Abtak Media Google News

જયસુખ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલનું નામ જામનગર સહિત ગુજરાતભરમાં કુખ્યાત છે. આ શખ્સ હાલમાં લંડન ખાતે છે. તેના પર હત્યા સહિતના 50થી વધુ ગુનાઓ નોંધાયેલાં છે. ભારત સરકાર ઇચ્છે છે કે, બ્રિટન સરકાર જયેશની સોંપણી ભારતને કરે.

અદાલતી કાર્યવાહી મે-2022માં થશે

ગુજરાત સરકાર પણ જયેશનો કબ્જો મેળવવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે. પરંતુ ગુજરાત પોલીસે જયેશને ગુજરાત-જામનગર લાવવા માટે વધુ એક વર્ષનો અથવા કદાચ તેથી વધુ સમય સુધી ઇંતજાર કરવો પડશે. કારણ કે, આ ગેંગસ્ટરની સોંપણી ભારતને કરવા માટેની સમગ્ર પ્રક્રિયા લંડનની અદાલતમાં મે-2022માં શરૂ થશે. આ પ્રકારના સમાચાર લંડનથી પ્રકાશિત અને પ્રસારિત થયા છે. 41 વર્ષનો આ ગેંગસ્ટર હાલ લંડનની બેલમાર્શ જેલમાં બંધ છે.

રસપ્રદ મુદ્દોએ છે કે, તેણે જામીન મેળવવા માટે અરજી પણ કરી નથી. આ જેલ લંડનના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં આવેલી છે. આગામી 14મી જૂલાઇએ તે લંડનની અદાલત સમક્ષ વીડિયો લીંક મારફત હાજર થશે. બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ નામની એજન્સીએ આ જાહેરાત કરી છે. હાલમાં એવું જાહેર થયું છે કે, 26 મે 2022ના દિવસે જયેશ પટેલનો કબ્જો ભારત સરકારને સોંપવા માટેની પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થશે અને આ પ્રક્રિયા ત્રણ સપ્તાહ સુધી ચાલશે. આ એજન્સીએ એમ પણ કહ્યું છે કે, જયેશ પટેલ પોલીસ કસ્ટડીમાં રહેવા ઇચ્છે છે, તેણે અદાલત સમક્ષ જામીન અરજી મૂકી નથી. આગામી 14મી જૂલાઇએ એક સુનાવણી પછી આગળનું કેસ મેનેજમેન્ટ હિયરિંગ 2022ની 25મી જાન્યુઆરીએ યોજાશે અને ત્યારે વધુ દિશા નિર્દેશ આપવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.