Abtak Media Google News

ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં પ્રાકૃતિક સંશાધનોની ઉપલબ્ધતા આશિર્વાદરૂપ

ભારતીય અર્થતંત્રમાં માળખાકીય ક્ષેત્રની ભૂમિકા ખૂબજ મહત્વપૂર્ણ છે. દેશભરમાં માળખાકીય સુવિધાઓના નિર્માણ કરવા સરકારના પ્રયાસોથી સ્ટીલ અને સિમેન્ટની માગમાં ચોક્કસપણે વધારો થશે, જેનાથી એક્સપ્લોરેશન અને માઇનિંગ માટે નવી તકો સર્જાશે. સાઉથ વેસ્ટ પિનેકલ એક્સપ્લોરેશન લિમિટેડ (એસડબલ્યુપીઇ) પ્રાકૃતિક સંસાધનોનું એન્ડ-ટુ-એન્ડ ડ્રિલિંગ એક્સપ્લોરેશન કરતી સંકલિત સર્વિસ પ્રોવાઇડર છે. એસડબલ્યુપીઇના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર વિકાસ જૈનમાં સમગ્ર દેશનો ચિતાર આપ્યો હતો.

ભારતની ખાનગી એક્સપ્લોરેશન સર્વિસિસ કંપનીની વૃદ્ધિની સંભાવનાઓ અને પડકારો કયાં છે?

ભારતમાં ડ્રિલિંગ અને એક્સપ્લોરેશન માટે અપાર સંભાવનાઓ છે કારણકે દેશમાં મોટી સંખ્યામાં કોલ, આયર્ન અને બોક્સાઇટની ખાણો છે કે જેની હજી સુધી શોધ થઇ નથી તેમજ આ ક્ષેત્રે ભાવિ શોધ માટેની પણ વિશાળ તકો છે.

વર્તમાન લીઝ હેઠળ આંશિક અથવા ન્યૂનતમ રીતે શોધાયેલા 500થી વધુ નોન-કોલ મિનરલ બ્લોક્સ સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા ઉપલબ્ધ છે. વધુમાં જાહેરક્ષેત્રની કંપનીઓના ઘણાં બિન-ઉત્પાદક બ્લોક્સના રિલોકેશનની પહેલ પણ ખાનગી કંપનીઓને પ્રોત્સાહિત કરે છે કારણકે તેમાંથી ઘણાં બ્લોક્સમાં વિપુલ પ્રમાણમાં સંસાધનો છે.

જીયોથર્મલ પાવર, શેલ ગેસ અને કોલ બેડ મિથેન (સીબીએમ)માં પણ વિશાળ તકો છે. તાજેતરમાં સરકારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા એક્સપ્લોરેશન અને વિકાસ માટે 42 ઓઇલ અને ગેસ બ્લોક્સ મૂક્યાં છે. તેમાં કોલ-બેડ મિથેનના 16 બ્લોક્સ સામેલ છે, જે હાઇડ્રોકાર્બન્સ માટે એક્સપ્લોરેશનની પ્રક્રિયાને ઝડપી બનાવવાના સરકારના ઉદ્દેશ્યને દર્શાવે છે.

તે ઉપરાંત ભારત સરકાર 200થી વધુ કોલ બ્લોક્સ ખાનગી કંપનીઓને ઓફર કરી રહી છે, જેથી ભારતની સતત વધતી ઉર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કોલસાના ઘરેલું ઉત્પાદનમાં વધારો કરી શકાય. સરકારે અત્યાર સુધીમાં વાર્ષિક 83.1 મિલિયન ટનના કુલ પીઆરસી સાથે 39 બ્લોક્સ માટે વેસ્ટિંગ/એલોકેશન ઓર્ડર ઇશ્યૂ કર્યાં છે. એસડબલ્યુપીઇ એક સ્થાપિત એક્સપ્લોરેશન કંપની હોવા તરીકે આગામી સમયમાં એક્સપ્લોરેશન અને માઇનિંગ સેક્ટરમાં મહત્વપૂર્ણ કંપની તરીકે ઉભરી આવશે.

ગુજરાતમાં તમારી કામગીરી શું છે?

ગુજરાત વિપુલ પ્રાકૃતિક સંસાધનો ધરાવે છે અને તેથી જ અમારા પ્રયાસોમાં ગુજરાત કેન્દ્રસ્થાને છે. અમે વર્ષ 2017થી ગુજરાતમાં કામગીરી ધરાવીએ છીએ, જ્યારે અમે ઓએનજીસી એનર્જી ટ્રસ્ટને તેમના યુરેનિયમ એક્સપ્લોરેશન પ્રયાસોમાં સહયોગ કર્યો હતો.

ત્યારબાદ અમે જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ઓફિસ ઓફ ધ કમીશનર ઓફ જીયોલોજી એન્ડ માઇનિંગ વગેરે જેવી પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાઓ સાથે સહયોગ કરીને ગુજરાતમાં અમારી કામગીરીને વેગ આપ્યો છે.

અમે ગુજરાતમાં કોલ ટ્રેડિંગ માટે પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનો હેતુ ડીલર્સ નેટવર્ક વિકસાવવાનો છે. ડીલર નેટવર્ક વિકસાવવાથી ભવિષ્યમાં સેલ્સ અને માર્કેટિંગ નેટવર્ક સ્થાપિત કરવામાં મદદ મળશે.

તાજેતરમાં કંપનીને ઝારખંડમાં કોલ માઇનિંગ બ્લોક મળ્યો છે. તેની શું સ્થિતિ છે?

તાજેતરમાં અમે ખૂબજ સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા ફોરવર્ડ ઓક્શનમાં ભાગ લઇને ઝારખંડમાં કોલ બ્લોક હસ્તગત કર્યો છે, જે 84 મિલિયન જીયોલોજીકલ રિઝર્વ ધરાવે છે. કોલ બ્લોક માઇનિંગના વિકાસની કામગીરી ચાલી રહી છે તથા આગામી 30 મહિના (નાણાકીય વર્ષ 2024-25) સુધીમાં કોલસાનું ઉત્પાદન શરૂ કરવાની યોજના છે. તેમાંથી આવકો નાણાકીય વર્ષ 2025થી શરૂ થશે.

મે વૃદ્ધિના આગામી તબક્કાને હાંસલ કરવા માઇનિંગ બિઝનેસમાં પ્રવેશ કર્યો છે, જેનાથી અમારી વર્તમાન આવકોમાં બેથીત્રણ ગણી વૃદ્ધિ થશે અને માર્જિનમાં નોંધપાત્ર સુધારો થશે. કોલસાનું ઉત્પાદન શરૂ થાય ત્યાં સુધી અંદાજે રૂ. 240 કરોડનો મૂડી ખર્ચ થશે.

સાઉથ બેસ્ટ પિનેકલ એક્સપ્લોરેશનના બિઝનેસ અંગે જાણકારી આપશો

એસડબલ્યુપીઇ પ્રાકૃતિક સંસાધનો (ફેરસ, નોન-ફેરસ એટોમિક મિનરલ્સ અને ક્ધવેન્શનલ અનક્ધવેન્શનલ ઓઇલ ગેસ)નું એન્ડ-ટુ-એન્ડ ડ્રિલિંગ એક્સપ્લોરેશન કરતી સંકલિત સર્વિસ પ્રોવાઇડર છે. કંપનીએ વર્ષ 2006માં તેની સ્થાપનાથી 15 વર્ષના કાર્યકાળમાં અગ્રણી સરકારી અને ખાનગી સંસ્થાઓ માટે 110થી વધુ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાં છે. અમારા ક્લાયન્ટ્સમાં ફોચ્ર્યુન 500 કંપનીઓ અને અગ્રણી સરકારી સંસ્થાનો સામેલ છે.

એસડબલ્યુપીઇ હાલમાં 38 ટોપ ડ્રાઇવ હાઇડ્રોસ્ટેટિક ડ્રિલિંગ્સ રિગ્સ ધરાવે છે, જે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે તથા તેની તમામ ડોમેનમાં 2,500 મીટરની ઊંડાઇ સુધી ડ્રિલ કરવાની ક્ષમતા છે. આ ઉપરાંત અમારી પાસે સાત વિબ્રોસિસ, 2ડી-3ડી સિસ્મિક સર્વે માટે 8,500 ચેનલ્સ સાથે 3 સિસ્મિક ક્રૂ અને 3 જીયો-લોગિંગ યુનિટ્સ વગેરે છે. હાલમાં એસડબલ્યુપીઇના સમગ્ર ભારતમાં વિવિધ સ્થળો ઉપર 18 પ્રોજેક્ટ્સ કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.