Abtak Media Google News

પવન કલ્યાણ અને બોબી દેઓલની ફિલ્મ ‘હરિ હર વીરા મલ્લુ પાર્ટ-1’નું ટીઝર 2 મે, ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું છે. લગભગ દોઢ મિનિટના ટીઝરમાં, જ્યારે બોબી દેઓલનો ભયંકર અવતાર ડરાવે છે, પવન કલ્યાણ પીડિતોના મસીહાની ભૂમિકામાં સ્ટાઇલિશ દેખાઈ રહ્યો છે.

Advertisement

સાઉથનો સુપરસ્ટાર પવન કલ્યાણ એક્ટરમાંથી લીડર બન્યો છે. એક તરફ તેમની પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે, તો બીજી તરફ ચૂંટણીના ધમાસાણ વચ્ચે તેમની નવી ફિલ્મ ‘હરિ હર વીરા મલ્લુ પાર્ટ-1’નું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. . લગભગ દોઢ મિનિટના આ ટ્રેલરમાં, જ્યાં આપણે મુઘલ બાદશાહ બનેલા બોબી દેઓલની વિકરાળ ઝલક જોઈ શકીએ છીએ, ત્યાં પવન કલ્યાણ સામાન્ય લોકો માટે મસીહા તરીકે લડતો જોવા મળે છે. ટીઝરને જોઈને એવું પણ લાગે છે કે તેણે ફિલ્મ માટે એક સ્ક્રિપ્ટ પસંદ કરી છે જે તેની રાજકીય આકાક્ષાઓને અનુરૂપ છે. પવન કલ્યાણ ‘હરિ હર વીરા મલ્લુ પાર્ટ 1- તલવાર વર્સીસ સ્પિરિટ’માં તલવારની ધાર પર એક્શન કરતો જોવા મળે છે.

ટીઝરમાં જ્યારે પવન કલ્યાણ અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે, ત્યારે બોબી દેઓલ ફરી એકવાર વિલનની ભૂમિકામાં છે. ટીઝરના એક સીનમાં તે રૂમમાં ફરતો જોવા મળે છે, જે જોઇને ‘આશ્રમ’ના બાબા નિરાલાના યાદ આવી જાઈ છે. ટીઝરમાં હૈદરાબાદ દર્શાવવામાં આવ્યું છે, જ્યાં અત્યાચારો શાસન કરે છે. એવું લાગે છે કે આ દિવસોમાં બોબી દેઓલ નેગેટિવ રોલમાં દક્ષિણના દિગ્દર્શકોને આકર્ષી રહ્યો છે. આ ફિલ્મમાં તે એક દુષ્ટ સમ્રાટની ભૂમિકામાં છે. જ્યારે પવન કલ્યાણ તલવારબાજીમાં પારંગત યોદ્ધા તરીકે સ્ટાઇલિશ લાગે છે.

અહીં જુઓ- ‘હરિ હર વીરા મલ્લુ પાર્ટ-1’નું હિન્દી ટીઝર

ગામમાં લૂંટ, જુલમ અને રાજાશાહીની સ્ટોરી

‘હરિ હર વીરા મલ્લુ પાર્ટ-1’ના ટીઝરમાં પવન કલ્યાણે તેની ફિલ્મ ‘સરદાર ગબ્બર સિંહ’ની જેમ ગળામાં લાલ કલર લપેટી લીધો છે. આ ટીઝર ફિલ્મ માટે ઉત્તેજના વધારશે તેમાં કોઈ શંકા નથી. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે એક ગામ લૂંટાઈ રહ્યું છે અને રાજા દ્વારા લોકોને ત્રાસ આપવામાં આવ્યો છે. ગામડાના લોકો લાંબા સમયથી પીડા સહન કરી રહ્યા છે કે તેઓની આશા જતી રહી છે. વોઈસઓવરમાં સંવાદ છે, ‘જ્યારે રાજા આપણને લૂંટે છે, ત્યારે ગોલકોંડા નવાબ રાજાને લૂંટે છે. આ પછી નવાબને મુઘલ બાદશાહ દ્વારા લૂંટવામાં આવે છે.’

નિધિ અગ્રવાલ અને નોરા ફતેહી પણ ‘હરિ હર વીરા મલ્લુ પાર્ટ-1’માં

મેગા સૂર્યા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના નિર્દેશક ક્રિશ જાગરલામુડી અને જ્યોતિ કૃષ્ણા છે. આ ફિલ્મમાં પવન કલ્યાણ અને બોબી દેઓલ સાથે નિધિ અગ્રવાલ લીડ રોલમાં છે. જ્યારે સુનીલ, નાસાર, રઘુબાબુ, સુબ્બારાજુ અને નોરા ફતેહી પણ તેમાં જોવા મળશે. ફિલ્મનું સંગીત ઓસ્કાર વિજેતા એમએમ કીરવાણીએ આપ્યું છે.

આ ફિલ્મ આ વર્ષે 2024માં રિલીઝ થશે

અગાઉ એવી ચર્ચા હતી કે પવન કલ્યાણ રાજનીતિ પર ફોકસ કરી રહ્યો હોવાથી આ ફિલ્મને રદ્દ કરવામાં આવી છે. જો કે પવન કલ્યાણે ચાહકોને વચન આપ્યું હતું કે તે ફિલ્મ રિલીઝ કરશે. ‘હરિ હરા વીરા મલ્લુ’ 17મી સદીમાં સેટ છે, તેથી VFX ને કારણે પ્રોડક્શનમાં વિલંબ થયો છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે, પરંતુ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.