Abtak Media Google News

કોર્ટમાં સુનાવણી બાદ ૪૮ કલાકમાં ઈવીએમને સીલ કરવા કહેવામાં આવ્યુ

દહેરાદુન જિલ્લાની વિકાસનગર બેઠક ઉપરની વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા ઈવીએમને સીઝ કરવાના આદેશના ત્રણ દિવસ બાદ ઉત્તરાખંડ હાઈકોર્ટે મસુરી, રાજપુર રોડ, રાનીપુર, રાયપુર, પ્રતાપનગર અને હરિદ્વાર ‚રલ એમ વધુ છ બેઠકો ઉપર ઉપયોગમાં લેવાયેલા ઈવીએમ સીઝ કરવાના આદેશો આપ્યા છે.

Advertisement

કોર્ટે કહ્યું છે કે, ૪૮ કલાકમાં ઈવીએમ સીલ અને સીઝ કરવાની કામગીરી પૂર્ણ વી જોઈએ. આ આદેશ આ છ બેઠકો પર હારેલા ઉમેદવારોએ કરેલી અરજીની સુનાવણીમાં જસ્ટીસ એસ.કે.ગુપ્તાએ આપ્યો છે. આ અપીલમાં કહેવામાં આવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમ મશીનો સો છેડછાડ કરવામાં આવી છે.

પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી દ્વારા આરોપ મુકવામાં આવ્યો હતો કે, ઈવીએમમાં ચેડા કરીને ભાજપ વિજય મેળવે છે ત્યારે આપના આ આરોપોનો અન્ય પક્ષોએ પણ સા આપ્યો છે અને ઈવીએમનો વિરોધ તેજ કર્યો છે. બીજી તરફ ચૂંટણીપંચે કહ્યું હતું કે, ઈવીએમમાં ચેડા શકય ની. જો કે, પક્ષો દ્વારા ચૂંટણીપંચના આ નિવેદનનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.