Abtak Media Google News

Table of Contents

દુધ કા દુધ પાની કા પાની…

કોરોનાને લઇ ચાલતી ગેર સમજ અંગે ‘અબતક’ની ટીમ દ્વારા થયેલી છાનભીનમાં વાસ્તવિક ચિત્ર સામે આવ્યું

૨૦૧૯ની સરખામણીએ ૨૦૨૦ના જુન, જુલાઇ અને ઓગસ્ટમાં મૃત્યુ આંકમાં માત્ર ૬૨નો વધારો

અન્ય બિમારીના મૃતકને કોરોનામાં ખપાવી કાગારોળ મચાવી સામાન્ય લોકોમાં ઉભો કરાતો ડર

રામનાથપરા, મોટા મવા, મવડી સ્મશાન ગૃહમાં અને સદર બજાર કબ્રસ્તાનમાં ૨૦૧૯માં ૧૫૭૪ની અંતિમ વિધિ અને ૨૦૨૦માં ૧૫૧૨ના અંતિમ સંસ્કાર થયા

કોરોના દહેશત અને બેવકુફીથી વધતો હોવાનું તારણ

કોરોના ઉપરાંત અન્ય બીમારી, આત્મહત્યા અને માર્ગ અકસ્માતના મૃતક સાથેના આંકમાં ગત વર્ષની સરખાણીએ સામાન્ય વધારો

કોરોનાની સ્થિતી પર કાબુ મેળવવા કોરોના વોરિયર્સ અને તંત્ર દ્વારા ઉઠાવેલી જહેમતને બીરદાવવાના બદલે ગેરમાર્ગે દોરવાના હીન પ્રયાસ

કોરોના મહામારીના કારણે ચાલતી ગેર સમજના કારણે ભયનો માહોલ સર્જાયો છે ત્યારે સૌ પ્રથમ વખત ‘અબતક’ની ટીમ દ્વારા છાનભીન કરી સત્ય વિગતો ઉજાગર કરી છે. છેલ્લા ત્રણ માસમાં રાજકોટમાં રામનાથપરા, મોટા મવા, મવડી અને સદર બજાર કબ્રસ્તાન ખાતે થયેલી અંતિમ વિધીના આંકડા પરથી નજીવો તફાવત જોવા મળ્યો છે. ૨૦૨૦ના જુન, જુલાઇ અને ઓગસ્ટમાં કુલ ૧૫૭૪ના થયેલા મૃત્યુમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુની ટકાવારી નહીવત રહી છે.

કોરોનાના અંગે દરરોજના થતા પરિક્ષણમાં પોઝિટીવ અને મૃત્યુ આંક અંગે કેટલાક મતમંતાર ઉભા થયા છે ત્યારે ‘અબતક’ની ટીમ દ્વારા રામનાથપરા, મોટા મવા, મવડી અને સદર બજાર કબ્રસ્તાન ખાતે થયેલી અંતિમ વિધી અને ફોરેન્સિક સાયન્સના નિષ્ણાંત દ્વારા કોરોના અંગે થયેલા મૃત્યુ અંગે જાહેર કરેલી વિગત પરથી સ્પષ્ટ રીતે સામે આવ્યું છે કે કોરોના કરતા અન્ય બીમારીના કારણે મોત થવાની સંખ્યા વધારે હોવાનું સામે આવ્યું છે. ૨૦૧૯ના જુન, જુલાઇ અને ઓગસ્ટમાં કુલ ૧૫૧૨ના મૃત્યુ થયા છ. જ્યારે ૨૦૨૦માં જુન, જુલાઇ અને ઓગસ્ટમાં ૧૫૭૪ના મોત થયા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે ગત વર્ષની સરખામણીમાં માત્ર ૬૨ના મોત વધારે નોંધાયા છે. શું આ ૬૨ મૃતક કોરોનાના કારણે જ થયા છે તેવો સવાલ થઇ રહ્યો છે. ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોના કરતા કેન્સર, ડાયાબીટીશ, ટીવી અને કીડની જેવા રોગની બીમારીના કારણે મોત વધારે થયાનું જણાવવામાં આવી રહ્યું છે.

કોરોનાને લઇ ચાલતી ગેર સમજ દુર કરવા અને લોકોમાં ઉભો થયેલો ભય દુર કરવા માટે ‘અબતક’ની ટીમ દ્વારા કરાયેલી છાનભીનમાં ૨૦૧૯ના વર્ષના જુનમાં મવડી સ્મશાન ગૃહમાં ૭૪, રામનાથપરામાં ૨૭૨, મોટા મવામાં ૧૫૩ અને સદર બજાર કબ્રસ્તાનમાં ૧૩ મળી ૫૧૨ની અંતિમ વિધી કરવામાં આવી છે. તેની સરખામણીએ ૨૦૨૦માં જુન માસમાં મવડી સ્મશાન ગૃહમાં ૮૩, રામનાથપરામાં ૨૨૯, મોટા મવામાં ૧૪૩ અને સદર બજાર કબ્રસ્તાનમાં છની અંતિમ વિધી કરવામાં આવતા ગત વર્ષની સરખામણીમાં જુન માસમાં ૫૧ ઓછા મોત થયા હતા.

જ્યારે ૨૦૧૯ના જુલાઇ માસમાં મવડીમાં ૮૬, રામનાથપરામાં ૨૩૩, મોટા મવામાં ૮૯ અને સદર બજારમાં ૧૬ની અંતિમ વિધી કરવામાં આવી હતી. તેની સરખામણી ૨૦૨૦ના જુલાઇ માસમાં મવડી સ્મશાને ૮૨, રામનાથપરામાં ૨૬૭, મોટા મવામાં ૧૪૩ અને સદર બજાર કબ્રસ્તાનમાં ૧૫ની અંતિમ વિધી કરવામાં આવતા ગત વર્ષ કરતા ૮૩ના મોત વધુ થયા છે. જ્યારે ૨૦૧૯ના ઓગસ્ટ માસમાં મવડીમાં ૫૯, રામનાથપરામાં ૩૪૨, મોટા મવામાં ૧૫૬ અને સદર બજાર કબ્રસ્તાનમાં ૧૯ની અંતિમ વિધી કરવામાં આવી તેની સામે ૨૦૨૦ના ઓગસ્ટ માસમાં મવડીમાં ૧૩૫, રામનાથપરામાં ૨૪૩, મોટા મવામાં ૨૧૧ સદર બજાર કબ્રસ્તાનમાં ૧૬ મૃતકની અંતિમ વિધી કરવામાં આવતા ગત વર્ષની સરખામણીએ માત્ર ૨૯નો સામાન્ય વધારો થયો છે.

જુલાઇના આખા માસ દરમિયાન ૮૩ અને ઓગષ્ટમાં ૨૯ના મોત વધુ થયા છે તેમાં કીડની, ડાયાબીટીશ અને કેન્સર જેવી બીમારી ઉપરાંત આપઘાત અને માર્ગ અકસ્માતમાં થયેલા મોતનો પણ સમાવેશ થતો હોવાથી છેલ્લા ત્રણ માસમાં ૬૨ના વધુ મોત તે તમામ કોરોનાના કારણે જ ગણી શકાય તેવો સવાલ થઇ રહ્યો છે.

કોરોના અંગે ચાલતી ગેર સમજના કારણે કારણ વિના ભયનો માહોલ સર્જાયો છે. કોરોના દહેશત અને બેવકુફીના કારણે વધી રહ્યાનું જાણકારો કહી રહ્યા છે. ‘અબતક’ની ટીમ દ્વારા થયેલી છાનભીનમાં દુધ કા દુધ અને પાની કા પાની થઇ ગયું છે. કોરોના અંગે કાંગારોળ મચાવી તંત્રને ગુમરાહ કરતા કેટલાક લેભાગુઓ દ્વારા કોરોના અંગે બેવકુફી કરી રહ્યાનું સામે આવ્યું છે.

અન્ય બીમારીના કારણે થતા મૃત્યુને કેટલાક લેભાગુઓ કોરોનામાં ખપાવી કરેલી બેવકુફીના કારણે કોરોનાથી દહેશત અને ભયનો માહોલ સર્જાયો છે. રાજકોટમાં કોરોનાની સ્થિતી કંઇ જુદી છે અને બતાવવામાં કંઇ જુદી આવી રહી છે. કોરોનાના દરરોજ ૮૦ થી ૯૦ પોઝિટીવ કેસ બતાવવામાં આવે છે અને ૨૦ થી ૨૫ના કોરોનાના કારણે મોત બતાવવામાં આવે છે ખરેખર આ આંકડો ‘અબતક’ની ટીમ દ્વારા કરાયેલી છાનભીન સાથે બંધ બેસતો નથી એટલું જ નહી જુલાઇમાં દરરોજ કોરોનાના કારણે ૧૦ થી ૨૦ના મોત બતાવવામાં આવતા હતા તો અન્ય બીમારીના કારણે થતા મોત પણ કોરોનામાં જ ખપાવી દેવામાં આવ્યા છે આ રીતે ઓગસ્ટમાં પણ અન્ય બીમારીના મૃત્યુ કોરોનામાં ખપાવી દેવામાં આવ્યો છે.

રામનાથપરા, મવડી, મોટા મવા અને સદર બજાર કબ્રસ્તાનમાં થતી અંતિમ વિધીમાં બીમારી ઉપરાંત આપઘાત, માર્ગ અકસ્માતમાં થતા મોત સહિતનો આંકડો હોય છે અને આ આંકડો જુલાઇ માસમાં ૫૦૭ અને ઓગસ્ટમાં ૬૦૫ આખા માસનો છે ત્યારે દરરોજ કોરોનાના કારણે ૨૦ થી ૨૫ના મોત હોય તો અન્ય બીમારીનો આંકડો ઘણો ઘટી જાય તેમ જણાય રહ્યું છે.

કોરોનાથી થતા મૃત્યુના આંકને હોસ્પિટલ કે કોર્પોરેશનને છુપાવવાનો અર્થ શું હોય તેવો સવાલ થઇ રહ્યો છે. બીજી તરફ કોરોનાની સારવાર સારી રીતે થઇ શકે તે માટે તંત્ર દ્વારા તનતોડ જહેમત ઉઠાવવામાં આવી છે ત્યારે કોરોનાનો ભય ઉભો કરી બેવકુફી કરનાર લેભાગુઓ પોતાની મર્યાદા સમજે તે પણ જરૂરી બન્યું છે.

Screenshot 2 1

કોરોના દહેશત અને બેવકુફીથી વધતો હોવાનું તારણ

કોરોના દહેશત અને બેવકૂફીથી વધી રહ્યો હોવાનું નિષ્ણાંતોનું તારણ છે.કોરોના સામે સાવચેતી જરૂરી છે. પણ ગભરાહટ ફેલાઈ તે અયોગ્ય છે.વર્તમાન સમયમાં કોરોનાથી ગભરાહટ ફેલાઈ તે પ્રકારે તંત્ર વાહકો કામ કરી રહ્યા છે. સામે જેની જવાબદારી લોકો સુધી તથ્ય પહોંચાડવાની છે તેઓ દ્વારા પણ જુઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે. આમ દહેશત અને બેવકૂફીથી કોરોના વધુ વકરી રહ્યો છે. બીજી બાજુ કોરોના વાયરસ નહિ પરંતુ તેનો ખૌફ લોકોના જીવ રહ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે.

હવેથી ડેથ કમીટીનો રિપોર્ટ પણ જાહેર કરીશું: મ્યુનિ.કમિશનર

Commissioneruditsir 1

મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે ‘અબતક’ સાધ્ય દૈનિક દ્વારા પ્રસિધ્ધ કરાયેલા આ અહેવાલનું ગહન વાંચન કર્યા બાદ જણાવ્યું હતું કે, ડેથ કમીટી જે રીપોર્ટ તૈયાર કરે તે હવે જાહેર કરવામાં આવશે. કારણ કે, દર્દીનું મોત કોરોના વાયરસથી થયું છે કે અન્ય કોઈ બિમારીથી તેનું અંતિમ તારણ ડેથ કમીટી દ્વારા કરાયેલ તપાસથી નીકળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.