PUBG લવર માટે ખુશ ખબર, થોડા સમયમાં થશે ભારતમાં લોન્ચ

PUBG રમતા ભારતીયો માટે સારા સમાચાર છે. કંપનીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નવું પોસ્ટર બહાર પાડ્યું છે, જે સૂચવે છે કે આ રમત બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા હેઠળ દેશમાં લોન્ચ કરવામાં આવશે.

આ સાથે PUBG મોબાઈલ ઈન્ડિયાએ તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક ટીઝર પોસ્ટ કર્યું, તેમાં આ ગેમની વાપસી અંગેની માહિતી આપે છે, પણ ક્યારે લોન્ચ થશે તે બાબતે હજી સુધી કોઈ માહિતી આવી નથી.
PUBG મોબાઇલ ઈન્ડિયાનું ફેસબુક હેન્ડલ અને યુટ્યુબ ચેનલનું પોસ્ટર હવે બદલીને બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા કરવામાં આવ્યું છે.


PUBG મોબાઇલ ઈન્ડિયાને ફરીથી પ્રારંભ કરવા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે કંપની દ્વારા ગેમનું નામ પણ બદલવા આવી શકે છે. ડિસેમ્બર 2020માં, ક્રાફ્ટએ મોબાઇલ ઇન્ડિયા બેનર હેઠળ PUBG ભારતમાં રિલોન્ચ કરવાની માહિતી વેબસાઇટ દ્વારા આપી હતી.


PUBG ભારતમાં બેન્ડ થવા પાછળનું કારણ ?

કોરોના મહામારીના કારણે ભારતે ચીની વસ્તુઓનો બહિષ્કાર કર્યો હતો. આ સાથે ચીની ઘણી બધી વસ્તુઓના વેચાણ અને ખરીદી બંધ થઈ ગઈ હતી. તેના પછી સરકારે અંદાજિત 200 ચીની એપ્લિકેશન પર પાબંદી લગાવી હતી, જેમાં PUBG પણ સમાવેશ હતી.