Abtak Media Google News
  • અમુક દેશોમાં તેનુ દેવતા તરીકે પણ પૂજન થાય છે: તેની પાસે અદભુત શારીરિક વિજ્ઞાન અને શક્તિ છે, જે પોતે જ જાતે માંદગીમાંથી સાજી થઇ જાય
  • બિલાડી ક્યારે ગંદી જોવા મળશે નહીં, કારણકે તે પોતે પોતાના શરીરની સ્વચ્છતા બાબતે સજાગ હોય: એક પાલતુ અને બીજી જંગલી એમ બે પ્રકારની બિલાડી જોવા મળે છે

આજે વિશ્વ બિલાડી બચાવ દિવસ છે, ત્યારે માનવ જાત સાથે સદીઓથી જોડાયેલ આ પ્રાણી પ્રત્યે પ્રેમ, હુંફ, અને લાગણી સાથે તેના જતન વિશે જાગૃતિ લાવવાની જરૂર છે. બિલાડીઓ આઝાદ સ્વભાવની હોવાથી મોટે ભાગે એકલા રહેવાનું પસંદ કરે છે.

દુનિયામાં માત્ર બ્રિટનમાં જ એક કરોડથી વધું બિલાડી છે, અને આજે તો કેટલવરનો ક્રેઝ  ખુબ જ  જોવા મળે છે. બિલાડી પાળવાની શરૂઆત મધ્ય પુર્વના દેશોમાંથી જોવા મળે છે, લગભગ 10 હજાર વર્ષ પહેલા નિયોલિથિક યુગમાં તેનો પ્રારંભ થયો હતો. આપણા દેશમાં બિલાડી વિષયક ઘણી બધી અંધશ્રદ્ધા જોવા મળે છે, આજે આપણે જેને પાડીએ છીએ તે, આફ્રિકાના જંગલોની બિલાડીના વંશજ છે. તુર્કીના ઇસ્તંબુલ શહેરમાં લોકો બિલાડીને ખોરાક આપે અને સંભાળ પણ લે છે, તેના ઉપર એક ડોક્યુમેન્ટરી પણ બની હતી. મોટાભાગની બિલાડીઓ આપણા જીવનમાં અણધારી રીતે જ આવે છે,તો અમુક દેશોમાં તેને દેવતા તરીકે પણ પૂજન થાય છે.

I Adopted A Cat: Today Is International Cat Rescue Day
I Adopted a Cat: Today is International Cat Rescue Day

બિલાડી વિશેનો પ્રથમ ઐતિહાસિક માનવ રેકોર્ડ પ્રાચિન ઇજિપ્તીયન સંસ્કૃત્તિમાં જોવા મળે છે: પ્રારંભે તેને સાપ-વીંછી અને દુષ્ટતા સામે રક્ષક તરીકે ગણતા: ગ્રીક અને રોમમાં તેનો ઉપયોગ જંતુ નિયંત્રણ તરીકે થતો: મધ્ય યુગમાં યુરોપને અન્ય દેશોમાં તે અંધશ્રધ્ધા સાથે સંકળાયેલી હતી. 1348ના બ્લેક ડેથ દરમ્યાન તેને રોગના વાહક તરીકેની શંકાને કારણે એ સમયમાં ઘણી બિલાડીનો ભોગ લેવાયો હતો.

I Adopted A Cat: Today Is International Cat Rescue Day
I Adopted a Cat: Today is International Cat Rescue Day

1963 માં 18 ઓક્ટોબરના રોજ ફેલિસેટ અવકાશમાં જનાર પ્રથમ બિલાડી હતી: 2004માં ફ્રેન્ચ પુરાતત્વવિદોએ સાયપ્રસમાં 9500 વર્ષ જુની બિલાડીની કલર શોધી હતી. 2014 માં ગ્રમ્મી કેટના ફેસબુક પેજ પર ક્રોમ્પી કેટ વાયરસ થઇ ગઇ, જેને 7 મિલિયન લાઇક્સ મળ્યા હતા. આજે ડોગ સાથે કેટ પાળવાનો ક્રેઝ છેબિલાડી વિશેનો પ્રથમ ઐતિહાસિક માનવ રેકોર્ડ પ્રાચિન ઇજિપ્તીયન સંસ્કૃત્તિમાં જોવા મળે છે. 1963 માં 18 ઓક્ટોબરના રોજ ફેલિસેટ અવકાશમાં જનાર પ્રથમ બિલાડી હતી: 2004 માં ફ્રેન્ચ પુરાતત્વવિદોએ સાયપ્રસમાં 9500 વર્ષ જુની બિલાડીની કબર શોધી હતી. વિશ્વની ટોચની મૈત્રીપૂર્ણ બિલાડીની પ્રજાતિઓ મૈનેકુન,સિયામીઝ, એબિસિનિયન, બિર્મન, રાગડોલ, સ્ફિન્કસ, ફારસી, અને બર્મીઝ છે.

માનવની ઉત્પતી સાથે પ્રાણીઓનો સહવાસ પ્રારંભકાળથી જોડાયેલો છે.  બાળકોને અતી પ્યારી બિલાડી વિશે ઘણી રોચક વાતો પણ જોડાયેલી છે. સિંહ, વાઘ જેવા મોટા પ્રાણી બિલાડી કૂળના જ છે, તેથી તેને બીગ કેટ પણ કહેવાય છે. આ પ્રાણી પ્રશંસા, પ્રેમ અને ઉત્સાહ દર્શાવે છે. આજનો દિવસ તેની દુર્દશા વિશે જાગૃત્તિ લાવવાનો છે. આપણી બાળવાર્તા અને બાળગીતો બિલાડી મોખરે હોય છે, એક બિલાડી પાળી છે, ગીત બહુ જ જાણીતું છે.

I Adopted A Cat: Today Is International Cat Rescue Day
I Adopted a Cat: Today is International Cat Rescue Day

લાખો વર્ષોથી માનવ ઇતિહાસ સાથે જોડાયેલ બિલાડીને અંધશ્રધ્ધા સાથે બહુ જોડી દેવાય છે, જેમાં કાળી બિલાડી કે આડી ઉતરતી બિલાડી વિશે શુકન અને અપશુકન જોડાયેલ છે. બિલાડી આપણા જીવનમાં આનંદ લાવતી હોવાથી પ્રવર્તમાન સમયમાં તેને પાળવાનો ક્રેઝ વધુ જોવા મળે છે.સમગ્ર ઇતિહાસમાં ઇજિપ્ત જેવી પ્રાચિન સંસ્કૃત્તિમાં તેને પૂજનીય માનવામાં આવે છે, તો ઘણી સંસ્કૃતિમાં તેને નશીબનું પ્રતિક ગણાય છે. તેનો ઇતિહાસ લાંબો અને રસપ્રદ છે. તે માનવ સાથે રહેતી હોવાનો પ્રથમ પુરાવો 7500 બીસીમાં જંગલી બિલાડીને કાબુમાં લેવાનું શરૂ કરેલ હતું. સંશોધકના મતે તે ઉંદરોનો શિકાર કરીને મનુષ્યોને ખેતીમાં મદદ કરે છે. બિલાડીઓ જંતુ નિયંત્રણ એજન્ટ તરીકે વધુ મૂલ્યવાન છે. ઇજિપ્તમાં દેવી બાસ્ટેટને બિલાડી કે તેના માથાવાળી સ્ત્રી તરીકે દર્શાવવામાં આવી હતી. અનાજના ભંડારોને ઉંદરથી બચાવવા પણ તેનો ઉપયોગ થતો હતો. પુરાતત્વવિદોએ બિલાડીઓ સહિત માનવ અને પ્રાણીઓ વચ્ચે આધ્યાત્મિક જોડાણ સૂચવતા પુરાવા શોધી કાઢ્યા છે, પાછળથી તે ગ્રીસ, રોમ અને ચીન સહિત વિશ્વના અન્ય ભાગોમાં ફેલાઇ હતી. ગ્રીસમાં તે દેવી એથેના સાથે સંકળાયેલ છે.

I Adopted A Cat: Today Is International Cat Rescue Day
I Adopted a Cat: Today is International Cat Rescue Day

સમગ્ર ઇતિહાસ અને પૌરાણિક કથા-વાર્તામાં અને ઘણી સંસ્કૃતિમાં તે જોડાયેલી છે. પ્રેમ અને ફળદ્રુપતા સાથે સંકળાયેલ દેવી ફ્રિજાનો રથ બિલાડી દ્વારા ખેંચવામાં આવતો દર્શાવાયો છે. જાપાની લોક કથામાં પણ તેને દર્શાવાય છે, જે સારા નશીબ લાવવાનું પ્રતિક મનાય છે.

બિલાડી આરામપ્રિય હોય છે. છેલ્લા સંશોધન મુજબ બાર હજાર વર્ષ પહેલા બિલાડીએ માનવ સાથે રહેવાનું શરૂ કર્યું. ઉંદરના વસ્તી નિયંત્રણ માટે તે શ્રેષ્ઠ કાર્ય કરીને માનવ જાતીને મદદરૂપ થાય છે.  બિલાડીને દૂધ પાવાથી તેને નુકશાન થાય છે. તે અવાજ સાંભળવા માટે પોતાના કાનને 80 ડિગ્રીએ ફેરવી શકે છે. બિલાડી શ્ર્વાન કરતાં વધુ સારી રીતે સાંભળી શકે છે. તેના શરીરમાં 30થી વધુ સ્નાયુઓ જે તેને દિશા સુચનમાં મદદ કરે છે. તે જુદા-જુદા 100 થી વધુ અવાજો કાઢી શકે છે. તમે રસ્તે જતાં હો અને બિલાડી આડી ઉતરે તો તમને અપશુકન થાય છે પણ આ એકમાત્ર અંધશ્રધ્ધા છે. કાળી બિલાડીની ઘણી બધી ચિત્ર-વિચિત્ર વાતો આ સમાજમાં પ્રસરેલી છે. આફ્રિકાનાં જંગલોમાં રણ બિલાડી કે રાની બિલાડી જોવા મળે છે. મધ્યપૂર્વમાં જોવા મળતી બિલાડીને જંગલી બિલાડી પણ કહેવાય છે.

I Adopted A Cat: Today Is International Cat Rescue Day
I Adopted a Cat: Today is International Cat Rescue Day

આ પૃથ્વી પર દસ લાખથી વધુ પ્રકારનાં પ્રાણીઓ વસે છે. એમાં સૌથી વધારે વિકરાળ અને ક્રૂર પાણી તરીકે બિગકેટ્સનું જૂથ મોખરે છે. દુનિયામાં હાલ આ કુળના 40 થી વધુ પ્રજાતિનું અસ્તિત્વ છે.

બિલાડી પાળવાથી હૃદયરોગનું જોખમ ઘટે !

વૈજ્ઞાનિકો દ્વારા એ સાબિત કરાયું છે કે, બિલાડી પાળવાથી તેના માલિકને રક્તવાહિનીના રોગોનું પ્રમાણ ઘટે છે, અને પાળનાર માલિકને હૃદયરોગનું જોખમ ટળે છે, તેમજ કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશર ઘટે છે. એક અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જેને બિલાડી પાળી હતી. તેના પરિવારમાં, બાળકોમાં એલર્જીક બિમારી સાથે ફેફ્સાની બિમારીનો સફળ સામનો કર્યો હતો. ડોમેસ્ટિક બિલાડી તમારૂં ભૌતિક અને માનસિક સ્વાસ્થ્ય સારૂ રાખે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.