Abtak Media Google News

હાઉસિંગ ક્ષેત્રની નંબર વન કંપની ડીએચએફએલએ હાથ ઉંચા કર્યા

એનબીએફસી ક્ષેત્રને ભારત દેશમાં હાલ માઠી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બજારમાં તરલતાનાં અભાવે એનબીએફસી ક્ષેત્ર હાલ ડચકા ખાતી હોય તેમ જોવા મળી રહી છે ત્યારે હાઉસીંગ ક્ષેત્રે નંબર વન સ્થાન પર સ્થિત ડીએચએફએલે હાથ ઉંચા કર્યા છે અને ચોથા કવાર્ટરમાં તેને અંદાજે ૨૩૩૩ કરોડની ખોટનો પણ સામનો કરવો પડયો છે ત્યારે ભારતમાં રોકાણકારોમાં જે ઘસારો જોવા મળી રહ્યો છે તે જોતાં પણ જાણી ન શકાય કે દેશમાં વાસ્તવિક પરિસ્થિતિ શું હોય શકે ? ભારત દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જે વિશ્વને પણ એટલા જ અંશે સ્પર્શીયો છે. આ સ્થિતિનું નિર્માણ થતાની સાથે જ મંદીનાં કારણે ભારતની રોકાણ બજાર ખતરામાં આવી પડી છે અને લોન ક્ષેત્રને પણ નુકસાની વેઠવાનો સમય આવ્યો છે ત્યારે જે રીતે બજારમાં તરલતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જે એનબીએફસી ક્ષેત્રની બેંકો માટેનાં જે નિયમો બનાવવા જોઈએ તે બનતાં હાલ એનબીએફસી ક્ષેત્ર ડચકા ખાતુ હોય તેવું જોવા મળી રહ્યું છે.

ભારતની હાઉસીંગ ક્ષેત્રે નંબર વન કંપની ડીએચએફએલ એટલે કે ડીવાન હાઉસીંગ ફાયનાન્સ કંપનીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કંપનીની આર્થિક સ્થિતિ હાલ નબળી પડી રહી હોવાથી તે આગળનાં ભવિષ્યમાં ટકી નહીં શકે ત્યારે ડીએચએફએલનાં જણાવ્યા અનુસાર હાલ કંપની નાણાકીય તણાવ અનુભવી રહી છે. સાથોસાથ કંપનીનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર છેલ્લા વર્ષથી તે પોતાનાં ધંધાકીય એકમોમાંથી વ્યવસાય નોંધપાત્ર રીતે અશકત થઈ ગયેલી છે જે સુચવે છે કે કંપની વર્ષો પહેલા નફો રળતી હતી તે હવે ખોટમાં જતી નજરે પડે છે. ડીએચએફએલ દ્વારા ૨૩૩૩ કરોડની ખોટ દર્શાવવામાં આવી છે. જયારે ગત ત્રિમાસિક રીપોર્ટમાં કંપનીએ ૧.૩૪ અબજનો નફો બતાવ્યો હતો જયારે તેની સામેનાં ગત ૩ માસનાં રીપોર્ટમાં કંપની ખોટમાં હોવાનું પણ સામે આવ્યું છે.

ભારત દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી બેન્કિંગ ક્ષેત્રની પરિસ્થિતિ કથળતી જોવા મળી રહી છે ત્યારે ડીએચએફએલની જાહેરાતથી ભારતનાં બેન્કિંગ સેકટર માટે આ માઠા સમાચાર કહી શકાય ત્યારે બેંકો સાથે જોડાયેલા તમામ વ્યાપારીઓ અને ધંધાર્થીઓ ફરી એક વખત મંદીનાં મોજામાંથી બહાર કાઢવા સરકાર તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેક ઉપાયો કરવાની ફરજ પડી છે. આ મુદ્દો હાલ સરકાર માટે પડકારજનક પણ સાબિત થઈ રહ્યો છે. છેલ્લાં ચાર વર્ષમાં ન જોવા મળેલી મંદી ૨૦૧૯નાં જાન્યુઆરીથી માર્ચ માસમાં જોવા મળી છે. ભારતનો આર્થિક વૃદ્ધિ દર ૫.૮ ટકા નોંધાયો છે જે છેલ્લા ૪ વર્ષની સરખામણીમાં ખુબ જ ઓછો કહી શકાય. ડીએચએફએલનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર કંપનીનાં દરેક ક્ષેત્રનાં નિષ્ણાંતો અને સહયોગીઓનું કહેવું છે કે, ખાસ કરી નિષ્ણાંતોએ માર્કેટથી કંઈ રીતે ફાયદો થઈ શકે તે તરફ ધ્યાન દોરવાની જરૂર છે ત્યારે શનિવારનાં રોજ ઓડિટ રીપોર્ટ પર કંપનીનાં ઓડિટરની સહી જોવા ન મળતાં એ પણ સવાલ ઉભો થયો છે કે, આ રીપોર્ટ ઓડીટ થયેલ નથી તો કયાં કારણોસર ઓડિટર દ્વારા ઓડિટ રીપોર્ટ પર સહી કરવામાં આવી નથી. આ તમામ વાતને જો ધ્યાને લેવામાં આવે તો તે વાત નકકી છે કે, હાલ એનબીએફસી ક્ષેત્ર ખુબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને સરકાર દ્વારા આગામી દિવસોમાં કોઈ યોગ્ય ઉકેલ લાવવો ખુબ જ અનિવાર્ય બની રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.