Abtak Media Google News

યુદ્ધ કે વિવાદમાં એક સામાન્ય બાબત નો સ્વીકાર કરવો પડે કે “એક હાથે તાલી ન પડે “પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલે છે ,આ વિવાદ તાત્કાલિક ઉકેલાય તેવી કોઈ ફોમ્ર્યુલા વર્તમાન વિશ્વ પાસે નથી, ઇઝરાઇલ નું અસ્તિત્વ જ વૈશ્વિકધોરણે સર્જાયેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે થયું છે જર્મનના એડોલ્ફ હિટલરે યહૂદીઓને પોતાના દેશમાંથી ખદેડી મૂક્યા બાદ યહૂદીઓને હાલના ઇઝરાયેલ માં વિસ્થાપિત કર્યા ત્યારથી જ સ્થાનિક અરબો માટે ઇઝરાયેલ “આવેતું” બની રહ્યું છે,

Advertisement

પ્રચંડસંઘર્ષ અને ટેકનોલોજી ની સાથે અમેરિકા- બ્રિટન ના પૂરતા પીઠબળથી ઇઝરાયેલ અરબ રાષ્ટ્ર વચ્ચે દાદાગીરીથી રહેવા માટે પંંકાયેલું છે

ઇઝરાયેલ હમાસ વચ્ચેના યુદ્ધમાં પારાવાર ખુંવારીથી વિશ્વભર ના દેશો ને માનવતાવાદી સંગઠનો આઘાતજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે,

હમાસ સહિતના સંગઠનો ઇઝરાયેલ સામે વર્ષોથી બારવટે ચડયા છે નિરંતર ખુવારી થઈ રહી છે. ઇઝરાયેલ ને પૂર્વ રાષ્ટ્રનો દરજ્જો પ્રાપ્ત છે પરંતુ પાડોશીઓ અને મુસ્લિમો ઇઝરાયેલને હજુ પણ પારકા પ્રદેશ પર કબજો કરનારા ગણે છે, જોકે હવે ઇઝરાયેલ અંગે આવી માન્યતા નો કોઈ અર્થ રહ્યો નથી,

હમાસ સહિતના મુસ્લિમ કટરવાદી સંગઠનો ઇઝરાયેલ સામે વારંવાર હિંસા નો માર્ગ અપનાવી રહ્યા છે તાજેતરમાં જ ઇઝરાયેલની ઇન્ટેલિજન્સ મોસાદ ને જરાસરખો પણ અણસાર આવવા દીધા વિના પેલેસ્ટાઇનમાંથી હમાશે ઇઝરાયેલ પર જે હુમલો કર્યો છે તે ખરેખર ઇઝરાયેલ અને તેના સમર્થક દેશો માટે અણધારી આફત સિવાય કંઈ નથી ,પેલેસ્ટાઇન પર ઇઝરાયેલ વારંવાર હુમલા કરતું રહ્યું છે ,હમાસ પણ પ્રતિકાર કરે છે, કોઈ કોઈને નમતું આપવા તૈયાર નથી .

વિજય- પરાજયની વાત એક તરફ મૂકીએ તો હમાસ ની ઇઝરાયેલ સામે કોઈ હેસિયત જ નથી પરંતુ “દુશ્મન કા દુશ્મન દોસ્ત” ની જેમ ઈરાન સીરીયા સહિતના મુસ્લિમ દેશો ઇઝરાયેલને નુકસાન પહોંચાડવા માટે હમાસ જેવા સંગઠનોને પાછલા બારણે મદદ કરે છે,

ઇઝરાયેલ અને તેની સામેના પરિબળો સામસામે પોતપોતાના “અસ્તિત્વ” માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે કોઈ પાછું વળે તેમ નથી, આ સંજોગોમાં બંને પક્ષે જે ખુંવારી થાય છે તેમાં છેવટ તો માનવતાનું જ ખૂન થઈ રહ્યું છે,

પેલેસ્ટાઇન પર ઘાતક હુમલામા હોસ્પિટલોને નિશાન બનાવવા ના પ્રહારો અને હમાસે જે રીતે ઇઝરાયેલના ગામડાઓમાં નરસહાર, અપહરણ અને હિંસાનો ખૂનીખેલ ખેલયો છે તેમાં યુદ્ધના સામાન્ય નિયમો તો ઠીક માનવતા રાખવાના શિષ્ટાચાર જળવાયાનથી, બંને એકબીજાના હરીફો પર ભારે પડવાના દાવાઓ સાથે જે ખુંવારી સહન કરી રહ્યા છે તે ક્યારેય ભરપાઈ ન થાય તેવી બની રહેશે..

ઇઝરાયેલ લોકતાંત્રિક જવાબદાર રાષ્ટ્ર તરીકે વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે, ત્યારે હમાસ જેવા આંતકી સંગઠનો ને જવાબ આપવામાં ઇઝરાયેલ ને સો ટકા પોતાના અસ્તિત્વ અને સ્વમાનની ખેવના કરવી જોઈએ પણ વિશ્વ સભ્ય સમાજની માનવતા ની સુરક્ષા ની અપેક્ષા પણ સંતોષવી જોઈએ .

સમય વહી જાય વાત રહી જાય  ની જેમ યુદ્ધ પછી ના મૂલ્યાંકનમાં સુપરપાવર ઇઝરાયેલને માનવઅધિકાર નું જતન કરવાની જવાબદારી જાળવવા માં નિષ્ફળતા અને નિરાશા બદલ વિશ્વ સમક્ષ શરમાવું ન પડે તેવી રીતે યુદ્ધ લડવું એ પણ ઇઝરાયેલના સુકાનીઓ માટે જરૂરી છે, ત્યારે ઇઝરાયેલ પાસે આધુનિક શસ્ત્રો મહાસત્તાઓનું સમર્થન પીઠબળ છે તેવા સંજોગોમાં દુશ્મનને મહાત કરવામા પણ એક જવાબદાર રાષ્ટ્રની ગરિમા જાળવવી અનિવાર્ય બની છે .

માનવ યુદ્ધ ઇતિહાસમાં પથ્થરયુગ થી અણુબમ સુધીના યુગમાં યુદ્ધ અંગેના નિયમોમાં યુદ્ધકેદી, નાનાબાળકો, મહિલાઓ, ઘવાયેલાઓ અને રૈયતની ખેવના રાખવાનો નિયમ છે, ત્યારે ગાઝાપટ્ટી પર ચાલતાયુદ્ધમાં હમાસ અને ઇઝરાયેલ બંનેને દુશ્મનને પરાસ્ત કરવા ના સંઘર્ષમાં માનવતા નો હાર્સ ન થઈ જાય તે જોવાની ફરજ બજાવવાનો આ સમય ચાલી રહ્યો છે વિશ્વ સમુદાય એ પણ યુદ્ધની આ લાહ્યમાં બરબાદ થતી “માનવતા ” ને બચાવવા માટે કંઈક કરવું જોઈએ..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.