Abtak Media Google News

જો તમને ફરવાનો શોખ છે તો સાથે સાથે તમે નોકરી પણ કરી શકશો અને પગાર પણ કમાઈ શકશો. ગુજરાત રાજ્ય પર્યટન વિભાગ દ્વારા એક ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. ગુજરાત પર્યટન વિભાગ ભરતી વિશેની તમામ માહિતી આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું.

Image

જરૂરી તારીખો:

ગુજરાત પર્યટન વિભાગ દ્વારા આ ભરતીની નોટિફિકેશન 13 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 13 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમામ પોસ્ટ માટે અલગ અલગ છે.

નોકરીનું સ્થળ:

ગુજરાત પર્યટન વિભાગની આ ભરતીમાં નોકરીનું સ્થળ ગુજરાતના અલગ અલગ શહેરો જેમાં સુરત, સાપુતારા, અમદાવાદ, ગાંધીનગર તથા વડોદરાનો સમાવેશ થાય છે.

પોસ્ટનું નામ:

ગુજરાત પર્યટન વિભાગ દ્વારા અલગ અલગ એપ્રેન્ટિસના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે. મિત્રો, આ એક એપ્રેન્ટિસ ભરતી છે પરંતુ આ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ તમને ભવિષ્યમાં સારી નોકરી મેળવવા અંતે મદદરૂપ સાબિત થઈ શકે છે.

અરજી ફી:

ગુજરાત પ્રવાસન વિભાગની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત પ્રવાસન વિભાગની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

વયમર્યાદા:

ગુજરાત સરકાર અંતર્ગતની આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તથા નોકરી મેળવવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની કોઈ ઉંમર નક્કી કરવામાં આવી નથી

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ:

ગુજરાત ટુરિઝમની આ એપ્રેન્ટિસ ભરતી હોવાથી એપ્રેન્ટિસ એક્ટ અનુસાર કોઈપણ સ્નાતક ઉમેદવારને માસિક રૂપિયા 12,000 તથા અનુસ્નાતક ઉમેદવારને માસિક રૂપિયા 14,000 વેતન ચુકવવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ અલગ અલગ છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.anubandham.gujarat.gov.in છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.