Abtak Media Google News

માતાપિતા મોટે ભાગે ફરિયાદ કરે છે કે તેમનું બાળક ભણવા નથી માંગતું અથવા પુસ્તકો જોઈને ભાગવા લાગે છે. આ કારણે ઘણી વખત માતા-પિતા તેમના બાળકો પર ખૂબ ગુસ્સે થઈ જાય છે અને તેમને ઠપકો આપે છે.

Advertisement

Essay On Importance Of Books In English For Class 1, 2 &Amp; 3: 10 Lines, Short &Amp; Long Paragraph

તમને જણાવી દઈએ કે તમારી આ આદત બાળકને અભ્યાસથી દૂર કરી દેશે. તે ડરને કારણે ભણવા બેસી શકે છે, પરંતુ તેના કારણે તે સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. બાળકોને અભ્યાસ કરાવે તે માટે માત્ર તેમની સાથે પ્રેમથી વ્યવહાર કરવો જરૂરી નથી, આ ઉપરાંત તેમને ઈન્ટરેસ્ટિંગ રીતે ભણાવવું પણ જરૂરી છે.

37 Inspiring Children'S Book Quotes For People Of All Ages | Goodtoknow

બાળકો ખૂબ જ રમતિયાળ હોય છે અને આ જ કારણ છે કે તેઓ અભ્યાસ કરતી વખતે ખૂબ જ ઝડપથી કંટાળી જાય છે. જો બાળકો કોન્સન્ટ્રેશન સાથે અભ્યાસ કરે અથવા પુસ્તકોના પ્રેમમાં પડી જાય તો ઠપકો મારવાથી નહિ આપવો પડે. બાળકોને શીખવવા માટે માતા-પિતા કેટલીક અલગ યુક્તિઓ અપનાવી શકે છે.

બાળકો માતાપિતા પાસેથી શીખે છે

What Are The Ten Things Every Child Needs? - Mom News Daily

ઘરમાં કે પરિવારમાં ગમે તે પ્રકારનું વાતાવરણ હોય, બાળકોના વર્તનમાં પણ તમને એ જ બદલાવ જોવા મળશે. વાસ્તવમાં, બાળકો હંમેશા તેમના માતાપિતા અને ઘરના અન્ય વડીલોનું નિરીક્ષણ કરીને શીખે છે. જો તમારે બાળકોમાં અભ્યાસ પ્રત્યેનો જુસ્સો જગાડવો હોય તો તેના માટે તમારે જાતે તેમની સાથે બેસીને અભ્યાસ કરવો પડશે. આ માટે, તમે તેમની સામે બેસીને પુસ્તકો વાંચી શકો છો અને તેમની પાસેથી વાર્તાઓ વાંચી શકો છો. આ રીતે ધીમે ધીમે બાળકનો પુસ્તકો વાંચવામાં રસ પણ વધશે.

બાળકોને ઉદાહરણો આપીને સમજાવો

Conversation Skills For Children | Raising Children Network

વાસ્તવમાં, જ્યારે બાળકો કંઇક વાંચે છે, ત્યારે તેઓ ઘણી વસ્તુઓ વિશે જિજ્ઞાસુ બને છે અને જ્યારે તેમને ફક્ત શીખવવામાં આવે છે, ત્યારે તેમને રસ નથી લાગતો. તેથી, તમારા બાળકને ભણાવતી વખતે, તેને સંપૂર્ણ ઉદાહરણો આપીને સમજાવો. આ માટે તમે નાની વાર્તાઓની મદદ લઈ શકો છો અથવા ચિત્રો વગેરેની મદદથી ઉદાહરણો આપીને સમજાવી શકો છો.

બાળકોને પુસ્તકાલયની મુલાકાત કરાવવાનું રાખો

Babies And Libraries. Why Take Your Baby To The Library?

નાનપણથી જ જો તમે તમારા બાળકને એવા સ્થળોની મુલાકાત લેતા શીખવો કે જ્યાં અભ્યાસનું વાતાવરણ હોય તો ભવિષ્યમાં પણ તેને પુસ્તકો પ્રત્યેનો શોખ કેળવશે અને પુસ્તકાલય કરતાં વધુ સારી જગ્યા કઈ હોઈ શકે. બાળકોને અલગ-અલગ જગ્યાએ લાઈબ્રેરીઓમાં લઈ જાઓ અથવા તમે બહાર જતા હોવ તો તેમને કોઈ બુક સ્ટોર પર લઈ જાઓ અને તેમની સાથે વિવિધ પ્રકારના પુસ્તકો વિશે ચર્ચા કરો.

રીડીંગ અચીવમેંટ ને સેલીબ્રેટ કરો

 

બાળકો નાની નાની બાબતોથી જ ખુશ થાય છે. જ્યારે પણ તમારું બાળક ભણવા બેસે, ત્યારે તેની પ્રશંસા કરો અને તેની રીડીંગ અચીવમેંટ ને સેલીબ્રેટ કરો. આનાથી બાળકનો અભ્યાસમાં રસ વધશે અને તે ભવિષ્યમાં વધુ સારું કરવાનો પ્રયાસ કરવા લાગશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.