Abtak Media Google News

જુવારમા ૧૨૦ રૂા., તુવેરમાં ૧૨૫ રૂા., મગમાં ૭૫ રૂા., અડદમાં ૧૦૦ રૂા., જયારે રાગીમાં ટેકાના ભાવોમાં ૨૫૩ રૂા.નો વધારો કરાયો

કૃષિ પ્રધાન ભારત દેશમાં જગતના તાત ગણાતા ખેડુતો દાયકાઓથી દયનીય રહી છે. જેથી મોદી સરકારે વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના ખેડુતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેના ભાગરૂપે ખેડુતોની આવક બમણી થાય તે માટે વિવિધ યોજનાઓ સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. ગઈકાલે કેન્દ્ર સરકારે ખેડુતોની આવક વધારવા વિવિધ પાક માટે અપાતા ટેકાના ભાવોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેમાં પણ ઓછા પાણીથી થતા ૧૪ વિવિધ પાકને પ્રાધાન્ય આપવા તેના ટેકાના ભાવોમાં તોતીંગ વધારો કરવામા આવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે ૧૪ વિવિધ પાકમાં અપાતા ટેકાના ભાવોમાં વધારો કરવાની જાહેરાત કરી છે.જેમાં જુવારમાં પ્રતિ કિવન્યલ ૧૨૦ રૂા.નો વધારો કરાયો છે. તુવેરમાં ૧૨૫ રૂા.નો મગમાં ૭૫ રૂા.નો અડદમાં ૧૦૦ રૂા.નો તલમાં ૨૩૫ રૂા.નો, મગફળીમાં ૨૦૦ રૂા.નો, બાજરોમાં ૫૦ રૂા. સોયાબીનમાં ૩૧૧ રૂા.નો કપાસમાં ૧૦૫ રૂા.નો જયારે સુરજમુખીના ટેકાના ભાવમાં ૨૬૨ રૂા.નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

બાજરાના ભાવમાં સૌથી વધારે ૮૪ ટકાનો વધારો કરાયો છે. ગત વર્ષનાં ટેકાના ભાવ ૧૯૫૦ રૂા. પ્રતિ કિવન્ટલમાં વધારો કરીને ૨૦૦૦ રૂા. કરવામાં આવ્યો છે. અડદમાં ગત વર્ષના ટેકાના ભાવ ૫૬૦૦ રૂા. પ્રતિ કિવન્ટલમાં વધારો કરીને ૫૭૦૦ રૂા. કરવાનો જેથી ટેકાના ભાવમાં ૬૪ ટકાનો વધારો થયો છે.

તેથી જ તુવેરદાળમાં ગત વર્ષના ૫૬૭૫ રૂા.ના ભાવ સામે ૫૮૦૦ રૂા. એટલે કે ૬૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય કરાયો છે. જયારે ડાંગર, જુવાર, રાગી, ચણા, મગફળી, સન ફલાવર, સોયાબીન, તલ, કપાસ, વગેરે પાકમાં ગત વર્ષના ભાવ કરાતા ૫૦ ટકાનો વધારો કરાયાની કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જાહેરાત કરી છે.

ચોખાના ટેકાના ભાવમાં પણ સરકારે પ્રતિ કિવન્ટલ ૮૦ રૂા.નો વધારો જયારે કઠોળના ટેકાના ભાવમાં ૪૦૦ રૂા.નો વધારો કરાયો છે. તુવેરના ગત વર્ષનાં ભાવ ૫૦૫૦ રૂા.થી વધારીને રૂા. ૫૪૫૦ મગના ગત વર્ષનાં ભાવ ૫૨૨૫ રૂા.થી વધારીને રૂા.૫૫૭૫ કરવામાં આવ્યા છે. કપાસના ગત વર્ષના ભાવ ૪૦૨૦ રૂા.થી વધારીએ આ વર્ષે ૪૩૨૦ રૂા. કરવામાં આવી છે. સોયાબીનના ગત વર્ષનાં ૪૦૨૦). ભાવને વધારીને રૂા. ૪૩૨૦ કરવાનો નિર્ણય કરાયો છે.

કેન્દ્રીય કેબિનેટમાં મંજૂર કરાયેલા ૧૬ પાકના નવા ટેકાના  ભાવમાં સૌથી વધારે ૮૫ ટકાનો વધારો બાજરામાં કરવામાં આવ્યો છે. બાજરાના ગત વર્ષના ટેકાના ભાવ ૧૯૫૦માં ૫૦ રૂપિયાનો વધારો કરી ૨૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો હતો. અડદમાં ગત વર્ષના ટેકાના ભાવ ૫૬૦૦માં ૧૦૦ રૂપિયાનો વધારો કરી ૫૭૦૦ રૂપિયા કરવામાં આવ્યો હતો. જેથી ભાવમાં ૬૪ ટકા જેવો વધારો કરવામાં આવ્યો છે. તુવેરમાં ગત વર્ષના ભાવોમાં ૫૬૭૫ રૂપિયા ભાવમાં ૧૨૫ રૂપિયાનો વધારો કરી ૫૮૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે જેથી તુવેરમાં ૬૦ ટકાનો વધારો થવા પામ્યો છે.

આ અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, સરકારે ટેકાના ભાવમાં ફિક્સિગંના સિદ્ધાંતની સાથે વર્ષ ૨૦૧૯-૨૦ના ખરીફ પાકના ટેકાના ભાવમાં ઉત્પાદન કિંમતમાં ઓછામાં ઓછો ૧.૫ ગણો વધારો કર્યો છે.

આ અંગે સ્વરાજ ઈન્ડીયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતુ કે અમે કેન્દ્ર સરકારને સપ્ટે. ૨૦૧૮માં જાહેર કરેલા વિવિધ પાકના ટેકાના ભાવોમાં વધારો કરવા સરકાર સમક્ષ માંગ કરી હતી ખેડુતોની આવક બમણી પાક તે માટે મોટી સરકારે લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે ખેડુતોના હિત માટે અમારી માંગને સરકારે સ્વીકારી છે. તેનો અમને આનંદ છે ટેકાનાભાવે સરકારે ખેડુતો પાસે કરેલી વિવિધ પાકની ખરીદીની રકમની ચૂકવણી સમયસર થાય તે માટે હવે સરકારે કાળજી રાખવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.