Abtak Media Google News

સતત વરસાદના પગલે રત્નાગીરીમાં ‘તીવરે’ડેમ તૂટયો: ર લોકોનાં મોત, ર૩  વ્યકિત લાપતા

૪૪ વર્ષના ઇતિહાસમાં બીજી વખત ગઇકાલે એક દિવસમાં મુશળધાર ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો

મહારાષ્ટ્રના મુંબઇ, પુણે, થાણે, નાસીક, રત્નાગીરી સહીત અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ત્યારે રત્નાગીરીમાં પાણીના ઓવરફલોના કારણે મોડી રાત્રે તીવરે ડેમ તૂટયો હતો જેનાથી આસપાસ ના લગભગ સાત ગામો ડુબી ગયા હતા. આ દુર્ધટનાના પગલે બે લોકોના મોત નિપજયા છે જયારે ર૩ લોકો લાપતા છે. સ્થાનીક તંત્રનું કહેવનું છે કે ડેમની પાસે બનેલા ઘર પાણીમાં વહી ગયા છે આ દર્ધટનામાં સ્થાનીક તંત્ર પોલીસ, તથા એન્ડડીઆરએફ  ટીમ બચાવ અને રાહત કામમાં લાગી ગયા છે તેના કહેવા મુજબ મૃત્યુ આંક વધી પણ શકે છે. ત્યારે હવામાન વિભાગ રાજયમાં બુધવારના રોજ ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કર્યૂ છે.

દેશના આર્થિક પાટનગર મુંબઇને ૪૫ વર્ષના ઇતિહાસમાં એક દિવસમાં સૌથી વધુ જુલાઇ મહિનામાં મુશળધાર વરસદા શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે.

મુંબઇને ધેરી વળેલી આ આસમાની આફતમાં દિવાલ નીચે દબાઇને મૃત્યુ પામેલા રર સહીત શહેરમાં અત્યાર સુધી વરસાદને કારણે ૩૦ લોકોના મૃત્યુ નિપજયા હોવાનું મનાઇ રહ્યું છે. પૂર્વમલોડમાઁ દિવાલ ધસી પડવાના કારણે ડઝનથી વધુ લોકોનો ભોગ લેવાયો હતો. દિવાલ દુર્ધટનામાં ઓછામાં ઓછા દશ બાળકોના મૃત્યુ અને ૧૦૦ થી વધુને નાની મોટી ઇજાઓ થઇ હતી.

મુંબઇ ત્વારીખમાં ર૦૦૫ પછી સૌથી ભયંકર વરસાદ પડવા અંગે શાંતાક્રુઝ ખાતે આવેલ હવામાન વિભાગે નોંઘ્યું હતું. કે મંગળવારે ૮.૩૦ વાગ્યે સુધી ર૪ કલાકમાં મુશળધાર ૧પ ઇંચ થી વધુ વરસાદ ખાબકી જતાં ભરાયેલા પાણી વચ્ચે બીજા છ કલાકમાં ૮ ઇંચ અને ૫.૩૦ વાગ્યા સુધીમાં મુંબઇમાં ૪૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અગાઉ ર૦૦પ માં થયેલા ભારે માં થયેલા ભારે વરસાદ બાદ વર્ષો પછી તાજેતરની આ દુર્ધટના ધમરોળી નાખ્યો હતો. બે વર્ષ પહેલા કોર્પોરેશન દ્વારા બનાવાયેલી ૧ કીમી લાંબી અને ર૦ ફુટ ઉંચી દિવાલ ધસી પડી હતી ભારે વરસાદ બાદ ભરાયેલું પાણી સતત ધમમસતુ રહ્યું હતું. અને આ ભારે વરસાદને કારણે દિવાલનું ૧૦૦ મીટરનું  ભાગ ધરાશાયી થઇ ગયું હતું. ભારે વરસાદના આંબેડકર નજીકનો અડધો કીમીની દિવાલનો કાટમાળ પાણીમા તણાઇ  હતો અને બીજા પ૦ મીટરનો ભાગ આંબેડકર નજીક ધરાશાયી થઇ જતાં અનેક લોકો જીવતા દફન થઇ ગયા હતા અને ૭૮ને ઇજાઓ થઇ હતી

આ દુર્ધટનાએ ર૦૦પની કરુણાંતીકાની યાદ અપાવી હતી. આ દુર્ધટનામાં મલાડના પેટા માર્ગમાં પાણીમાં ફસાઇ ગયેલી મોટરમાં જ ઇરફાન ખાન ૩૮ અને ગુલશાહ શેખ ૩પનું લોક થઇ ગયેલી મોટરમાં જ ગુંગળાઇને મૃત્યુ થઇ ગયું હતું.

દિવાલ ધસી પડવાની આ દુર્ધટના અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફળણવીશે ઉચ્ચસ્તરીય તપાસના આદેશો જારી કર્યા છે આ દુર્ધટનનામાં મંગળવારે ર૧ ના મૃત્યુની પુષ્ટી કરવામાં આવી હતી અને દરેક પરિવારને પ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

નિષ્ણાંતોના મત મુજબ ધસી ગયેલી દિવાલનું કાટમાળના કારણે પાણી વહેણનો રસ્તો બંધ થઇ ગયો હતો અને એકાએક દબાણ વધતા દિવાલ ધસી પડતા આ દુર્ધટના સર્જાઇ હતી. ર૦૦૮ માં વન વિભાગે હસ્તક ની આ જમીન પરના દબાણો દુર કરવાની નોટીસો પાઠવી હતી. પરંતુ દબાણો થયાવત રહ્યા હતા. ત્યારબાદ બે વર્ષ પહેલા વન વિભાગે આ દિવાલ બનાવી હતી અને તંત્રની મનાઇ છતાં દિવાલ નજીક જ લોકો રહેવા લાગ્યા હતા.

ભારે વરસાદના પગલે દિવાલ પાછળ પાણીનો એકદમ ભરાવો થઇ ગયો હોવા છતાં કોર્પોરેશન કે વન વિભાગે કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરી ન હતી. દિવાલ ધસી પડતા મોટર સાયકલો અને માણસો તણખલાની જેમ તણાવવા લાગ્યા હોવાનો નજરે જોનારાઓ એ જણાવ્યુઁ હતું. હવામાન વિભાગે જણાવ્યા મુજબ અગાઉ જુલાઇ ૧૯૪૪ માં ૩૭૫.૫ મીમી સુપડાધારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના નાયર મહાનિર્દેશક પશ્ર્ચિમ વિભાગના કે.એસ. ધોસલીકકે જણાવ્યું હતું કે મુંબઇ પર વાદળુ ફાટવાથી આ ધટના સર્જાઇ હતી. ભાગ્યે જ સર્જાતી આવી દુર્ધટનામાં શાંતાક્રુઝ વિસ્તારમાં છ કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ૧લી જુલાઇ ૧૧.૩૦ થી ૫.૩૦ અને ૫.૩૦ પછી ફરીથી બારેમેધ ખાનગા થઇ જતાં જળ બંબાકાર ની સ્થિતિ સર્જાઇ હતી.

હવામાન ખાતાએ શા માટે સમયસર આગાહી ન કરી તેના ઉતરમાં ધોસલીકરે આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. મલાડમાં દિવાલ ધરાશાયી થઇ જવાની ધટનામાં તાત્કાલીક દવાખાને પહોચાડવા માટે ટેક્ષી, રીક્ષા અને મોટર સાયકલો અને જે વાહન મળ્યુ તેમાં ઘવાયેલાને પહોચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ પહોચી હતી. ત્યારબાદ ફાયર સુપ્રી. એ જણાવ્યું હતું કે સોમવારે પાણીનો ભરાવો ઓછો કરવા માટે દિવાલમાં કાણા પાડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

એમડીઆરએફના જવાનોએ ઝુંપડામાં ફસાયેલાઓને ડોગ સ્કોવર્ડ ની મદદથી બહાર નિહાળવામાં આવ્યા હતા. અરુણ જાદવ નામના  નાગરીકે આ દુર્ધટના કોર્પોરેશનની બેદરકારીને કારણે સર્જાયું હોવાનું જણાવ્યું હતું મે ભયજનક દિવાલ અંગે અગાઉ ચેતવણી જાહેરાત કરી હોત તો આ દુર્ધટના સર્જાઇ હોત નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.