Abtak Media Google News

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સંઘના મંચ પર રાષ્ટ્રવાદ અને દેશભક્તિના પાઠ ભણાવ્યા

બંધારણમાં વિશ્ર્વાસ જ સાચો રાષ્ટ્રવાદ

સહનશીલતા જ આપણી સાચી ઓળખ

દેશને ધર્મ, પ્રાંત અને નફરતના નામે વહેંચવામાં આવશે તો તે ખતમ થઈ જશે

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નાગપુરમાં શિબિર સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાજરી બાદ ભારે હોબાળો મચી ગયો છે. કાર્યક્રમમાં હાજરી ન આપવા અનેક કોંગ્રેસની નેતાઓ અને પુત્રની સલાહને અવગણી પ્રણવ મુખર્જી ઉપસ્તિ રહ્યાં હતા. જયાં પ્રણવદાએ સંઘના વડા મોહન ભાગવત તેમજ અનેક સંઘ કાર્યકર્તાની હાજરીમાં કહ્યું હતું કે, દેશનો વિકાસ કરવો હોય તો રાજકીય આભડછેટ છોડવો જોઈએ.

Advertisement

તેમણે ઉમેર્યું હતું કે, આ દેશને ધર્મ પ્રાંત અને નફરતના નામે વહેંચવામાં આવશે તો તે ખતમ થઈ જશે. હિન્દુ રાષ્ટ્રની વાતો કરનાર સંઘના વડાની હાજરીમાં પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે, આપણા માટે બિન સાંપ્રદાયીકતામાં વિશ્ર્વાસ અતિ મહત્વનો છે. બંધારણમાં વિશ્ર્વાસ જ સાચો રાષ્ટ્રવાદ છે. સહનશીલતા જ આપણી સાચી ઓળખ છે અને દરેકની ઓળખ એકમાત્ર ભારતીયની જ છે.

પ્રણવ મુખર્જીએ સંઘના દિક્ષાત પ્રવચનમાં લોકોને દેશભક્તિ અને રાષ્ટ્રવાદના પાઠ ભણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, સમર્પણ એ જ સાચી દેશભક્તિ છે. દેશભક્તિમાં દરેક ભારતીયનું યોગદાન છે. ભારતમાં રાષ્ટ્રની ભાષા યુરોપી અલગ છે. ભારતના દરવાજા પહેલેથી જ લોકો માટે ખુલ્લા છે. હિન્દુસ્તાન એક સ્વતંત્ર સમાજ છે. મુખર્જીએ તેમના ભાષણમાં તિલક, ટાગોર, મહાત્મા ગાંધી અને નહે‚ સહિતના અનેક વિદ્વાનોને તાકયા હતા. રાષ્ટ્રવાદ અને દેશભક્તિ અંગે તેમના નિવેદનો રજૂ કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે, ધર્મ અને લોકોમાં વધતી અસહિષ્ણુતાી ભારતને ઓળખાવવામાં આવશે તો દેશ નબળો પડશે. અસહિષ્ણુતા ભારતીયની ઓળખ નબળી બનાવશે. ભારતની રાષ્ટ્રીય ઓળખ અને રાષ્ટ્રવાદ તેના સર્વભૌમત્વ અને સહઅસ્તિત્વી સર્જાયા છે જેને જાળવવાના છે. તમામ રાજયોનું કાર્ય લોકોને સારી અને સાચી દિશામાં ઢાળવાનું અને ગરીબી સામે લડવાનું હોવું જોઈએ. આપણી વાણી અને વર્તન ભય તા હિંસાી મુકત હોવા જોઈએ.

હેડગેવાર ભારતના મહાન સપુત હતા: પ્રણવ મુખર્જી

4 16માજી રાષ્ટ્રપ્રતિ પ્રણવ મુખર્જી નાગપુરમાં સંઘના સંસપક કે.બી. હેડગેવારના જન્મસ્ળે ગયા હતા. ત્યાં તેમણે હેડગેવારને ભારત માતાના મહાન સપુત ગણાવ્યા હતા. તેમણે સ્ળની મુલાકાત લઈ નોંધ લખી હતી કે, ભારતમાતાના મહાન સપુતને શ્રદ્ધાંજલી અને સન્માન આપવા આવ્યું છું. આવી રીતે પ્રણવદાએ સંઘના નેતાઓને ખુશ કરી દીધા હતા. જો કે પોતાના ભાષણ દરમિયાન સંઘને સાચો અરીસો પણ બતાવી દીધો હતો.

મહાત્માના હત્યારા સંઘ કેસમાં રાહુલ ૧૨મીએ ભીવંડી કોર્ટમાં હાજર થશે

6 10એક તરફ પ્રણવ મુખર્જીએ સંઘના કાર્યક્રમમાં હાજરી આપી છે તો બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને સંઘે કરેલા કેસમાં ભીવંડી કોર્ટમાં ૧૨મી હાજર રહેવાનું ફરમાન થયું છે. અગાઉ રાહુલ ગાંધીએ ‘આરએસએસના લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી’ જેવો આક્ષેપ કર્યો હતો. આ વિધાન બાદ સંઘે રાહુલ ગાંધીને કોર્ટમાં ધસડી ગયો છે. કોર્ટ રાહુલ ગાંધી સામે ચાર્જ ફેમ કરશે તેવું માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.