Abtak Media Google News

‘મુસ્લિમ બ્રધર વુડ’ની વાતો કરતા પાકિસ્તાને ભારત ને બદલે ચીનના મુસ્લિમોની ચિંતા કરવાની જરુરીયાત

જમ્મુ-કાશ્મીર રાજયને દેશની મુખ્યધારા સાથે જોડીને તેનો સર્વાગી વિકાસ કરવા મોટી સરકારે તાજેતરમાં બંધારણની કલમ ૩૭૦ ને નાબુદ કરી હતી. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી આ કલમ દુર કરાતા પાકિસ્તાને દુનિયાભરમાં મોદી સરકાર લધુમતિ મુસ્લિમો સાથે અન્યાય કરીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યાની કાગારોળ મચાવી રહ્યું છે. મુસ્લિમ બ્રધર વુડના નામે વિશ્ર્વભરના મુસ્લિમોનું હિમાયતી થવા નીકળેલું પાકિસ્તાન ચીનમાં લધુમતિ મુસ્લિમો સાથે થતા અત્યાચાર સામે આંખ આડા કાન કરી રહ્યું છે. ચીની ક્ષેત્રને પાકિસ્તાન સરકાર  ફરતે લીધેલા ભરડાથી પાકિસ્તાન ચીનમાં મુસ્લિમો સાથે થતાં અન્યાય સામે ચુપકીદી સાધીને બેઠું હોવાનું ખુલવા પામ્યું છે.

ચીન સરકાર દ્વારા લધુમતિઓ અને ખાસ કરીને મુસ્લિમ લધુમતિના હજારો લોકોને અટકાયતમાં લઇ જીનજીયાંગ પ્રદેશની જેલોમાં અટકાયતીઓથી ઠસોઠસ ભરી દીધા છે. આ અટકાયતીઓને કેદમાં રાખવા સરકારે વિશાળ કારાગ્રહો વ્યવસ્થા ઉભી કરવાનું શરુ કર્યુ છે. જીનજીયાંગ પ્રાંતમાં કેદીઓને સાચવવા માટે સરકાર તેની મુળભુત જુની અને પરંપરાગત કઠોર નીતી અજમાવી રહ્યું છે.

ઉત્તર-પૂર્વ ચીનના વિશાળ પ્રદેશમાં કાચા કામના અને સજા પામેલા કેદીઓને મોટી સંખ્યામાં રાખવામાં આવ્યા છે. ન્યુયોક ટાઇમસના એક સર્વેમાં આ બાબત ઉજાગર પામી છે.

ચીનમાં સરકારે રાષ્ટ્ર સુરક્ષાના નામે જીનજીયાંગના મુસ્લિમો પર કાયદાનો ગાળીયો મજબુત રીતે કસ્યો છે. ચીનની કોર્ટમાં ઉધર અને કજાકના મુસ્લિમો સામે અસંખ્ય કેસો ચાલી રહ્યા છે. ૨,૩૦,૦૦૦ જેટલા લોકોને વર્ષ ૨૦૧૭માં જ કેદની સજા કરીને જેલમાં ધકેલી દીધા છે. એકલા જીનજીયાંગ કોર્ટમાં જ એક વર્ષમાં ૮૭૦૨૫૦ જેટલા આરોપીઓને ભારે સજા સંભળાવવામાં આવી છે. માનવ અધિકારના નિષ્ણાંત ધારાશાસ્ત્રીઓએ ચીન સરકારના આ વલણ સામે અવાજ ઉઠાવ્યો છે. પરંતુ ધરપકડ અને એકવાર સજા સંભળાવ્યા પછી જેલમાં રખાતા કેદીઓ પાસે આકરી મજુરી અને કોઇપણ  જાતની સવલત વગર જેલમાં ઠાંસી દેવામાં આવે છે. ચીનની પરિસ્થિતિ અંગે અમેરિકાના પ્રોફેસર ડોનાલ્ડ કર્લકનું માનવું છે કે ચીનના તમામ કાયદોઓની હવે પુન: સમીક્ષા જરુરી બની છે.

ચીનમાં અત્યારએ વાત અશકય લાગે કે જેમાં જીનજીયાંગના ન્યાયમુર્તિઓ મુસ્લિમ બચાવ પક્ષના વકીલોને પોતાના અસીલની છુટકારા માટે મુકત વાતાવરણ આપતા હોય આરોપી છુટે નહિ તેવા વલણ અને પોલીસના આરોપ નામાઓની ઇયાદનીઓના કારણે મુસ્લિમોને જેલમાં રહેવા સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી. જીનજીયાંગ ઉપરાંત બીજા પ્રાંતોમાં કેટલાક લોકો જેલમાં સબડી રહ્યા છે તેનો કોઇ અંદાજ જ મળતી નથી. જો કે જીનજીયાગમાં જેલમાં પુરાયેલા લોકો બધાં જ મુસ્લિમ નથી પરંતુ અટકાયતી પગલા ગુનેગારો સામે ચાલતા કેસો અને સજા આપવાના વલણમાં છેલ્લા કેટલાક દાયકાઓથી ભારે ભેદભાવ રાખવામાં આવે છે. કોઇ એક જ્ઞાતિ કે સંપ્રદાયને ગુનેગારની નજરે જોઇને તેની સામે કાર્યવાહી કરવી તે યોગ્ય નથી તેમ જર્યાજ વોશિગ્ટન યુનિ.ના અઘ્યાપકે જણાવ્યું હતું.

ચીનમાં ઉભુરમુસિલમો કે જેઓ તુર્કી ભાષા બોેલે છે. તેમને સુવિશેષ નિશાન બનાવવામાં અવે છે. ચીનના આંતરીક મંગોલિયા અને ઉત્તર-પૂર્વ  વિસ્તારમાં વસતા ઉરુધ મુસ્લિમોમાંથી ગયા વર્ષે ૩૩,૦૦૦ લોકોને સજા સંભળાવી જેલમાં નાખી દીધા હતા. ચીન સરકારના આ વલણને કારણે અત્યારે ચીનની જેલોનું વિતરણ કરવાની જરુરીયાત ઉભી થઇ છે. એક વખત કાયદાના સકંજામાં આવેલી વ્યકિત કયારેય છુટી  શકતી નથી. હાન પ્રાંતના મોટાભાગના વિસ્તારોમાં હવે ઉધુર મુસ્લિમો માટે વાતાવરણ તદ્દન કલુષિત બની ગયું છે. ૧૯૯૦ના દાયકાથી ઉધુરમાં જન્મ લેવો. અભિશાષ બની ગયો છે.

૨૦૧૭માં ઉધુર વિઘાર્થી બુઝનેફ અબુને સાત વરસની સજા ફટકારવામાં આવી હતી તેના પતિ અલમસ ઓસ્ટ્રેલીયાથી ચીનમાં આવ્યા હતા. તેની પત્નિને ટોળાના તોફાન માટે જવાબદાર ગણીને સજા ફટકારી દેવામાં આવી હતી. ચીનના દરેક ઉધુરને વ્યકિતગત રીતે ચીનમાં કંઇકને કંઇક ગુમાવવુ પડે છે.

૨૮ વરસના નિઝામુદ્દીનને ઇંગ્લીશ ભણીને ઓસ્ટ્રેલીયાથી ચીનમાં આવવું ભારે પડી ગયું હતું. ચીનમાં અત્યારે જેલમાં કેદીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. કારાગ્રહો અને જેલના સંકુલો કેદીઓથી ઉભરાઇ રહ્યા છે. જેમ્સ લ્યો બોર્ડ, જીન જીયાંગની સુરક્ષા અંગેનો અભ્યાસ કરી રહ્યા છે. તેમના મુજબ ૨૦૦૯માં સેંકડો લોકોના તોફાનમાં મૃત્યુના પગલે સરકાર ઉરુધીયા મુસ્લિમો પર ખફા થઇને બેઠી છ. ૨૦૧૭માં હજારો લોકોને અટકાયતમાં લઇને બંદી બનાવી દીધા છે. અને એક તરફી ન્યાયીક પ્રક્રિયાને કારણે કોઇને છુટવાની તક જ મળતો નથી.

વર્ષ ૨૦૧૫માં ૨,૨૭,૨૬૧ ધરપડકો નોંધાય છે.

તેમાંજી ૧,૧૪,૦૨૩ ને ચોપડે બતાવવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં ૧૦ વર્ષની કુલ ધરપકડોના ૭૦ ટકા લોકોને બંદી બનાવાયા છે. જીનજીયાંગ વિસ્તારની જેલ વ્યવસ્થા હવે ટુંકી પડે છે. ચીનના વિવિધ વિસ્તારો કેદીઓને લાવવામાં આવતી ટ્રેનો અને વાહણો ચિકકાર ભરાઇને અહી ઠલવાઇ રહ્યા છે. જો કે આ અહેવલાને સરકારની પૃષ્ટિ મળી નથી. પરંતુ અહીના કારાગારની સ્થિતિ સારી નથી. લાખો કેદીઓનું જીવન ઉંચી દિવાલ અને કાંટાળી વાડમાં કેદ થઇ ગયા છે. કીડીયારાની જેમ ઠાંસી ઠાંસીને જીનજીયાંગ વિસ્તારમાં ભરવામાં આવેલી જેલોમાં કેદીઓ ના પરિવારજનોને એ પણ ખબર નથી કે પોતાનો વહાલસોયો કઇ જેલમાં કયા ગુનાહમાંઅને કેટલી સજા કાપી રહ્યો છે.

વર્ષ ૨૦૧૮માં૧,૩૩,૧૯૮ લોકોને સજા આપવામાં આવી હતી. જેમાંથી કેટલાકને મૃત્ય દંડ પણ અપાયા હતા. પરંતુ ચીન સરકાર કોઇપણ વિગતો જાહેર કરતી નથી. છુટી થતાં કેદીઓ ચીનમાંથી હિજરત કરી જતા ઉધુર અને કજાકના લોકોની સંખ્યા પણ જાહેર કરવા માં આવતી નથી. જે ઉધુર મુસ્લિમોને બંદીવાન બનાવી દેવાયા છે. તેમાં વ્યાપારીઓ બુઘ્ધિજીવીઓ, શિક્ષીતોનો પણ સમાવેશ થતા હોવાનો ૨૦૧૬માં ચીન છોડી સ્વીન્ઝીલેન્ડ  સ્થાયી થયેલા હબીબુલ્લાએ જણાવ્યું હતું.

ચીનમાં જીનજીયાંગમાં અત્યારે લાખો કેદીઓથી ભરાયેલી જેલોનું વિસ્તૃતીકરણ ચાલી રહ્યું છે. જીનજીયાંગની વાસ્તવિક પરિસ્થિતિ જાણવાના પ્રયાસો કરનાર પત્રકારોને અટકાવી દેવામાં આવે છે. મોટાભાગના કેદખાનાઓમાં પ્રાથમીક સુવિધાઓ પણ આપવામાં આવતી નથી ચીનમાં ગુનેહગાર મુસ્લિમોને ઠાંસી ઠાંસી ને ભરવામાં આવતા હોવાથી હવે જેલો મોટી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.