Abtak Media Google News

રાજકોટ અને ગુજરાતભરમાં લોકોએ ’અબતક’ની મુહિમ “ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું”ના પોઝિટિવ મેસેજ બાદ હવે પોતાનું મનોબળ મજબૂત કર્યું છે અને કોરોનાને હરાવવામાં પણ આગળ વધી રહ્યા છે. એવી જ રીતે ગુજરાતભરની જેલમાં રાજકોટ મધ્યસ્થ જેલ તંત્ર દ્વારા આપવામાં આવેલી સર્વશ્રેષ્ઠ સુવિધા અને સાવચેતીથી કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ રાજકોટની જેલમાં અત્યાર સુધી એકપણ કેદીનું કોરોનાના કારણે મૃત્યુ પણ થયું ન હોવાનું જાણવા મળ્યું છે. તેમજ વાયરસ સામે રક્ષણ માટે અત્યાર સુધી 900 જેટલા કેદીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ પણ આપવામાં આવ્યો છે. કોરોના સામે લડવા જેલ તંત્ર કેદીઓને જેલમાં જ આઇસોલેટ કરતા અને જરૂર પડે રેઇનબસેરામાં પણ સારવાર આપવામાં આવી છે.

20210512 165939

રાજકોટ જેલમાં ગાઈડલાઈનના ચુસ્ત અમલીકરણથી કોવિડને કાબુમાં રખાયો:
ડીવાયએસપી દેસાઈ

રાજકોટ મધ્યસ્થ જેલ તંત્ર દ્વારા હાજર 1600 કેદીઓને તથા સ્ટાફ અને તેમના પરિવારજનોને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે ભારે જહેમત ઉઠાવામાં આવી હતી. જેના પગલે મધ્યસ્થ જેલમાં કોરોનાની સ્થિતિને વકરતા રોકી શકાય છે. આગમચેતી પગલાં અને ગાઈડલાઈનના સચોટ પાલનના કારણે રાજકોટ જેલમાં અત્યાર સુધી એક પણ કેદીનું કોરોનામાં ડેથ થયું નથી. પોઝિટિવ આવતા કેદીઓને જેલમાં જ અલગ આઇસોલેશન વોર્ડ ઉભો કરી મેડિકલ સ્ટાફ દ્વારા સારવાર સાથે ગુણવત્તા સબબ ભોજન પણ પીરસવામાં આવે છે. જેના કારણે જેલમાં હજુ સુધી કોઈ પણ દર્દીનું કોરોનાના કારણે મોત થયું નથી.

જેલમાં કેદીઓની સારવાર સાથે 900 જેટલા કેદીઓને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ પણ આપવામાં આવ્યો છે. કેદીઓ અને સ્ટાફ તથા તેમના પરિવારજનો માટે જેલ તંત્ર દ્વારા મેડિકલ કેમ્પ યોજી ચકાસણી પણ કરવામાં આવે છે. જરૂર પડે તેમને આર્યુવેદીક ઉકાળો અને દવાનું પણ વિતરણ કરવામાં આવે છે. રાજકોટ મધ્યથ જેલમાં સજા ભોગવતા મહિલા અને પુરુષ કેદીઓ દ્વારા પણ તંત્રની કામગીરીને બિરદાવામાં આવી છે. રોજ સવારે ઉકાળા અને પૌષ્ટિક આહાર આપી શહેતનું ધ્યાન રાખવામાં આવે છે. જો કોઈ કેદીને કોરોના પોઝિટિવ આવે તો તેમને સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર આપવામાં આવે છે. આ સાથે કેદીઓએ જેલતંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ મહામારીમાં જેલ તંત્ર દ્વારા કેદીઓની સાવચેતીમાં કોઈ કચાસ રાખવામાં આવી ન હતી.

20210512 172709

રાજકોટ શહેરમાં કોરોના મહામારી બેકાબુ બની હતી અને કેસોમાં એકા એક વધારો થયો હતો ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા હતા ત્યારે અબતક સાથેની ખાસ વાતચીત કરતા મધ્યસ્થ જેલમાં ફરજ બજાવી રહેલા મહિલા જેલ વિભાગના મેડિકલ ઓફિસર ડો.નેહાબેન મેહતાએ  જણાવ્યું હતું કે અમે લોકો મહિલા વિભાગમાં દરોજ બેરેકટ પર જઈને બધાનું સ્ક્રીનિંગ કરીયે છીએ ટેપરેચર અને ઓક્સિજન લેવલ ચેક કરીયે છીએ.જો કોઇભી મહિલાનું ટેમ્પરેચર વધારે આવે તો અમે તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવીએ છીએ જો રિપોર્ટ પોઝિટિવ આવે તો અમે તેમને સિવિલમાં ખસેડીએ છીએ ત્યાં થી તેની તબિયત પર નક્કી થઇ છે કે તેમને સમરસ કે રેનબસેરા હોસ્પિટલમાં દાખલ કરવા અને ત્યાંથી સારવાર લઇ નેગેટિવ થઇ જેલમાં ફરી આવે ત્યારે તેમને આઇસોલેશનમાં રાખીયે છીએ જેલમાં પ્રથમ કેસ 10 એપ્રિલના આવેલો હતો ટોટલ 17 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા પણ હવે બધા સ્વસ્થ છે અને છેલ્લા 20 દિવસથી એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી થી ગુજરાત લાગે ચ કે કોરોના મુક્ત થઇ રહ્યું છે જેથી “ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું”

રાજકોટ મધ્યસ્થ જેલમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા મેડિકલ સ્ટાફ તરીકે ફરજ બજાવતા અમિતભાઇ પંડ્યાએ અબતક સાથેની ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે અત્યારે કોરોના કાળ દરમિયાન ઘણા કેડી પોઝિટિવ આવ્યા હતા અમે બધા જ કેદીઓ નું બેરેક પર જહીં તેમનું ચેકઅપ કરીયે છીએ જો તેમને કહી વધારે તકલીફ હોઈ તો તે અમને જાણ કરે છે સાથે દરરોજ સવારે ઈમ્યુનિટી બુસ્ટ ડ્રિન્ક આપીયે છીએ અને વિટામિન્સની દાવાવો પણ તેમને સાથે આપવામાં આવે છે આ ઉપરાંત તે લોકોને ઉકાળા પણ આપવામાં આવે છે સાથે જ હોમિયોપેથીકનો દવાઓ આપવામાં આવે છે જો કોઈ કેદી પોઝિટિવ આવે તો તેમને સિવિલ હોસ્પિટલ નહીતો રેનબસેરામાં દાખલ કરવામાં છે ત્યાં જેલરો દ્વારા નિગરાની કરવામાં આવે છે અને મેડિકલ સ્ટાફ ઉપલબ કરાયો છે અહીં કેદીઓ માટે વેક્સિનેશન કેમ ચાર ફેસમાં પૂર્ણ કરે છે જેમાં અહીં રહેલા ટોટલ 1612 કેદીઓ માં 1000 જેવા કેદીઓ ને વેક્સિનનો પ્રથમ ડોસ આપવામાં આવ્યો છે અને બીજા ડોસની કામગીરી સારું કરી છે જો કોઈ કેદી રજા પરથી પરત ફરે તો તેમને આઇસોલેશન કરવામાં આવે છે અને તેમનો આર ટી પી સી આર ટેસ્ટ કરી તે નેગેટિવ આવે એટલે અલગથી 14 દિવસ રાખવામાં આવે છે હવે જેલમાં કેસો નહિ માત્રાના જ રહ્યા છે ને ગુજરાત પણ કોરોના મૂક થઇ રહ્યું છે જેથી “ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું”

મધ્યસ્થ જેલમાં રિક્વરી રેટમાં થયો વધારો: ડીવાયએસપી

Vlcsnap 2021 05 13 08H57M05S388

અબતક સાથેનો ખાસ વાત ચિત્તમાં જણાવ્યું હતું કે અપને સર્વે જાણીયે છીએ કે સમગ્ર દેશ કોરોનની બીજી ઘાતક લહેર થી લડી રહ્યું છે ત્યારે જેલોન વાડા કે.એન .રાવના માર્ગદર્સન હેઠળ જ એસ ઓ પી ની શરૂઆત કરી છે જેમાં જેલોમાં કોરોનાના કેસો આવી ન શકે અને જો કોઈ કારણથી આવી જાય તો તેમાં કેદીઓ ની સારવાર માટે જેમાં તેના બે ભાગ છે પ્રથમ પ્રિવેન્સયોલ અને ક્યોર જેમાં પ્રથમમાં અમે આર્યુવેદીક અને હોમિયોપેથીક વિભાગ સાથે સંકલનમા રહી ઉકાળા અને હોમીયોપેથીક ની દવાઓ અને વિટામિનની દવાઓ તમામ કેદીઓ ને આપવામાં આવે છે અને કેદીઓનું સતત સ્ક્રિનિંક કરવામાં આવે છે જો કોઈને પોઝિટિવ આવે તો તેમને સારવારમાં મોલવામાં આવે છે ને પછી નેગેટિવ આવે એટલે તેમને આઇસોલેશનમાં રાખવામાં આવે છે અને અહીં મનોચિકિત્સક વિભાગના ડોક્ટર દ્વારા કાઉન્સિલિં કરી મનોબર મજબૂત કરવામાં આવે છે અને અત્યારે પોઝિટિવ રેસિયો મધ્યસ્થ જેલમાં ઓછોને રિકવરી રેટમાં વધારો થયો છે અને આવી જ રીતે વહેલી તકે  ગુજરાત કોરોના મુક્ત થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.