત્રોની અનેક કંપનીઓને આકર્ષવામાં અગ્રણી બિઝનેસ સિટી તરીકે પ્રસ્થાપિત પણ થયું છે. મેટ સિટી 9000 કરોડથી વધુ રોકાણ સાથે ટકાઉ વિકાસ પૂરો પાડનારો પહેલો પ્રોજેક્ટ છે. આજે તેની પાસે 1903 એકર માટેના લાઇસન્સ છે અને 25,000થી વધુ લોકો પહેલેથી જ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે. હમદર્દ ગ્રૂપ રિલાયન્સ મેટ સિટીની વૈશ્વિક બ્રાન્ડ લિસ્ટમાં વધુ એક બ્રાન્ડ તરીકે ઉમેરાયું છે અને વર્લ્ડ ક્લાસ ક્ધઝ્યુમર પ્રોડક્ટ બ્રાન્ડ માટે વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ સુસંગત બની રહ્યા છે.

મેટ સિટીના બિઝનેસ ડેવલપમેન્ટ હેડ   વૈભવ મિત્તલે જણાવ્યું કે, ભારતમાં રોકાણ માટે ગ્લોબલ ડેસ્ટિનેશન બનવાની તેની સફરમાં મેટ સિટી માટે હમદર્દ ગ્રૂપ બળ પૂરું પાડનાર બનશે. 400થી વધુ ગ્રાહકો સાથે મેટ સિટી માત્ર સ્થાપિત મોટી કંપનીઓ માટે જ નહીં પરંતુ નાની અને મધ્યમ કદની કંપનીઓ માટે પણ પ્લેટફોર્મ બનવાના માર્ગે છે. આ પ્રોજેક્ટમાં હમદર્દ ગ્રૂપ વિશ્વસ્તરીય ઉત્પાદનોનું જ માત્ર ઉત્પાદન નહીં કરે પરંતુ મેટ સિટીમાં વૈશ્વિક ઉત્પાદનની શ્રેષ્ઠ પ્રેક્ટિસ લાવશે તેમજ વેન્ડર ડેવલપમેન્ટ અને રોજગાર સર્જન દ્વારા વધુ રોકાણો મેળવવામાં મદદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.